Site icon

Nidhi Bhanushali : ફરી તારક મહેતા ના નિર્માતા પર ગુસ્સે થઇ રીટા રિપોર્ટર, પ્રિયા આહુજા એ નિધિ ભાનુશાલી ના શો છોડવા પાછળ કર્યો ચોંકાવનારો ખુલાસો

 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. દરમિયાન હવે શોમાં રીટા રિપોર્ટરનો રોલ નિભાવી રહેલી પ્રિયા આહુજાએ ફરી એકવાર અસિત મોદી પર વધુ ગંભીર આરોપો લગાવ્યા છે.

taarak mehta ka ooltah chashmah priya ahuja reveals sonu aka nidhi bhanushali exit from show

taarak mehta ka ooltah chashmah priya ahuja reveals sonu aka nidhi bhanushali exit from show

News Continuous Bureau | Mumbai

Nidhi Bhanushali : ટીવીનો પ્રખ્યાત સિટકોમ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો દરેક ઉંમરના લોકોનો ફેવરિટ રહ્યો છે. આ શો ઘણા સમયથી હેડલાઇન્સમાં છે. એક તરફ ઘણા કલાકારો સતત આ શો છોડી રહ્યા છે. બીજી તરફ એક પછી એક શોના કલાકારો ગંભીર આરોપો લગાવી રહ્યા છે. વિવાદોને કારણે આ શો ખૂબ જ ચર્ચામાં છે. દરમિયાન હવે શોમાં રીટા રિપોર્ટરનો રોલ નિભાવી રહેલી પ્રિયા આહુજાએ ફરી એકવાર અસિત મોદી પર વધુ ગંભીર આરોપો લગાવ્યા છે.

Join Our WhatsApp Community

પ્રિયા આહુજાનિધિ ભાનુશાલી ના શો છોડવા અંગે કર્યો ખુલાસો

પ્રિયા આહુજાએ તાજેતરમાં મીડિયા ને આપેલા એક ઈન્ટરવ્યુમાં ઘણી બાબતોનો ખુલાસો કર્યો હતો. પ્રિયાએ કહ્યું કે જ્યારે શોમાં સોનુની ભૂમિકા ભજવનાર નિધિ ભાનુશાલી એ શો છોડી દીધો, ત્યારે તેના પતિ અને શોના નિર્દેશક માલવ રાજડા ને તેના માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા. પ્રિયાએ કહ્યું કે શોના નિર્માતાઓ અસિત મોદી, માલવ અને ટપ્પુ સેનાના પાત્રો વચ્ચેના બોન્ડિંગથી કમ્ફર્ટેબલ નહોતા. તે નહોતા ઈચ્છતા કે માલવ તેમની સાથે આટલો જોડાયેલો રહે અને નિધિ ભાનુશાલી ના શોમાંથી બહાર થવાનું આ જ કારણ હતું. એટલું જ નહીં, પ્રિયાએ ઘણી બધી બાબતો પર ખુલાસો કર્યો કે કેવી રીતે માલવ અકસ્માતને કારણે શૂટિંગ માટે ન જઈ શક્યો ત્યારે સેટ પરની સમસ્યાઓ માટે માલવ રાજડા ને જવાબદાર ગણવામાં આવ્યો હતો. તે સમયે માલવને દોઢ મહિના માટે બેડ રેસ્ટ કરવાનો કહ્યો હતો, પરંતુ તેમ છતાં તે પોતાની જવાબદારી સમજીને 20 દિવસમાં સેટ પર પાછો ફર્યો હતો. પરંતુ તેમ છતાં તેને ટોણો મારવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે તેણે કાળજીપૂર્વક વાહન ચલાવવું જોઈએ

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan  ગૌરી માટે જીતેન્દ્ર કુમાર તુલી બન્યો હતો શાહરુખ ખાન, નામ બદલવાનું આ હતું ખાસ કારણ

માલવ રાજડા બાદ પ્રિયા આહુજા ને પણ કરવામાં આવી શો માંથી બહાર

માલવ રાજડા એ ગયા વર્ષે શો છોડી દીધો હતો પરંતુ પ્રિયા આહુજાએ શો છોડ્યો ન હતો. તે શોની ટીમને સતત મેસેજ કરી રહી હતી પરંતુ તેના મેસેજનો જવાબ આપવામાં આવ્યો ન હતો અને ન તો તેને 8 મહિનાથી શૂટિંગ માટે બોલાવવામાં આવી હતી. તેમજ જાણ કર્યા વિના, નિર્માતાઓએ નવી રીટા રિપોર્ટરને શોધી કાઢી અને તેની ઝલક પણ તાજેતરના એપિસોડમાં બતાવવામાં આવી. જે બાદ પ્રિયાગુસ્સે થઇ હતી અને તેણે અસિત મોદી વિરુદ્ધ ઘણા ખુલાસા કર્યા હતા.

Hrithik Roshan birthday special: પહેલી કમાણી માત્ર 100, આજે વર્ષે કમાય છે કરોડો! જાણો કેવી રીતે ઋતિક રોશને ઉભું કર્યું 3100 કરોડનું સામ્રાજ્ય
The Raja Saab: ‘ધ રાજા સાબ’ ના રિલીઝ દિવસે થિયેટરમાં જોવા મળ્યો અજીબ નજારો, પ્રભાસના ફેન્સ મગર લઈને પહોંચ્યા!જાણો વાયરલ વિડીયો ની હકીકત
The Raja Saab Movie Review: પ્રભાસનો સ્ટાઈલિશ લુક પણ નબળી વાર્તાને બચાવી શક્યો નહીં, દર્શકોની ધીરજની આકરી કસોટી કરતી ફિલ્મ
The Raja Saab Cast Fees: પ્રભાસનો મોટો ધડાકો! ‘રાજા સાબ’ માટે વસૂલી એટલી ફી કે બોલિવૂડના ખાન પણ રહી ગયા પાછળ, આંકડો જાણીને ચોંકી જશો
Exit mobile version