Site icon

બેડરૂમના ફોટા શેર કરીને ટ્રોલના નિશાન પર આવી ‘તારક મહેતા’ની રીટા રિપોર્ટર, ટ્રોલર્સ ને આપ્યો આનો મુંહતોડ જવાબ

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવનાર પ્રિયા આહુજાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના બેડરૂમ ની એક તસવીર શેર કરી છે સજૅના કારણે તે ટ્રોલર્સ ના નિશાન પર આવી ગઈ છે આના વળતા જવાબ માં ટ્રોલર્સ ની ક્લાસ લગાવી દીધી છે.

taarak mehta ka ooltah chashmah rita reporter aka priya ahuja hits backs to trolls

બેડરૂમના ફોટા શેર કરીને ટ્રોલના નિશાન પર આવી 'તારક મહેતા'ની રીટા રિપોર્ટર, ટ્રોલર્સ ને આપ્યો આનો મુંહતોડ જવાબ

News Continuous Bureau | Mumbai

’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ( taarak mehta ka ooltah chashmah  ) એક એવો શો છે, જે ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. શોના દરેક પાત્રને દર્શકોએ અપાર પ્રેમ વરસાવ્યો છે. શોમાં રીટા રિપોર્ટરની ( rita reporter ) ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી પ્રિયા આહુજા ( priya ahuja ) ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. પ્રિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને તેની ફેન ફોલોઈંગ પણ મજબૂત છે. પરંતુ ઘણી વખત તે પોતાના કપડા માટે ટ્રોલના ( trolls ) નિશાના હેઠળ આવે છે. હવે અભિનેત્રીએ મુંહતોડ જવાબ આપીને ટ્રોલ્સને શાંત કરી દીધા છે.

Join Our WhatsApp Community

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી ને થઇ ટ્રોલ

પ્રિયા આહુજાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં તે બેડરૂમમાં બેડ પર બેઠેલી સાટિન ડ્રેસમાં પોઝ આપી રહી હતી. આ તસવીર શેર કરતી વખતે તેણે કેપ્શન આપ્યું હતું કે, તમે કોણ છો તેના પર એટલો વિશ્વાસ રાખો કે કોઈનો અભિપ્રાય અથવા અસંમતિ તમને ડગાવી ન શકે. એક્ટ્રેસની આ પોસ્ટ બાદથી તે ટ્રોલના નિશાના પર આવી ગઈ છે અને તેઓ વિવિધ કોમેન્ટ્સ કરવા લાગ્યા છે.

આ સમાચાર પણ વાંચો:  Income Tax News : ઘરમાં કેટલી રોકડ રાખી શકશો? જાણો વિગત અહીં, નહીં તો 137 ટકા ટેક્સ ભરવો પડશે

અભિનેત્રી એ આપ્યો આનો મુંહતોડ જવાબ

આ પછી પ્રિયા આહુજાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક લાંબી પોસ્ટ શેર કરી અને ટ્રોલર્સ ને ક્લાસ લગાવી. મારી લેટેસ્ટ તસવીરો પર મને ટ્રોલ કરનારાઓને અભિનેત્રીએ લખ્યું, ‘હું તે બધાને કહેવા માંગુ છું કે તમે લોકો મારા વિશે શું વિચારો છો તેની મને બિલકુલ પરવા નથી. તમારામાંથી ઘણાએ મારા પતિ માલવ (તારક મહેતાના દિગ્દર્શક)નું નામ લીધું છે અને કહ્યું છે કે હું કેવી પત્ની છું અને તે મને આવા કપડાં કેવી રીતે પહેરવા દે છે.પ્રિયાએ આગળ લખ્યું, ‘તમારામાંથી કેટલાક એ અરદાસ (અભિનેત્રીના પુત્ર) વિશે પણ લખ્યું છે કે તે તેની માતા વિશે શું વિચારશે અથવા હું તેને માતા તરીકે શું શીખવીશ. તો માલવ અને અરદાસને નક્કી કરવા દો કે હું કેવી પત્ની અને માતા છું. અને હું તમને કહી દઉં કે મને ડ્રેસ પહેરવા માટે કોઈની પરવાનગીની જરૂર નથી. હું નક્કી કરું છું કે મારે શું પહેરવું અને કેવું જીવન જીવવું છે, તે ફક્ત મારો નિર્ણય હશે. મને તમારા સૂચનો અને સલાહની જરૂર નથી.

Haq Got UA Certificate: યામી ગૌતમ અને ઇમરાન હાશમીની ‘હક’ ફિલ્મ થઇ સેન્સર બોર્ડ માં પાસ, કોઈ પણ કટ વગર મળી મંજૂરી
Rashmika Mandanna: રશ્મિકા મંદાના એ પહેલીવાર ફ્લોન્ટ કરી પોતાની એંગેજમેન્ટ રિંગ, કિંમત જાણી તમારા પણ ઉડી જશે હોશ
Delhi Crime 3 Trailer Out: ફરી એકવાર DCP વર્તિકા ની દમદાર ભૂમિકા માં જોવા મળી શેફાલી શાહ, ‘દિલ્હી ક્રાઈમ 3’નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ
Bahubali: The Epic OTT Release: થિયેટરો માં ધૂમ મચાવી રહેલી બાહુબલી ધ એપિક ની ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો પ્રભાસ ની ફિલ્મ
Exit mobile version