Site icon

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત મોદી ની મુશ્કેલી વધી, પોલીસે તેમની સાથે અન્ય બે વ્યક્તિઓ વિરુદ્ધ કરી આ કાર્યવાહી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદી ખરાબ રીતે ફસાયેલા છે. પોલીસે અસિત મોદી અને શો સાથે જોડાયેલા અન્ય બે લોકો વિરુદ્ધ FIR નોંધી છે. આ શોમાં કામ કરનાર અભિનેત્રીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો

taarak mehta ka ooltah chashmah producer asit modi and 2 others faces fir charges for sexual harassment

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતા અસિત મોદી ની મુશ્કેલી વધી, પોલીસે તેમની સાથે અન્ય બે વ્યક્તિઓ વિરુદ્ધ કરી આ કાર્યવાહી

News Continuous Bureau | Mumbai

મુંબઈ પોલીસે સોમવારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત મોદી વિરુદ્ધ જાતીય સતામણીના આરોપમાં FIR નોંધી છે. તેની સાથે શોના અન્ય બે લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. અસિત મોદી છેલ્લા કેટલાક સમયથી જાતીય શોષણના આરોપોનો સામનો કરી રહ્યા છે. એક અભિનેત્રીએ તેની સામે એફઆઈઆર નોંધાવી છે. અભિનેત્રીએ શોના ઓપરેશન હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ સામે પણ ફરિયાદ કરી હતી, જેના આધારે પોલીસે કેસ નોંધ્યો છે.

Join Our WhatsApp Community

 

અસિત મોદી અને અન્ય બે વ્યક્તિ વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર 

ગયા મહિને અભિનેત્રીએ અસિત મોદી, સોહેલ રામાણી અને જતીન બજાજ વિરુદ્ધ સેટ પર કથિત જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેનું નિવેદન પણ નોંધ્યું હતું. ભારતીય દંડ સંહિતાની કલમ 354 અને 509 હેઠળ FIR નોંધવામાં આવી છે.આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ જણાવ્યું કે અસિત મોદીએ તેનું યૌન શોષણ કર્યું હતું. શરૂઆતમાં તેણીએ કામ ગુમાવવાના ડરથી તેની અવગણના કરી હતી પરંતુ હવે તે સહન કરશે નહીં. મીડિયા સાથેની વાતચીતમાં અભિનેત્રીએ કહ્યું, ‘સૌથી મહત્વની બાબત એ છે કે હું આ પૈસા માટે નથી કરી રહી. હું માત્ર સત્ય અને વિજય માટે જ કરી રહી છું. તેણે સ્વીકારવું પડશે કે તેણે મારી સાથે ખોટું કર્યું છે અને હાથ જોડીને માફી માંગવી પડશે. તે મારી પ્રતિષ્ઠા અને સ્વાભિમાનનો પ્રશ્ન છે.’

 

અસિત મોદી એ આરોપ ને ગણાવ્યા હતા ખોટા 

બીજી તરફ અસિત મોદીએ જેનિફર ઘ્વારા લગાવવામાં આવેલા આ આરોપોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા હતા. તેણે કહ્યું કે તે અભિનેત્રી સામે કાયદાકીય કાર્યવાહી કરશે. તેણી તેને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. શોમાંથી કાઢી મુકવાને કારણે તે આવા આરોપો લગાવી રહી છે.હવે આ મામલે પોલીસે અસિત મોદી, સોહેલ રામાણી અને જતીન બજાજ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. 

આ સમાચાર પણ વાંચો: ‘આદિપુરુષ’ ના નિર્માતા ની વધી મુશ્કેલી, હવે આ મામલે ફિલ્મ વિરુદ્ધ નોંધાઈ FIR, જાણો વિગત

Dharmendra Hema Malini: ધર્મેન્દ્ર પછી બદલાઈ ગયું સમીકરણ? હેમા માલિની અને દેઓલ પરિવારના સંબંધો પર શોભા ડેના દાવાએ વધારી સનસનાટી
Dhurandhar: પાકિસ્તાનમાં પણ રણવીરનો પાવર! શાહરૂખ અને રજનીકાંતના રેકોર્ડ તોડી ‘ધુરંધર’ બની નંબર-1; જાણો શું છે મામલો
Shilpa Shetty: વિવાદો વચ્ચે પણ બિઝનેસ ટાયકૂન બની શિલ્પા: બેસ્ટિયન પર આઈટી તવાઈ છતાં નવી હોટેલ શરૂ કરવાની તૈયારી, ઇન્સ્ટાગ્રામ પર આપી માહિતી
Tu Meri Main Tera…’ Trailer Out: કાર્તિક-અનન્યાનો મેજિક કે પછી એ જ જૂની વાર્તા? રિલીઝ થયું ‘તૂ મેરી મૈં તેરા…’નું ટ્રેલર, કેમેસ્ટ્રી હિટ પણ સ્ક્રિપ્ટમાં દમ નથી!
Exit mobile version