Site icon News Continuous Bureau | Mumbai

‘તારક મહેતા…’ ફેમ દિલીપ જોશીએ દીકરીના સંગીત પર કર્યો ધમાકેદાર ડાન્સ, જુઓ વીડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શનિવાર

ટૂંક સમયમાં જ લોકપ્રિય ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ દિલીપ જોશીના ઘરે શહેનાઇ  ગુંજવા જઈ રહી છે.અભિનેતાની પુત્રી નિયતિ તેના જીવનસાથી સાથે લગ્નના બંધનમાં બંધાવાની છે અને નિયતિના લગ્નની વિધિઓ પણ જોરશોરથી ચાલી રહી છે. ગઈકાલે રાત્રે દિલીપ જોષીની પુત્રી નિયતિનો સંગીત સમારોહ હતો, જેમાં સૌએ જોરદાર ડાન્સ કર્યો હતો.પણ દિલીપ જોશીએ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. અભિનેતા તેની પુત્રીના સંગીત સમારોહમાં પણ ધમાલ મચાવતો જોવા મળ્યો હતો, જેનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દિલીપ જોશીના ચહેરા પર દીકરીના લગ્નની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે.

સોશિયલ મીડિયા પર દિલીપ જોશીના ફેન પેજ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં દિલીપ જોશી ધમાકેદાર ડાન્સ કરતા જોવા મળે છે. દિલીપ જોષીએ દીકરી માટે ગરબા અને દાંડિયા નાઈટ રાખી હતી.આવી સ્થિતિમાં તે વીડિયોમાં ઢોલ પર ખૂબ ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેનો ઉત્સાહ જોઈને ત્યાં હાજર દરેક લોકો ડાન્સ કરવા મજબૂર થઈ રહ્યા છે. આટલું જ નહીં, તે વીડિયોમાં આગળ દાંડિયા પણ રમે છે.

લુકની વાત કરીએ તો દિલીપ જોશીએ બ્લુ કલરનો કુર્તો અને સફેદ પાયજામા પહેર્યો છે. દિલીપ જોશીની આ સ્ટાઈલ ચાહકોએ પહેલીવાર જોઈ છે. આવી સ્થિતિમાં આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.આ વીડિયોમાં દિલીપ પણ ગીત ગાતો જોવા મળી રહ્યો છે. 

અભિષેક બચ્ચને શેર કરી ઐશ્વર્યા રાય સાથે ની તેની પહેલી મુલાકાત ની સ્ટોરી , બોબી દેઓલનો ઉલ્લેખ કરીને કહી આ વાત; જાણો વિગત

તમને જણાવી દઈએ કે દિલીપ જોશીએ તેમની મોટી દીકરી નિયતિના લગ્નને ભવ્ય બનાવવા માટે કોઈ કસર છોડી નથી. લગ્ન બાદ નિયતિ નું  તાજ હોટલમાં ભવ્ય રિસેપ્શન પણ યોજાશે. માનવામાં આવે છે કે લગ્નમાં તારક મહેતાની ટીમ જોવા મળશે. પરંતુ દિશા ત્યાં હાજર  રહેશે નહીં.

 

Naseeruddin Shah Targets BJP નસીરુદ્દીન શાહનું વિવાદાસ્પદ નિવેદન; કહ્યું ‘ગર્વ સાથે કહું છું કે હું દિમાગી નક્સલ છું’, કેન્દ્ર સરકાર સામે સાધ્યું નિશાન
Celebrity First Karwa Chauth રશ્મિકાવિજયથી લઈને નૂપુરસ્ટેબિન સુધી લગ્ન બાદ આ સેલિબ્રિટી કપલ્સ મનાવશે પહેલો કરવા ચોથ
Kartik Aaryan In Operation Sindoor ‘ઓપરેશન સિંદૂર’માં કાર્તિક આર્યનની એન્ટ્રી? ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી સાથે લીડ રોલ માટે હાથ મિલાવ્યા
KBC Ramayana Special Episode સાઈ પલ્લવીએ ડૉક્ટરી છોડીને એક્ટિંગ કેમ પસંદ કરી? રણબીર કપૂરનો રમુજી જવાબ સાંભળી અમિતાભ બચ્ચન પણ હસી પડ્યા
Exit mobile version