News Continuous Bureau | Mumbai
Taarak mehta ka ooltah chashmah Sonu: અભિનેત્રી ઝીલ મહેતાએ ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નાની સોનુની ભૂમિકા ભજવી હતી. તે શો સાથે શરૂઆત થી જોડાયેલી હતી.ત્યારબાદ ઝીલે આ શો ને અલવિદા કહી દીધું હતું. શો છોડવાની સાથે જ ઝીલે ટીવી ઈન્ડસ્ટ્રીને પણ અલવિદા કહી દીધું.હવે ઝિલ મહેતાના જીવન માં રીલ લાઈફ નહીં પરંતુ રિયલ લાઈફ ટપ્પુ ની એન્ટ્રી થઇ છે. ઝીલ મહેતાએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી છે. ઝીલે આ ખાસ પ્રસંગનો એક સુંદર વીડિયો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.
ઝીલ મહેતા એ કરી સગાઇ
ઝીલ મહેતા એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે, ઝીલ ના બોયફ્રેન્ડ આદિત્ય એ પ્રપોઝ ની બધી તૈયારી કરી રાખી છે. ઝીલ મહેતા એ લાલ કલર નો ડ્રેસ પહેર્યો છે તેમજ તેની આંખ પર પટ્ટી બાંધવામાં આવી છે. ત્યારબાદ આદિત્ય ઝીલ ની સામે શાહરૂખ ખાનની સ્ટાઈલમાં ડાન્સ કરે છે અને ઝીલ ને પ્રપોઝ કરે છે. આ પ્રસંગે અભિનેત્રી ખુશીથી રડવા લાગે છે. અને વારંવાર તેના આંસુ છુપાવવાનો પ્રયાસ કરે છે અને તેના બોયફ્રેન્ડને ગળે લગાવે છે. ઝીલ નો આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. ઝીલ ની આ પોસ્ટ પર સૌથી પહેલા ઝીલ ને તેના રીલ લાઈફ ટપ્પુ એટલેકે ભવ્ય ગાંધી એ તેને શુભેચ્છા પાઠવી હતી.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, ઝીલ મહેતાએ અભિનય છોડીને મેકઅપ આર્ટિસ્ટ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. તે લાંબા સમયથી આદિત્યને ડેટ કરી રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો ઝીલ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. જો કે ઝીલ ક્યારે લગ્ન કરશે તેની માહિતી હજુ સુધી સામે આવી નથી.
આ સમાચાર પણ વાંચો : Aryan khan: શું બોલિવૂડ ના આ સુપરસ્ટાર પર આધારિત છે આર્યન ખાન ની વેબ સિરીઝ ‘સ્ટારડમ’? જાણો કેવી છે સિરીઝ ની વાર્તા