News Continuous Bureau | Mumbai
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આ દિવસોમાં સિરિયલ કરતાં કાસ્ટ નો શો છોડી દેવા ને લઇ ને ચર્ચામાં છે. ગયા વર્ષે તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાએ મોટો ધડાકો કરતાં કહ્યું હતું કે શોના નિર્માતાઓએ હજુ તેની બાકી રકમ ચૂકવવાની બાકી છે. આ પછી નિર્માતા અસિત મોદી અને જૂના તારક મહેતા વચ્ચે શબ્દયુદ્ધ શરૂ થયું.ત્યારબાદ અસિત મોદી એ આ વિશે ખુલાસો પણ કર્યો હતો.
શૈલેષ લોઢા ની પોસ્ટ થઇ વાયરલ
શૈલેષ લોઢાએ થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી હતી,તસવીર જોઈ ને તમને લાગશે કે આમાં શું ખાસ છે! તો તમને જણાવીએ કે ખાસિયત તસવીર માં નહિ પરંતુ તેમાં રહેલા કેપ્શનમાં છે જેમાં શૈલેષ લોઢા કોઈને ખુલ્લેઆમ ચેલેન્જ આપતો જોવા મળે છે.પોતાની તસવીર સાથે કેપ્શનમાં લખ્યું- ‘પ્રાર્થના કરો કે મારી હિંમત સુરક્ષિત રહે, આ એક દીવો ઘણા તોફાનો પર ભારે છે… શૈલેષ લોઢાએ આ પંક્તિઓ પછી લખ્યું કે હવે યુદ્ધ થશે.. ‘આ પર થી લોકોએ એવું પણ અનુમાન લગાવ્યું હતું કે આ બધા તીર અસિત મોદી પર જ ચલાવવામાં આવી રહ્યા છે.લોકો કહી રહ્યા છે કે ‘અસિત મોદીની હવે ખેર નથી’. તો કોઈ કહે કે ‘જંગ થશે, પણ કેવી હશે.’
શૈલેષ લોઢા એ નિર્માતા પર સાધ્યું હતું નિશાન
તાજેતરમાં એક ઈવેન્ટમાં ગયેલા શૈલેષ લોઢાની પીડા ત્યારે દેખાઈ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શો છોડવાનું કારણ શું છે. આ દરમિયાન તેણે ફરી એકવાર શોના નિર્માતાઓ પર નિશાન સાધતા કહ્યું કે, ‘કોઈ નિર્માતા અભિનેતાથી મોટો ન હોઈ શકે, તે એક બિઝનેસમેન છે. ‘જ્યારે પણ વેપારી કવિ, અભિનેતા પર પ્રભુત્વ જમાવે છે, ત્યારે જ્વાળામુખી ફાટી નીકળશે.’ આ અંગે સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચા થઈ હતી.
