ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 માર્ચ 2021
ટેલિવિઝન જગતનો કોમેડી શો તારક મહેતા કા ઉલટા ચશ્મા ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરતો આવી રહ્યો છે. હવે આ શોને એનિમેટેડ સીરીઝમાં ફેરવવામાં આવી રહ્યો છે. એપ્રિલમાં સોની સબ એનિમેટેડ સીરીઝ બતાવશે. જેમાં શોના લોકપ્રિય પાત્રો જેઠાલાલ, દયા, બાપૂજી અને ટપુસેનાને એક શાનદાર અવતારમાં બતાવવામાં આવ્યા છે. આ શો બાળકોની ચેનલ Sony Yay પર ટેલિકાસ્ટ થશે..
સોનીએ તાજેતરમાં જ આ ખુલાસો કર્યો છે. સોનીએ શોનો પ્રોમો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો હતો, જેમાં ટપુ, જેઠાલાલ, દયાબેન, બાપૂજી અને શોના બીજા અન્ય પાત્રોને એનિમેટેડ અવતારમાં બતાવાયા છે.
ઉલ્લેખનીય છે કે આ શો 2008માં પહેલીવાર પ્રસારિત થયો હતો અને ત્યારથી તે ટેલિવિઝન પર સફળતાપૂર્વક ચાલી રહ્યો છે.
