News Continuous Bureau | Mumbai
Nidhi Bhanushali : ટીવીનો પ્રખ્યાત સિટકોમ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો દરેક ઉંમરના લોકોનો ફેવરિટ રહ્યો છે. આ શો ઘણા સમયથી હેડલાઇન્સમાં છે. એક તરફ ઘણા કલાકારો સતત આ શો છોડી રહ્યા છે. બીજી તરફ એક પછી એક શોના કલાકારો ગંભીર આરોપો લગાવી રહ્યા છે. વિવાદોને કારણે આ શો ખૂબ જ ચર્ચામાં છે. દરમિયાન હવે શોમાં રીટા રિપોર્ટરનો રોલ નિભાવી રહેલી પ્રિયા આહુજાએ ફરી એકવાર અસિત મોદી પર વધુ ગંભીર આરોપો લગાવ્યા છે.
પ્રિયા આહુજા એ નિધિ ભાનુશાલી ના શો છોડવા અંગે કર્યો ખુલાસો
પ્રિયા આહુજાએ તાજેતરમાં મીડિયા ને આપેલા એક ઈન્ટરવ્યુમાં ઘણી બાબતોનો ખુલાસો કર્યો હતો. પ્રિયાએ કહ્યું કે જ્યારે શોમાં સોનુની ભૂમિકા ભજવનાર નિધિ ભાનુશાલી એ શો છોડી દીધો, ત્યારે તેના પતિ અને શોના નિર્દેશક માલવ રાજડા ને તેના માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા. પ્રિયાએ કહ્યું કે શોના નિર્માતાઓ અસિત મોદી, માલવ અને ટપ્પુ સેનાના પાત્રો વચ્ચેના બોન્ડિંગથી કમ્ફર્ટેબલ નહોતા. તે નહોતા ઈચ્છતા કે માલવ તેમની સાથે આટલો જોડાયેલો રહે અને નિધિ ભાનુશાલી ના શોમાંથી બહાર થવાનું આ જ કારણ હતું. એટલું જ નહીં, પ્રિયાએ ઘણી બધી બાબતો પર ખુલાસો કર્યો કે કેવી રીતે માલવ અકસ્માતને કારણે શૂટિંગ માટે ન જઈ શક્યો ત્યારે સેટ પરની સમસ્યાઓ માટે માલવ રાજડા ને જવાબદાર ગણવામાં આવ્યો હતો. તે સમયે માલવને દોઢ મહિના માટે બેડ રેસ્ટ કરવાનો કહ્યો હતો, પરંતુ તેમ છતાં તે પોતાની જવાબદારી સમજીને 20 દિવસમાં સેટ પર પાછો ફર્યો હતો. પરંતુ તેમ છતાં તેને ટોણો મારવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે તેણે કાળજીપૂર્વક વાહન ચલાવવું જોઈએ
આ સમાચાર પણ વાંચો : Shahrukh khan ગૌરી માટે જીતેન્દ્ર કુમાર તુલી બન્યો હતો શાહરુખ ખાન, નામ બદલવાનું આ હતું ખાસ કારણ
માલવ રાજડા બાદ પ્રિયા આહુજા ને પણ કરવામાં આવી શો માંથી બહાર
માલવ રાજડા એ ગયા વર્ષે શો છોડી દીધો હતો પરંતુ પ્રિયા આહુજાએ શો છોડ્યો ન હતો. તે શોની ટીમને સતત મેસેજ કરી રહી હતી પરંતુ તેના મેસેજનો જવાબ આપવામાં આવ્યો ન હતો અને ન તો તેને 8 મહિનાથી શૂટિંગ માટે બોલાવવામાં આવી હતી. તેમજ જાણ કર્યા વિના, નિર્માતાઓએ નવી રીટા રિપોર્ટરને શોધી કાઢી અને તેની ઝલક પણ તાજેતરના એપિસોડમાં બતાવવામાં આવી. જે બાદ પ્રિયાગુસ્સે થઇ હતી અને તેણે અસિત મોદી વિરુદ્ધ ઘણા ખુલાસા કર્યા હતા.