Site icon

  Taarak Mehta Ka Ooltah Chashmah: વધુ એક એક્ટ્રેસે ‘તારક મહેતા’ના મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું- શો છોડી રહી છું…

Taarak Mehta Ka Ooltah Chashmah: પલક સિધવાની 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોનુ ભીડેની ભૂમિકા ભજવી રહી છે. પલક છેલ્લા કેટલાક સમયથી સમાચારોમાં છે. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા હતી કે મેકર્સે એક્ટ્રેસને કોન્ટ્રાક્ટ તોડવા બદલ લીગલ નોટિસ મોકલી છે. જો કે, અભિનેત્રીએ આ તમામ સમાચારો પર પ્રતિક્રિયા આપી અને તેને અફવા ગણાવી. નવીનતમ અપડેટ અનુસાર, પ્રોડક્શન હાઉસ નીલા ફિલ્મ પ્રોડક્શન્સે અભિનેત્રીને નોટિસ મોકલી છે અને પલક પણ તેનો જવાબ આપી ચૂકી છે. અભિનેત્રીએ નિર્માતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે.

Taarak Mehta Ka Ooltah Chashmah Palak Sindhwani Accuses Taarak Mehta Ka Ooltah Chashmah For Mental Harassment Panic Attack Got Legal Notice

Taarak Mehta Ka Ooltah Chashmah Palak Sindhwani Accuses Taarak Mehta Ka Ooltah Chashmah For Mental Harassment Panic Attack Got Legal Notice

News Continuous Bureau | Mumbai 

Taarak Mehta Ka Ooltah Chashmah:ટેલિવિઝન જગતનો સૌથી લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફરી એકવાર ચર્ચામાં છે. ઘણા સમયથી જોવા મળી રહ્યું છે કે પાત્રો શો છોડી રહ્યા છે. શો અને મેકર્સ અંગે વિવિધ પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે. હવે ફરી એકવાર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કાયદાકીય મુદ્દાને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં, મેકર્સે શોમાં સોનુ ભીડેનું પાત્ર ભજવતી પલક સિંધવાનીને કાનૂની નોટિસ મોકલી છે.

Join Our WhatsApp Community

Taarak Mehta Ka Ooltah Chashmah:અભિનેત્રીએ કોન્ટ્રાક્ટના ઘણા નિયમોનું ઉલ્લંઘન કર્યું

નોટિસની સાથે મેકર્સે પલક પર આરોપ લગાવ્યો છે કે અભિનેત્રીએ કોન્ટ્રાક્ટના ઘણા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જેની સીધી અસર શો અને પ્રોડક્શન કંપની પર પડી છે. કંપની ને ઘણું નુકસાન થયું છે. પલક સિંધવાની વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે નિર્માતાઓની સંમતિ વિના થર્ડ પાર્ટી સાથે હાથ મિલાવ્યા છે. જ્યારે તેના કોન્ટ્રાક્ટમાં લખેલું છે કે તે તેની વિરુદ્ધ કંઈ કરી શકે નહીં, આ મામલે પલકને નોટિસ આપવામાં આવી છે.

Taarak Mehta Ka Ooltah Chashmah:શોમાંથી  કપાઈ શકે છે પલક સિંધવાનીનું પત્તુ

મીડિયા રિપોર્ટ મુજબ, મેકર્સ તરફથી વારંવારના ઇનકાર અને લેખિત ચેતવણીઓ મળ્યા પછી પણ પલક સિંધવાની સંમત ન થઈ, તેણે આ બધું ચાલુ રાખ્યું. જેના કારણે શોને ઘણું નુકસાન થયું છે. પલકની હરકતો જોઈને મેકર્સે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું પગલું ભરવું પડ્યું. હવે માનવામાં આવી રહ્યું છે કે આ નોટિસ બાદ પલક સિંધવાનીને પણ શોમાંથી હટાવી દેવામાં આવી શકે છે.

