Site icon

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ભૂતપૂર્વ સોનુ નીકળી ભારત ભ્રમણ કરવા; પ્રવાસ માટે લીધી ૧૧ લાખની નવી ગાડી, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

સબ ટીવી પર આવતી પ્રખ્યાત સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની’ ભૂતપૂર્વ સોનુ એટલે કે ૨૦ વર્ષની નિધિ ભાનુશાલી લૉકડાઉન ખૂલતાં જ હવે રાષ્ટ્રીય પ્રવાસ માટે નીકળી પડી છે. આ ટ્રિપ પર તે તેના ખાસ મિત્રો અને ડૉગીને સાથે લઈ ગઈ છે. આ પ્રવાસ માટે તેણે ખાસ ૧૧ લાખ રૂપિયાની ગાડી ખરીદી તેને કસ્ટમાઇઝ પણ કરાવી છે. નિધિ હાલ મુંબઈથી લેહ-લદ્દાખ રોડ ટ્રિપ માટે નીકળી છે.

બોરીવલી નું સંજય ગાંધી નેશનલ પાર્ક હવે પ્રવાસીઓ માટે આ દિવસથી ખુલ્યું. આ સમય દરમિયાન પ્રવેશ મળશે. જાણો વિગત.

લૉકડાઉન દરમિયાન તેની મેન્ટલ હેલ્થ બગડતાં તેણે હવે પ્રવાસ પર જવાનો નિર્ણય કર્યો હતો. એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે “હું હંમેશાંથી વિચારતી હતી કે આપણા દેશના ખૂણે-ખૂણામાં અનેક ખૂબીઓ છે. મારે આ બધું એક્સ્પ્લોર કરવું હતું.”  નિધિએ પોતાની આ ટ્રિપ દરમિયાન પ્રથમ વખત રસોઈ પણ બનાવી હતી. નિધિ આ પડકારોથી ભરપૂર ઍડ્વેન્ચરને એન્જૉય કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે તે હવે ટ્રાવેલિંગમાં કરિયર બનાવવા માગે છે. ટૂંક સમયમાં તે પોતાની યુટ્યુબ ચૅનલ પણ શરૂ કરશે. જ્યાં તે તેના ટ્રાવેલિંગ અનુભવો શૅર કરશે. તે આ રોડ ટ્રિપની પણ ડૉક્યુમેન્ટ્રી બનાવવાની છે. નિધિએ છ વર્ષ તારક મહેતામાં સોનુનું પાત્ર ભજવ્યું હતું અને વધુ અભ્યાસ માટે આ શો છોડી દીધો હતો.

Dhurandhar 2 Teaser Update: રણવીર સિંહની ‘ધુરંધર 2’ ના ટીઝરને મળ્યું ‘A’ સર્ટિફિકેટ; સેન્સર બોર્ડે રનટાઇમ પણ કર્યો કન્ફર્મ
Akshay Kumar Convoy Accident: અક્ષય કુમારના કાફલાની કારનો ભયાનક અકસ્માત! રીક્ષા સાથેની ટક્કરમાં ગાડી પલટી ગઈ; જાણો ‘ખિલાડી’ કુમારની સ્થિતિ અને કેટલા લોકો થયા ઘાયલ
Anupamaa Spoiler Alert: અનુપમાનો માસ્ટર સ્ટ્રોક! અભિમાનમાં રાચતા કોઠારીઓ થયા પાયમાલ; હવે અનુપમાના એક જ નિર્ણયથી બદલાઈ જશે આખા પરિવારની કિસ્મત
Do Deewane Sahr Mein Teaser Out: ‘દો દીવાને સહર મેં’ નું ટીઝર રિલીઝ: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુરની કેમેસ્ટ્રીએ જીત્યા દિલ; જાણો ક્યારે રિલીઝ થશે આ રોમેન્ટિક ડ્રામા
Exit mobile version