Site icon

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડી રહ્યા છે મહત્વના લોકો, હવે શો ની ટીઆરપી બચાવવા મેકર્સ કરશે આ કામ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને લઈને નિર્માતાઓ ચિંતિત છે કારણ કે એક પછી એક ઘણા મહત્વના લોકોએ શો છોડી દીધો છે.

taarak mehta ka ooltah chashmah maker are trying to complete missing characters

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડી રહ્યા છે મહત્વના લોકો, હવે શો ની ટીઆરપી બચાવવા મેકર્સ કરશે આ કામ

News Continuous Bureau | Mumbai

ટેલિવિઝનનો પ્રખ્યાત કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ( taarak mehta ka ooltah chashmah ) છેલ્લા 14 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. શોના કલાકારો ( characters ) દર્શકોમાં એટલા લોકપ્રિય થઈ ગયા છે કે લોકો તેમને તેમના પરિવારનો એક ભાગ માનવા લાગ્યા છે. આ સિરિયલ ના તમામ કલાકારો પોતાના પાત્રમાં એવી રીતે ડૂબી ગયા છે કે દર્શકો તેમને તેમના વાસ્તવિક નામોથી નહીં પરંતુ તેમના પાત્રો ના નામથી ઓળખે છે. જો કે ભૂતકાળમાં ઘણા કલાકારોએ શો છોડી દીધો છે. આવી સ્થિતિમાં, શોના નિર્માતાઓ ( makers  ) માટે સૌથી મોટો પડકાર લોકોને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે જોડાયેલા રાખવાનો છે અને કોઈપણ રીતે શો ની ટીઆરપી બચાવવાનો છે. હવે આવી સ્થિતિમાં મેકર્સ શો માંથી ગુમ થયેલા સ્ટાર્સને જલ્દીથી જલ્દી પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Join Our WhatsApp Community

 ટીઆરપી પર પડી રહ્યો છે અસર

છેલ્લા કેટલાક મહિનામાં ઘણા લોકોએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડી દીધો છે, ત્યારબાદ તેની ટીઆરપી માં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. પરંતુ ગયા અઠવાડિયે ટીઆરપી ની રેસમાં આ શો ફરી એકવાર ટોપ 10 શોમાં સામેલ થયો છે. આવી સ્થિતિમાં, નિર્માતાઓ પર આ રેટિંગ જાળવી રાખવા માટે ઘણું દબાણ છે, જેના કારણે તેઓ કંઈપણ કરવા તૈયાર છે. કેટલાક અહેવાલો અનુસાર, નિર્માતાઓ શક્ય તેટલી વહેલી તકે શો માંથી ગુમ થયેલા પાત્રો ને પાછા લાવવા માટે કામ કરી રહ્યા છે. હા, અહેવાલો અનુસાર, નિર્માતાઓએ શોના ગુમ થયેલા પાત્રો ને પાછા લાવવાનું શરૂ કરી દીધું છે. તેમનો પ્રયાસ છે કે ગોકુલધામ સોસાયટી વહેલી તકે પૂર્ણ થાય અને સમગ્ર ટીમ સાથે મળીને દર્શકો નું મનોરંજન કરે.

આ સમાચાર પણ વાંચો:  ફિલ્મ ‘RRR ના ગીત ‘નાટુ-નાટુ’ ને ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ મળવા પર PM મોદીએ વ્યક્ત કરી ખુશી, ટ્વીટ દ્વારા કહી મોટી વાત

 નિર્માતા નવા કલાકારો ને કરી શકે છે કાસ્ટ

રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મેકર્સ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ને ટોપ 10ની યાદીમાં રાખવા માટે ગોકુલધામ સોસાયટી ને પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. પરંતુ તે રિપોર્ટ્સમાં હજુ એ સ્પષ્ટ નથી થયું કે મેકર્સ આમ કરવા માટે કેટલો સમય લેશે. પરંતુ અહેવાલો અનુસાર, એવું લાગે છે કે નિર્માતાઓ નવા કલાકારોને કાસ્ટ કરવાનું વિચારી રહ્યા છે.તમને જણાવી દઈએ કે, ભૂતકાળમાં ઘણા કલાકારોએ શો ને અલવિદા કહી દીધું છે. કાસ્ટમાં અભિનેત્રી દિશા વાકાણી, શૈલેષ લોઢા, નેહા મહેતાનો સમાવેશ થાય છે. બધાને શો છોડીને જતા જોઈને દર્શકો ચોંકી ગયા. હાલમાં જ શોના ડાયરેક્ટર માલવ રાજડા એ પણ શો ને અલવિદા કહી દીધું છે.

Hansika Motwani: હંસિકા મોટવાણી અને તેની માતા ની મુશ્કેલી વધી, અભિનેત્રી ની પૂર્વ ભાભી એ બંને પર લગાવ્યા આવા ગંભીર આરોપ
Taarak Mehta Ka Ooltah Chashmah : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ પૂર્ણ કર્યા 4500 એપિસોડ, વિવાદો વચ્ચે પણ શો ની યાત્રા યથાવત
Aryan Khan: ‘બેડસ ઓફ બોલીવૂડ’ સિરીઝ થી આર્યન ખાને ડાયરેકશન ની સાથે સાથે આ ક્ષેત્ર માં પણ કર્યું ડેબ્યુ
Two Much Teaser : ‘કોફી વિથ કરણ’ ને ટક્કર આપવા આવી રહ્યો છે ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’, શો નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ
Exit mobile version