Taarak Mehta Ka Ooltah Chashmah: પલક સિધવાનીએ આપી પ્રતિક્રિયા 

દરમિયાન મેકર્સ દ્વારા મોકલવામાં આવેલી લીગલ નોટિસ પર પલક સિધવાનીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. મીડિયા હાઉસ સાથે વાત કરતાં, અભિનેત્રીએ તારક મહેતાનો શો છોડી દીધો છે અને તેના વિશે નિર્માતાઓને જાણ કરી છે. શોમાં તેનો છેલ્લો દિવસ 30 સપ્ટેમ્બર છે. અભિનેત્રીએ નિર્માતાઓ પર તેના રાજીનામાની મંજૂરીમાં જાણી જોઈને વિલંબ કરવાનો આરોપ લગાવ્યો. અભિનેત્રીએ સ્વીકાર્યું કે તેણે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી અને કહ્યું હતું કે નિર્માતાઓને તેની સાથે કોઈ સમસ્યા નથી. પલકના કહેવા પ્રમાણે, જ્યારે તેણે પ્રોડક્શન હાઉસને શો છોડવાની વાત કહી તો ટીમે કોન્ટ્રાક્ટ તોડવા માટે આ પ્લાન બનાવ્યો.

આ સમાચાર પણ વાંચો : TMKOC: શું ‘તારક મહેતા..’ની સોનુએ કોન્ટ્રેક્ટ તોડ્યો?, કાનૂની કાર્યવાહીના સમાચાર પર અભિનેત્રીએ તોડ્યું મૌન; જાણો શું કહ્યું..

Taarak Mehta Ka Ooltah Chashmah:પલક સિધવાની તારક મહેતાનો શો કેમ છોડવા માંગે છે?

પલક સિધવાનીએ આગળ જણાવ્યું કે, હું મારા સ્વાસ્થ્યના કારણો અને પ્રોફેશનલ ગ્રોથને કારણે શો છોડવા માંગુ છું. મેં આ અંગે ઘણી બેઠકો કરી, પરંતુ કોઈ ઉકેલ આવ્યો નહી. આ શોષણ છે અને પાંચ વર્ષ સુધી કામ કર્યા પછી મને આશા નહોતી કે આવું થશે. અભિનેત્રીએ કહ્યું, મેકર્સ તેના માટે શોમાંથી બહાર નીકળવું મુશ્કેલ બનાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, અભિનેત્રીએ નિર્માતાઓ પર માનસિક રીતે હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે.

ઉલ્લેખનીય છે  કે અગાઉ અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે નિર્માતા અસિત મોદી, ઓપરેશન હેડ  અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર સામે ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી. અભિનેત્રીએ આરોપ લગાવ્યો હતો કે તેણે તેની સાથે ચેનચાળા કરવાનો પ્રયાસ કર્યો અને શારીરિક સંબંધ બાંધવાની ઓફર આપી. જેનિફરે તેનો કેસ જીતી લીધો હતો, ત્યારબાદ અસિત મોદીને તેને બાકીની રકમ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

Baaghi 4 OTT Release: ‘બાગી 4’ હવે સીધી તમારા ફોન પર,ટાઇગર શ્રોફની ફિલ્મ આજ થી આ પ્લેટફોર્મ થશે રિલીઝ
Shahid Kapoor Farzi 2: શાહિદ કપૂર બન્યો સૌથી મોંઘો સ્ટાર? ‘ફર્જી 2’ માટે લીધી આટલી મોટી ફી, રિલીઝ ડેટ પણ જાહેર
Smriti Irani Anupamaa Comparison: ‘અનુપમા’ સાથે ની તુલના પર સ્મૃતિ ઈરાની એ આપ્યો મોટો જવાબ, સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ
Akshay Kumar: અક્ષય કુમારને હાઈકોર્ટથી મોટી રાહત,પર્સનાલિટી રાઈટ્સનો મામલો, કોર્ટે શું કહ્યું?
Exit mobile version