ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
29 સપ્ટેમ્બર 2020
ટીવીજગતનો લોકપ્રિય શૉ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. નોંધપાત્ર વાત એ છે કે શૉએ હાલમાં 12 વર્ષ અને 3000 એપિસોડ પૂરા કર્યા છે. જો કે આ પહેલા જ શૉના બે જુના અને જાણીતા કલાકારોએ શૉને અલવિદા કહી દીધું હતું. એક નેહા મહેતા કે જે શૉમાં અંજલિનુ પાત્ર ભજવતી હતી અને બીજા ગુરુચરણ સિંહ કે જે સોઢીની ભૂમિકામાં નજર આવતો હતો. બંને લોકોએ અંગત કારણોસર આ શૉ છોડી દીધો હતો.
જણાવી દઈએ કે હાલ નેહા મહેતાની જગ્યાએ સુનૈના ફોજદાર અંજલિ ભાભીનું પાત્ર ભજવે છે.
ઉલ્લેખનીય છે કે, નેહા મેહતા શુરુઆતના એપિસોડથી સિરિયલમાં અંજલિનુ પાત્ર ભજવી રહી હતી પરંતુ 11 વર્ષ બાદ તેણે શૉને અલવિદા દીધુ હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેહા મહેતા શો છોડ્યા બાદ શોમાં પરત ફરવા માંગતી હતી, પરંતુ વાત બની શકી નહીં. તેણે એક ઇન્ટરવ્યૂમાં પોતાની વાપસીને લઇને કેટલીક વાતો શેર કરી હતી.
નેહાએ વાતચીત દરમિયાન કહ્યું કે, ‘નેહા મહેતાએ જણાવ્યું કે તે શૉમાં પરત ફરવા માંગતી હતી પરંતુ તેને સેટ પર કેટલાક બદલાવ જોઇતા હતા જે બદલાવ કરવાની મેકર્સે ના પાડી દીધી હતી અને તેના વિરુદ્ધ સેટ પર ગ્રુપિઝમ કરવામાં આવતુ હતુ. આવા સમયે કેટલાંક મુદ્દાઓ પર ચુપ્પી સાધવી સૌથી યોગ્ય જવાબ હોય છે.’
વધુમાં તેમણે કહ્યું કે, ‘અહીંયા એક નિયમ છે કે તમારે કામ કરવુ હોય તો કરો નહી તો છોડી દો. એક પોઇન્ટ આવ્યો જ્યારે મે વિચાર્યું કે અહીંયા રોકાઇ જવુ જોઇએ પરંતુ તેવુ સંભવ ન બન્યું. તારક મહેતા… પહેલા પણ મે મનોરંજન જગતમાં ઘણુ કામ કર્યુ છે. માત્ર તારક મહેતા એક જ શૉ નથી જેણે મને સેલિબ્રિટી બનાવી હોય. હું એક સેલિબ્રિટી છુ, જે તારક મહેતાનો હિસ્સો હતી. એક શિક્ષિત અને સમજદાર હોવાને કારણે મારે ઘણી વસ્તુઓ વિચારવી પડે છે. આ શૉ એવો હતો જે મને નિયમિત કમાણી આપતો હતો.’
