News Continuous Bureau | Mumbai
Daniel balaji: સાઉથ એક્ટર ડેનિયલ બાલાજીનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. 48 વર્ષની વયે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. શુક્રવારે તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે ચેન્નાઈના કોટિવાકમની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. તેમના નિધનના સમાચારથી સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોક ની લહેર છે.
આ સમાચાર પણ વાંચો : Imtiaz ali: આ બે કલાકારો ને જબ વી મેટ ની સિક્વલ જોવા માંગે છે ઈમ્તિયાઝ અલી, ફિલ્મ પર આવ્યું મોટું અપડેટ
ડેનિયલ બાલાજી નું નિધન
ડેનિયલ બાલાજીના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે પુરસાઈવલકમ સ્થિત તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યા છે. સમાચાર અનુસાર, તેમના અંતિમ સંસ્કાર આજે, શનિવારે, 30 માર્ચે કરવામાં આવશે. આજે સાઉથ ઇન્ડસ્ટ્રી ના લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા તેમના નિવાસસ્થાને પહોંચી શકે છે.
💔💔💔💔💔💔💔
Such a Sad news
He Was an inspiration for me to join film institute
A very good friend
Miss working with him
May his soul rest in peace #RipDanielbalaji https://t.co/TV348BiUNJ— Mohan Raja (@jayam_mohanraja) March 29, 2024
સાઉથ સિનેમાના જાણીતા દિગ્દર્શક મોહન રાજા ડેનિયલ બાલાજીના નિધનથી ખૂબ જ દુઃખી છે.તમને જણાવી દઈએ કે ડેનિયલ બાલાજીએ પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તેને અત્યાર સુધી પડદા પર ઘણી ભૂમિકાઓ ભજવી છે, પરંતુ તેને સૌથી વધુ લોકપ્રિયતા વિલનની ભૂમિકાથી મળી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)