News Continuous Bureau | Mumbai
TMKOC : ટીવી નો પ્રખ્યાત કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં છેલ્લા ઘણા દિવસોથી જબરદસ્ત ઉથલપાથલ ચાલી રહી છે. એક પછી એક ઘણા કલાકારોએ શો છોડી દીધો. ઘણા જૂના પાત્રોએ નિર્માતાઓ પર ઘણા આરોપો લગાવ્યા. શોમાં ‘મહેતા સાહબ’ના રોલમાં દર્શકોના દિલમાં જગ્યા બનાવનાર અભિનેતા શૈલેષ લોઢા(Shailesh Lodha) એ પણ શો ના નિર્માતા અસિત મોદી(asit modi) સામે બાકી રકમ ન ચૂકવવા બદલ કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં અભિનેતા નો વિજય થયો છે.
અસિત મોદી સામે કરેલો કેસ જીતી ગયો શૈલેષ લોઢા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં 14 વર્ષ સુધી મહેતા સાહેબ ના પાત્રમાં જોવા મળેલા શૈલેષ લોઢાએ નિર્માતા અસિત કુમાર મોદી સાથેના અણબનાવ બાદ શો છોડી દીધો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે શૈલેષ તેના બની ના નાણાં ની રાહ જોઈ રહ્યો હતો પરંતુ તેને તેના બાકી ના નાણાં મળ્યા ન હતા. આ પછી તેણે કેસ(case) નોંધાવ્યો હતો. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે દાખલ કરેલો કેસ જીતી લીધો છે. મીડિયા માં એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અસિત મોદી ને હવે શૈલેષ લોઢા ને 1.05 કરોડ ચૂકવવા પડશે. મીડિયા રિપોર્ટ અનુસાર, ‘એગ્રીમેન્ટની શરતો મુજબ, અસિત મોદી ડિમાન્ડ ડ્રાફ્ટ(Demand draft) દ્વારા શૈલેષને રૂ. 1,05,84,000 ચૂકવશે. શૈલેષે આ વર્ષની શરૂઆતમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)નો સંપર્ક કર્યો હતો અને તેના એક વર્ષ નાં બાકી લેણાં ની ચુકવણી ની માંગ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : BEST Strike: બેસ્ટના કોન્ટ્રાક્ટ પર કામ કરનારા કર્મચારીઓની હડતાલ યથાવત, હડતાલનો છઠ્ઠો દિવસ, મુંબઈના મુસાફરોની દુર્દશા.. જાણો હાલ શું સ્થિતિ છે….
શૈલેષ લોઢા એ મીડિયા સાથે કરી વાતચીત
આ પછી શૈલેષે મીડિયા કહ્યું, ‘આ લડાઈ ક્યારેય પૈસાને લઈને નહોતી. તે ન્યાય અને સ્વાભિમાન વિશે હતી. મને લાગે છે કે મેં યુદ્ધ જીત્યું છે અને હું ખુશ છું કે સત્યનો વિજય થયો છે. તે (અસિત) ઇચ્છતો હતો કે હું મારા લેણાંની ચુકવણી માટે કેટલાક કાગળો પર સહી કરું. તેમની પાસે કેટલીક કલમો હતી જેમ કે તમે મીડિયા અને અન્ય બાબતો સાથે વાત કરી શકતા નથી. હું નમ્યો નહિ. મારા પૈસા મેળવવા માટે હું કોઈ કાગળ પર શા માટે સહી કરું?’