ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 03/10/21
રવિવાર
ગુજરાતી રંગભૂમિના વરિષ્ઠ કલાકાર ઘનશ્યામ નાયકનું દુઃ ખદ અવસાન થયું છે. તેમનું કેન્સરની બીમારીથી નિધન થયું છે. ધનશ્યામ ભાઈ નાયક છેલ્લા ઘણા સમયથી બીમાર હતા.
તારક મહેતા સીરીયલ માં તેમણે નટુકાકા નો રોલ નિભાવ્યો હતો. તેમનો આ કિરદાર લોકોએ ખુબ વખાણ્યો. ઘનશ્યામ નાયક છેલ્લા ઘણા સમયથી ટ્રીટમેન્ટ લઇ રહ્યા હતા અને તેમણે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે તેઓ પોતાના અંતિમ શ્વાસ સુધી એક્ટિંગ કરવા માંગે છે તેમ જ તેમની ઈચ્છા તારક મહેતાના સેટ ઉપર અંતિમ શ્વાસ લેવાની છે.
તેમના નિધન પર નાટ્ય જગતે શોક વ્યક્ત કર્યો છે.