Taarak mehta ka ooltah chashmah: ‘હે માં માતાજી’ કહેવા આવી રહી છે દયા ભાભી!જેઠાલાલ ની સાથે સાથે લોકો નો પણ ઉત્સાહ થયો બમણો, જુઓ શો નો લેટેસ્ટ વિડીયો

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં જ્યારથી દયા બેન ગઈ છે ત્યારથી ચાહકો તેમના શો માં પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે હવે શો નો નવો વિડીયો જોતા એવું લાગે છે કે શો માં બહુ જલદી દયાબેન ની વાપસી થવાની છે.

by Zalak Parikh
taarak mehta ka ooltah chashmah latest video dayaben return in gokuldham society

News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષ થી લિકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ના દરેક પાત્રો એ દર્શકો ના દિલ માં એક ખાસ જગ્યા બનવી છે. આ શો માં દયા બેન નું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી દિશા વાકાણી એ જ્યારથી શો છોડ્યો છે ત્યારથી તેના ચાહકો શો માં તેની વાપસી ની રાહ જોઈ રહ્યા છે. હવે શો નો નવો વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે દર્શકોની આ રાહનો અંત આવવાનો છે. આગામી એપિસોડમાં દયાબેનની ધમાકેદાર એન્ટ્રી જોવા મળશે.

 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો વિડીયો 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લેટેસ્ટ એપિસોડમાં દયાબેનની વાપસી જોવા મળશે. થોડા મહિના પહેલા સુંદરલાલે જેઠાલાલને કહ્યું હતું કે તે પોતે દિવાળી પર દયાબેન ને લાવશે આવી સ્થિતિમાં હવે શોનોવિડીયો સામે આવ્યો છે. આ વિડીયો માં તમે જોઈ શકો છો કે જેઠાલાલ, ટપ્પુ અને બાપુજી દયાબેનના આગમનની ખુશીમાં ગરબા રમતા જોવા મળે છે.બીજી તરફ ગોકુલધામ સોસાયટીના સભ્યો પણ દયાબેનને આવકારવા આતુર દેખાય છે. જો કે જેઠાલાલ ના પરમ મિત્ર તારક મહેતા પરેશાન દેખાય છે. તે અંજલિ ને કહે છે કે તેને જેઠાલાલના નસીબ પર વિશ્વાસ નથી. દરેક વખતે તેમની સાથે કંઈક ખોટું થાય છે. બસ આ વખતે તેમની ખુશીઓ નષ્ટ ન થવી જોઈએ. તારક મહેતાને હજુ પણ દયાબેનના વાપસી અંગે શંકા છે.


આ વિડીયો જોયા બાદ દયા બેન ના ફેન્સ ખુશ જોવા મળી રહ્યા છે. પરંતુ તેમને ડર છે કે આ વખતે પણ મેકર્સ તેમનું  દિલ તોડી શકે છે.

આ સમાચાર પણ વાંચોઃ Shweta bachchan: શું શ્વેતા બચ્ચન અને તેના પતિ નિખિલ નંદા ના સંબંધ માં આવી ખટાશ? અમિતાભ બચ્ચન દ્વારા દીકરી ને બંગલો ગિફ્ટ કર્યા બાદ ચર્ચા એ પકડ્યું જોર

Join Our WhatsApp Community

You may also like