News Continuous Bureau | Mumbai
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ( taarak mehta ka ooltah chashmah ) વર્ષો થી દર્શકો નું મનોરંજન કરતો આવ્યો છે. તે એક ખૂબ જ લોકપ્રિય કોમેડી સિરિયલ છે .આજે પણ ચાહકો તેને એટલી જ પસંદ કરે છે. આ શોના તમામ પાત્રોની પોતાની અલગ ફેન ફોલોઈંગ છે અને ચાહકો હંમેશા દરેક વિશે જાણવા ઉત્સુક હોય છે. આ શોમાં એક કપલ ‘ઐયર ( iyer ) અને બબીતા જી’ ( babita ji ) છે, જેમાં બબીતા જી એટલે કે મુનમુન દત્તાના ફેન્સ તેની સુંદરતાના દીવાના છે. શું તમે જાણો છો કે ‘અય્યર’ની અસલી મંગેતર ( fiance ) બબીતાજી કરતાં પણ વધુ સુંદર છે?
અય્યરની મંગેતર ‘બબીતા જી’ કરતાં પણ સુંદર છે
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ‘ઐયર’ આવતા વર્ષે એટલે કે 2023માં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યાછે. અગાઉ એવા ઘણા અહેવાલો આવ્યા હતા કે ‘અય્યર’ એટલે કે તનુજ મહાશબ્દે તેની રીલ લાઈફ પત્ની મુનમુન દત્તાને ડેટ કરી રહ્યો છે પરંતુ તનુજે આ તમામ અહેવાલોને નકારી કાઢ્યા હતા. હવે ખબર આવી છે કે તનુજ કોઈ બીજાને ડેટ કરી રહ્યો છે અને આવતા વર્ષે લગ્ન કરવા જઈ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો: સલમાન ખાન બર્થડે સ્પેશિયલ : સલમાન ખાન ની બર્થડે પાર્ટી માં શાહરુખ ખાને આપી સરપ્રાઈઝ, ‘દબંગ’ ખાનને ગળે લગાવી ને પાઠવ્યા અભિનંદન
હજુ સુધી સામે નથી આવ્યો તનુજ મહાશબ્દે ની મંગેતર નો ચહેરો
ચાહકો માટે એ દુઃખની વાત છે કે હાલમાં તનુજ મહાશબ્દેની ભાવિ પત્નીનું નામ કે ચહેરો તેમની સામે જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તે મુનમુન દત્તા કરતાં પણ વધુ સુંદર છે. ચાહકોને આશા છે કે અય્યર ટૂંક સમયમાં લગ્ન કરશે જેથી તેઓ જોઈ શકે કે તેની ભાવિ પત્ની કેવી દેખાય છે.