ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ જૂન ૨૦૨૧
મંગળવાર
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ૧૨ વર્ષથી અંજલિભાભીનો રોલ નિભાવી ચૂકેલી નેહા મહેતા ઘણી ફેમસ થઈ ગઈ હતી. આ લોકપ્રિય કૉમેડી શો સાથે ૧૨ વર્ષથી સંકળાયેલી હતી અને ચાહકોનું મનોરંજન કરતી હતી, પરંતુ વર્ષ 2020માં નેહાએ શોમાંથી નીકળી જવાનો નિર્ણય લીધો. ત્યાર બાદ એવી અફવા ફેલાઈ ગઈ હતી કે નેહા અને શોના નિર્માતા સાથે તકરાર થઈ છે, જેના કારણે નેહાએ આ શો છોડી દીધો છે, પરંતુ હકીકત કાંઈક બીજી જ છે. નેહાએ મીડિયાને જણાવ્યું કે આ શો છોડવો મારા માટે સહેલું નહોતું. આ શો છોડ્યા પછી મને સમજાયું કે હું ઘણું વધારે કરી શકું છું અને હવે હું ગુજરાતી ફિલ્મ તરફ વળી છું.
પવિત્ર રિશતાની નવી સિઝનમાં આ પૉપ્યુલર અભિનેતા નિભાવશે માનવનું પાત્ર; જાણો વિગત
નેહા મહેતાએ જણાવ્યું હતું કે તેણે હમણાં જ એક ગુજરાતી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે, પરંતુ આ ફિલ્મનું નામ જાહેર થયું નથી. આ ફિલ્મ સ્ત્રી સશક્તીકરણ ઉપર આધારિત છે અને નેહાના જણાવ્યા અનુસાર આ ફિલ્મની વાર્તા મૉડર્ન નવદુર્ગા સાથે જોડાયેલી છે. આ અગાઉ પણ નેહા મહેતાએ વર્ષ 2010માં આવેલી ફિલ્મ બેટરહાફમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.