Site icon News Continuous Bureau | Mumbai

નેહા મહેતાએ શા માટે અંજલિભાભીનો રોલ છોડ્યો હતો; કારણ આવ્યાં સામે જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૫ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ૧૨ વર્ષથી અંજલિભાભીનો રોલ નિભાવી ચૂકેલી નેહા મહેતા ઘણી ફેમસ થઈ ગઈ હતી. આ લોકપ્રિય કૉમેડી શો સાથે ૧૨ વર્ષથી સંકળાયેલી હતી અને ચાહકોનું મનોરંજન કરતી હતી, પરંતુ વર્ષ 2020માં નેહાએ શોમાંથી નીકળી જવાનો નિર્ણય લીધો. ત્યાર બાદ એવી અફવા ફેલાઈ ગઈ હતી કે નેહા અને શોના નિર્માતા સાથે તકરાર થઈ છે, જેના કારણે નેહાએ આ શો છોડી દીધો છે, પરંતુ હકીકત કાંઈક બીજી જ છે. નેહાએ મીડિયાને જણાવ્યું કે આ શો છોડવો મારા માટે સહેલું નહોતું. આ શો છોડ્યા પછી મને સમજાયું કે હું ઘણું વધારે કરી શકું છું અને હવે હું ગુજરાતી ફિલ્મ તરફ વળી છું.

પવિત્ર રિશતાની નવી સિઝનમાં આ પૉપ્યુલર અભિનેતા નિભાવશે માનવનું પાત્ર; જાણો વિગત

નેહા મહેતાએ જણાવ્યું હતું કે તેણે હમણાં જ એક ગુજરાતી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે, પરંતુ આ ફિલ્મનું નામ જાહેર થયું નથી. આ ફિલ્મ સ્ત્રી સશક્તીકરણ ઉપર આધારિત છે અને નેહાના જણાવ્યા અનુસાર આ ફિલ્મની વાર્તા મૉડર્ન નવદુર્ગા સાથે જોડાયેલી છે. આ અગાઉ પણ નેહા મહેતાએ વર્ષ 2010માં આવેલી ફિલ્મ બેટરહાફમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Kalki 2 Production Update બાહુબલી પછી હવે ‘કલ્કિ 2’નો જાદુ ચાલશે મેકર્સે કરી મોટી તૈયારી, ફિલ્મને લઈને સામે આવ્યું મોટું અપડેટ
Gaurang Vyas Passes Away અદભુત સૂરયાત્રા અટકી દિગ્ગજ સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન, 500થી વધુ રચનાઓ અમર છોડી ગયા
Exit mobile version