News Continuous Bureau | Mumbai
ટેલિવિઝનનો(television) સૌથી ચર્ચિત કોમેડી શો(comedy show) ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(TMKOC)’ વર્ષ 2008માં શરૂ થયો હતો અને આ શો છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોમાં જેઠાલાલનું(Jethalal) પાત્ર ભજવતા અભિનેતા દિલીપ જોશી(Actor Dilip Joshi) શરૂઆતથી જ તેનો એક ભાગ છે અને તેનું પાત્ર દર્શકોને ખૂબ જ પસંદ આવ્યું છે.દિલીપ જોશી 54 વર્ષના થઈ ગયા છે. આજે અમે તમને તેમની મોંઘી કાર(Expensive car) વિશે જણાવી રહ્યા છીએ. જાણો દિલીપ જોશી પાસે ક્યા લક્ઝરી વાહનો(luxury vehicles.) છે.
દિલીપ જોશી પાસે ઘણી મોંઘી કાર છે, જેમાંથી એક છે Audi Q7. આ કારની કિંમત તમને આશ્ચર્યચકિત કરી શકે છે. આ 7 સીટર SUV કારની કિંમત ભારતમાં 79 લાખથી 83 લાખની વચ્ચે છે.દિલીપ જોશી પાસે બ્લેક કલરની લક્ઝરી SUV કિયા સોનેટ(SUV Kia Sonet) કાર છે, જેની કિંમત 12 લાખ રૂપિયા છે.આ ઉપરાંત દિલીપ જોશી પાસે 7-સીટર MUV (મલ્ટી-યુટિલિટી વ્હીકલ(Multi-utility vehicle)) ટોયોટા ઈનોવા કાર છે. આ કારની કિંમત લગભગ 25 લાખ રૂપિયા છે.
આ સમાચાર પણ વાંચો : ગુજરાતી અભિનેત્રી આશા પારેખને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ- આ તારીખે એનાયત કરાશે- કેન્દ્રીય મંત્રીએ કરી જાહેરાત
બીજી તરફ જો દિલીપ જોશીની નેટવર્થની(net worth) વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર તેમની કુલ સંપત્તિ 43 કરોડની આસપાસ છે. તો ત્યાં જ તે ‘તારક મહેતા’ના એક એપિસોડ માટે દોઢ લાખ રૂપિયા લે છે. દિલીપ મુંબઈમાં પરિવાર સાથે આલીશાન મકાનમાં રહે છે. તમને જણાવી દઈએ કે, દિલીપ જોશીએ ‘મૈંને પ્યાર કિયા’, ‘હમ આપકે હૈ કૌન’, ‘યશ’, ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’, ‘ખિલાડી 420’, ‘હમરાજ’, ‘દિલ હૈ તુમ્હારા’, ‘ફિરાક’ અને ‘વોટ્સ યોર રાશિ’ સહિત ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે.
