Site icon News Continuous Bureau | Mumbai

Taarak Mehta Ka Ooltah Chashmah: શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આવશે નવી દયાબેન?અસિત મોદીએ કરી આવી જાહેરાત

Taarak Mehta Ka Ooltah Chashmah: દિશા વકાનીના 2017માં શો છોડ્યા બાદ હવે તારક મહેતા માં નવી અભિનેત્રી લાવવાનો નિર્ણય, ફેન્સ માટે રાહતના સમાચાર

Taarak Mehta Ka Ooltah Chashmah to Introduce New Dayaben, Says Asit Modi

Taarak Mehta Ka Ooltah Chashmah to Introduce New Dayaben, Says Asit Modi

News Continuous Bureau | Mumbai

Taarak Mehta Ka Ooltah Chashmah: પોપ્યુલર કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એ 17 વર્ષ પૂર્ણ કર્યા છે. આ લાંબી યાત્રા દરમિયાન અનેક પાત્રો આવ્યા અને ગયા, પણ દયાબેન ના પાત્રની ખોટ આજે પણ દર્શકોને ખલે છે. દિશા વકાની એ 2017માં શો છોડ્યો હતો, ત્યારથી ફેન્સ તેની વાપસીની રાહ જોઈ રહ્યા છે. હવે પ્રોડ્યુસર અસિત મોદી એ જાહેરાત કરી છે કે શોમાં નવી દયાબેન આવશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : TRP Week 34: આ અઠવાડિયા ના ટીઆરપી લિસ્ટ માં જોવા મળી અનુપમા અને તુલસી વચ્ચે ટક્કર, જાણો બે માંથી કયા શો એ મારી બાજી

અસિત મોદી નો  ખુલાસો – હવે નવી દયા લાવવી પડશે

અસિત મોદીએ કહ્યું કે, “શોએ તાજેતરમાં 17 વર્ષ પૂર્ણ કર્યા છે… હવે પાણી માથા ઉપરથી પસાર થઈ ગયું છે અને હવે સમય આવી ગયો છે કે હું નવી દયાબેન લાવું.” તેમણે સ્વીકાર્યું કે 2022-23થી દયાબેનના પાત્ર માટે નવી અભિનેત્રી શોધવાની પ્રક્રિયા શરૂ થઈ હતી.અસિત મોદીએ કહ્યું કે જ્યારે દિશા વાકાણી 2017માં શો છોડ્યો ત્યારે તેઓ ખૂબ ઘબરાઈ ગયા હતા. “દયાબેન અને જેઠાલાલ ના પાત્રો શોના પાયાના પથ્થર છે. દયાબેન ની બોલવાની રીત અને અંદાજ આખા દેશમાં લોકપ્રિય થયો હતો.”


અસિત મોદીએ દિશા સાથેના સંબંધો વિશે કહ્યું, “દિશા સાથે મારા ખૂબ સારા સંબંધ છે અને કોઈ ખટાસ નથી. હું ફરીથી તેમના સાથે કામ કરવું પસંદ કરીશ. પણ હાલ તેઓ પરિવારિક જીવન પર વધુ ધ્યાન આપી રહી છે.” રક્ષાબંધન પર દિશા સાથેની તસવીરો શેર થતાં ફેન્સમાં આશા જાગી હતી કે કદાચ તેઓ ફરીથી શોમાં જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version