ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
20 જાન્યુઆરી 2021
વેબ સિરીઝ 'તાંડવ' ની રજૂઆત સાથે જ તેના પર વિવાદ ઉભો થયો હતો. આ વેબસીરીઝ જોયા પછી પ્રેક્ષકોએ તેનો વિરોધ શરૂ કર્યો હતો. આ વેબ સિરીઝ પર લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. વેબ સિરીઝ માં હિન્દુ દેવી -દેવતાના નિરૂપણ અંગે વિવાદ ફાટી નીકળયા બાદ વેબ સિરીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. જે બાદ હવે નિર્માતાઓએ આ અંગે નિર્ણય લીધો છે. નિર્માતાઓએ કહ્યું છે કે વિવાદ પછી લોકોની ચિંતાને દૂર કરવા માટે તેમણે વેબસિરીઝમાં ફેરફારો કરવાનું નક્કી કર્યું છે.
ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે 15 જાન્યુઆરીના રોજ અભિનેતા સૈફ અલી ખાન, ડિમ્પલ કપાડિયા, સુનીલ ગ્રોવર, તિગ્માંશુ ધુલિયા, ડીનો મોરિયા, કુમુદ મિશ્રા, મોહમ્મદ ઝીશાન આયુબ, ગૌહર ખાન અને કૃતિકા કામરા અભિનીત વેબ સીરીઝ 'તાંડવ' ઓટિટિ પ્લેટફોર્મ અમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ હતી. પરંતુ તેમાં હિન્દુ દેવ-દેવીઓના ચિત્રણ અંગેના વિવાદને વેગ આપ્યો હતો.
આપને જણાવી દઈએ કે વિવાદના કેન્દ્રમાં એક દ્રશ્ય છે, જેમાં જોબ, કોલેજના વિદ્યાર્થી શિવાનું પાત્ર ભજવી રહેલાં અયુબને એક મંચ પર ભગવાન મહાદેવનનું ચિત્રણ કરતાં બતાવવામાં આવ્યો છે.
સિરીઝને લઈને વધી રહેલા વિવાદને ધ્યાનમાં રાખીને, તેની ટીમે સત્તાવાર નિવેદન જારી કર્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'અમે દેશવાસીઓની ભાવનાઓને ખૂબ માન આપીએ છીએ. કોઈ પણ વ્યક્તિ, જાતિ, સમુદાયની ધાર્મિક ભાવનાઓ અથવા ધાર્મિક માન્યતાઓને ઠેસ પહોંચાડવાનો અથવા કોઈ પણ સંસ્થા, રાજકીય પક્ષ અથવા વ્યક્તિ (જીવંત અથવા મૃત) નું અપમાન કરવાનો અમારો ઇરાદો નથી.
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 'વેબ સિરીઝ અંગે ઉદ્ભવેલી ચિંતાઓને દૂર કરવા માટે તાંડવના દ્રશ્યોને બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો શ્રેણી દ્વારા કોઈ વ્યક્તિની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો અમે ફરી એક વખત માફી માંગીએ છીએ.