News Continuous Bureau | Mumbai
SAB ટીવીનો પ્રખ્યાત કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ TRP લિસ્ટમાં નંબર વન પર યથાવત છે. એટલે કે, આ શો માત્ર હિટ જ નથી, પરંતુ તમને જણાવી દઈએ કે, આ શોના પાત્રો પણ ખૂબ હિટ છે. અનોખા પાત્ર અને વાર્તાના કારણે દર્શકો આ શોના દરેક પાત્રને ખૂબ પસંદ કરે છે. પરંતુ, જેઠાલાલ ગડાના પુત્ર ટપ્પુનું પાત્ર ભજવતા અભિનેતા રાજ અનડકટે આ શોને અલવિદા કહી દીધો ત્યારથી શો ડાઉન ચાલી રહ્યો છે. દર્શકો ટપ્પુને મિસ કરી રહ્યાં છે. હવે સમાચાર આવી રહ્યા છે કે શોના નિર્માતાઓને નવો ટપ્પુ મળી ગયો છે. આવો જાણીએ ટપ્પુનો રોલ કરનાર નીતિશ ભલુની કોણ છે?
TMKOC ના ટપ્પુ પહેલા આ સિરિયલમાં જોવા મળ્યો હતો નીતીશ ભલુની
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈમાં જન્મેલા નીતીશ ભલુનીની ઉંમર 25 વર્ષ છે. તેણે પોતાના કરિયરની શરૂઆત થિયેટરથી કરી હતી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાઈન કરતા પહેલા, નીતીશ ટીવી સીરિયલ ‘મેરી ડોલી મેરે અંગના’માં જોવા મળ્યો હતો જે વર્ષ 2021માં પ્રસારિત થઈ હતી. આ સિરિયલમાં નીતિશે સરંશ નો રોલ કર્યો હતો.
નીતિશની નેટવર્થ કેટલી છે
નીતિશની કારકિર્દી ઘણી ટૂંકી છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો નીતિશ ભલુનીની કુલ સંપત્તિ 4 કરોડ રૂપિયાની આસપાસ છે. અભિનયની સાથે તેણે કેટલીક બ્રાન્ડ્સની જાહેરાતો પણ કરી છે. જો કે, સૌથી લાંબા સમય સુધી ચાલતા ભારતીય ટેલિવિઝન શો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પુ સેના ના મુખ્ય પાત્ર ભજવ્યા બાદ નીતિશની નેટવર્થમાં વધારો થવાનો છે.