’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ( taarak mehta ka ooltah chashmah ) એક એવો શો છે, જે ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. શોના દરેક પાત્રને દર્શકોએ અપાર પ્રેમ વરસાવ્યો છે. શોમાં રીટા રિપોર્ટરની ( rita reporter ) ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી પ્રિયા આહુજા ( priya ahuja ) ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. પ્રિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને તેની ફેન ફોલોઈંગ પણ મજબૂત છે. પરંતુ ઘણી વખત તે પોતાના કપડા માટે ટ્રોલના ( trolls ) નિશાના હેઠળ આવે છે. હવે અભિનેત્રીએ મુંહતોડ જવાબ આપીને ટ્રોલ્સને શાંત કરી દીધા છે.
ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી ને થઇ ટ્રોલ
પ્રિયા આહુજાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં તે બેડરૂમમાં બેડ પર બેઠેલી સાટિન ડ્રેસમાં પોઝ આપી રહી હતી. આ તસવીર શેર કરતી વખતે તેણે કેપ્શન આપ્યું હતું કે, તમે કોણ છો તેના પર એટલો વિશ્વાસ રાખો કે કોઈનો અભિપ્રાય અથવા અસંમતિ તમને ડગાવી ન શકે. એક્ટ્રેસની આ પોસ્ટ બાદથી તે ટ્રોલના નિશાના પર આવી ગઈ છે અને તેઓ વિવિધ કોમેન્ટ્સ કરવા લાગ્યા છે.
આ સમાચાર પણ વાંચો: Income Tax News : ઘરમાં કેટલી રોકડ રાખી શકશો? જાણો વિગત અહીં, નહીં તો 137 ટકા ટેક્સ ભરવો પડશે
View this post on Instagram
અભિનેત્રી એ આપ્યો આનો મુંહતોડ જવાબ
આ પછી પ્રિયા આહુજાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક લાંબી પોસ્ટ શેર કરી અને ટ્રોલર્સ ને ક્લાસ લગાવી. મારી લેટેસ્ટ તસવીરો પર મને ટ્રોલ કરનારાઓને અભિનેત્રીએ લખ્યું, ‘હું તે બધાને કહેવા માંગુ છું કે તમે લોકો મારા વિશે શું વિચારો છો તેની મને બિલકુલ પરવા નથી. તમારામાંથી ઘણાએ મારા પતિ માલવ (તારક મહેતાના દિગ્દર્શક)નું નામ લીધું છે અને કહ્યું છે કે હું કેવી પત્ની છું અને તે મને આવા કપડાં કેવી રીતે પહેરવા દે છે.પ્રિયાએ આગળ લખ્યું, ‘તમારામાંથી કેટલાક એ અરદાસ (અભિનેત્રીના પુત્ર) વિશે પણ લખ્યું છે કે તે તેની માતા વિશે શું વિચારશે અથવા હું તેને માતા તરીકે શું શીખવીશ. તો માલવ અને અરદાસને નક્કી કરવા દો કે હું કેવી પત્ની અને માતા છું. અને હું તમને કહી દઉં કે મને ડ્રેસ પહેરવા માટે કોઈની પરવાનગીની જરૂર નથી. હું નક્કી કરું છું કે મારે શું પહેરવું અને કેવું જીવન જીવવું છે, તે ફક્ત મારો નિર્ણય હશે. મને તમારા સૂચનો અને સલાહની જરૂર નથી.