તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ઉંમરમાં નાની બબીતા ​​જીના દિવાના છે જેઠાલાલ, ઉંમરનો તફાવત જાણીને તમને લાગશે નવાઈ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ અને બબીતા ​​જીની જોડી દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. બંનેની ઉંમર વચ્ચેનું અંતર જાણીને તમને આશ્ચર્ય થશે.

by Dr. Mayur Parikh
taarak mehta ka ooltah chashmah jethalal flirt babita ji know age difference

News Continuous Bureau | Mumbai

ટીવીનો ફેમસ ફેમિલી કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ( taarak mehta ka ooltah chashmah ) કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. નિર્દેશક માલવ રાજડા એ હાલમાં જ શો છોડી દીધો હતો. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો લગભગ 14 વર્ષથી લોકોનું મનોરંજન કરતો આવ્યો છે.અને આટલા વર્ષોમાં ઘણું બધું બદલાઈ ગયું છે પરંતુ જેઠાલાલ ( jethalal  ) અને બબીતા ​​જી ( babita ji ) નું બોન્ડિંગ બિલકુલ બદલાયું નથી. સીરિયલમાં જેઠાલાલ બબીતાના પ્રેમ માં પાગલ પાડોશી નું પાત્ર ભજવી રહ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે બબીતા ​​જી જેના પર જેઠાલાલનો ક્રશ છે તે તેમના કરતા ઘણી ( age difference ) નાની છે.

 બન્ને ની ઉંમર વચ્ચે છે જમીન આસમાન નો તફાવત

તમને જાણીને નવાઈ લાગશે કે પડદા પર આટલી શાનદાર રીતે પાત્રો ભજવનાર કલાકાર વચ્ચે રિયલ લાઈફમાં ઉંમરનું લાંબું અંતર છે. 28 સપ્ટેમ્બર 1987ના રોજ જન્મેલી મુનમુન દત્તા હાલમાં 35 વર્ષની છે જ્યારે 26 મે 1968 ના રોજ જન્મેલા દિલીપ જોશી 54 વર્ષના છે. એટલે કે ‘બબીતા ​​જી’ જેઠાલાલ કરતા 19 વર્ષ નાની છે. બંને એટલા મહાન કલાકારો છે કે આ ઉંમર નું અંતર પડદા પર બિલકુલ દેખાતું નથી. સ્ક્રીન સિવાય રિયલ લાઈફમાં પણ દિલીપ જોશી અને મુનમુન દત્તા વચ્ચે ઘણી સારી મિત્રતા છે.

ફોટો લેવા પર ફોટોગ્રાફર પર ભડકી ગઈ જયા બચ્ચન, ગુસ્સામાં કહી આવી વાત

14 વર્ષ થી લોકો નું કરી રહ્યા છે મનોરંજન

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળેલા દરેક પાત્રની પોતાની અલગ ફેન ફોલોઈંગ છે. રસપ્રદ વાત એ છે કે શોના પાત્રો વચ્ચે એક ખાસ બોન્ડિંગ પણ છે. જેઠાલાલ અને બબીતાજીનો સંબંધ પણ એવો જ છે. બંને એકબીજાના પાડોશી છે પણ જેઠાલાલને બબીતા ​​પર બહુ જ ક્રશ છે. તે ઘણા પ્રસંગો પર પોતાનો ક્રશ વ્યક્ત કરતો પણ જોવા મળે છે. તે જ સમયે, બબીતા ના પતિ અય્યર ને જેઠાલાલ ની આવી હરકતોથી ખૂબ ગુસ્સો આવે છે. જો કે, 14 વર્ષ પછી પણ જેઠાલાલ નો ક્રશ ઓછો થયો નથી.

Join Our WhatsApp Community

You may also like