તારક મહેતા ની આ અભિનેત્રી ને આર્થિક તંગી નો કરવો પડ્યો હતો સામનો-2 હજાર બચાવવા બદલતી હતી ઘર-સંભળાવી પોતાની આપવીતી

News Continuous Bureau | Mumbai

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC)વર્ષોથી દર્શકોને હસાવે છે. શોમાં દરેક એક્ટર પોતાના પાત્ર માટે જાણીતા છે. તેને ઘણી લોકપ્રિયતા પણ મળી પરંતુ તારક મહેતાની સોનુ એટલે કે પલક સિધવાની (Palak Sidhvani)માટે ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ મેળવવું આસાન નહોતું. કરિયરની શરૂઆતમાં તેને આર્થિક મુશ્કેલીઓનો(financial crisis) સામનો કરવો પડ્યો હતો. પલક જણાવે છે કે તે પીજીમાં રહેતી હતી. તેણે મુંબઈમાં(Mumbai) પોતાનું ઘર બદલ્યું હતું જેથી તે બે હજાર રૂપિયા બચાવી શકે.

Join Our WhatsApp Community

પલક એક યુટ્યુબર(youtuber) પણ છે. તેના સબસ્ક્રાઈબર્સની સંખ્યા લાખોમાં છે. તે લોકડાઉન(lockdown) દરમિયાન તેની યુટ્યુબ ચેનલ (youtube channel)શરૂ કરવા માંગતી હતી પરંતુ તે જ્યાં રહેતી હતી તે ઘર એવું ન હતું કે તે ત્યાં શૂટિંગ(shooting) કરી શકે. એક મીડિયા હાઉસ સાથેના ઈન્ટરવ્યુમાં પલક કહે છે, “ગ્રેજ્યુએશનનો(graduation) અભ્યાસ પૂરો થઈ ગયો હતો.’ હું કાસ્ટિંગનું (casting)કામ કરતી હતી. પૈસાની જરૂર હતી. મેં ટીવી શો માટે ઓડિશન(audition) આપવાનું શરૂ કર્યું અને તારક મહેતા માટે ઓડિશન આપ્યું. મને એક સંકેત મળ્યો કે આ હું છું. શોર્ટલિસ્ટ(shortlist) થયા પછી મને કૉલ્સ આવવા લાગ્યા પણ કંઈ નહોતું થયું ત્યારે મને ખૂબ જ દુઃખ થયું. જ્યારે મેં આશા ગુમાવી દીધી, ત્યારે અચાનક મને 'તારક મહેતા' (TMKOC)મળી અને તે પછી મારું જીવન બદલાઈ ગયું.’પલકે આગળ કહ્યું, 'તારક મહેતાના 6-7 મહિના પછી મેં મારી ચેનલ શરૂ કરી. તે સમયે હું 1 BHK માં રહેતી હતી. હું કોલેજમાં હતી ત્યારે હું પીજી(payinguest) માં રહેતી હતી. શો મળ્યા પછી અમે 1 BHK માં શિફ્ટ થયા, મેં મારા ભાઈને કહ્યું કે હવે મારી પાસે એક શો છે અને અમે ભાડું (rent)ચૂકવી શકીએ છીએ. અમને આ ફ્લેટ અમારા બજેટમાં મળ્યો. હું મારા પરિવાર સાથે અહીં શિફ્ટ થઇ.’

આ સમાચાર પણ વાંચો : સોનાલી ફોગાટ ડેથ કેસ- ગોવા પોલીસે વધુ એક વ્યક્તિની કરી ધરપકડ

'લોકડાઉન શરૂ થઈ ગયું હતું તેથી હું મારી યુટ્યુબ ચેનલ શરૂ કરવા માંગતી હતી. પણ લિવિંગ રૂમ(living room) બહુ નાનો હતો. મારા હાથમાં કંઈ નહોતું, અને મને કંઈ ખબર પણ નહોતી. મારું ઘર એવું હતું કે હું તેને કેમેરામાં(camera) બતાવી નહોતી શકતી. મેં અને મારા ભાઈએ એક પ્લાન બનાવ્યો અને 15 હજારનું બજેટ બનાવ્યું. અમે એક નાનો સોફા, થોડી પેઇન્ટિંગ(painting) લઈને ઘરનો એક ખૂણો શૂટિંગ માટે બનાવ્યો’.પલક કહે છે કે 'પહેલાં હું પીજીમાં(payinguest) રહેતી હતી અને મુંબઈમાં (Mumbai)ઘણાં ઘરો બદલ્યાં હતાં. હું 2 હજાર બચાવી શકું તે માટે હું ઘર બદલતી હતી. આખરે અમે 1 bhk પછી 2 bhk અને હવે 3 bhk એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયા. તે ભાડા પર છે. મારે મારું ઘર ખરીદવું છે. મારી કારકિર્દી જે ગતિએ આગળ વધી રહી છે તેનાથી હું ખૂબ જ ખુશ છું.’

Dhurandhar: રેટ્રો ટચ અને હાઈ-વોલ્ટેજ એક્શન! ‘ધુરંધર’ના સંગીતે જીત્યા દિલ, રણવીર-અક્ષયના સીન્સમાં મ્યુઝિકે ફૂંકી જાન
KSBKBT 2: કેમ તુલસીએ છોડ્યું શાંતિનિકેતન? KSBKBT 2 માં જબરદસ્ત વળાંક, મિહિર ઉર્ફે અમર ઉપાધ્યાયે વ્યક્ત કર્યું પોતાનું દર્દ
Hema Malini : દેઓલ પરિવારથી અંતર કે મજબૂરી? ધર્મેન્દ્ર માટે હેમા માલિનીની અલગ પ્રાર્થના સભા પાછળનું સત્ય આવ્યું સામે, જાણો મનોજ દેસાઈએ શું કહ્યું.
KBC 16: કાર્તિક આર્યને અમિતાભ બચ્ચનને પૂછ્યો અજીબ સવાલ, બિગ બીએ મજાકિયા અંદાજમાં લગાવી ફટકાર!
Exit mobile version