News Continuous Bureau | Mumbai
ટેલિવિઝનનો લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ( tarak mehtaka oolta chashma ) છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ દરમિયાન ઘણા નવા કલાકારો શોમાં જોડાયા અને ઘણા જૂના કલાકારોએ શોને વિદાય આપી, જેણે ચાહકોના દિલ તોડી નાખ્યા. હવે ‘મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ફેન્સ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઘણા કલાકારો બાદ શોના ડાયરેક્ટર માલવ રાજડાએ ( director malav rajda ) શો છોડવાની ( left the show ) જાહેરાત કરી છે. તેઓ છેલ્લા 14 વર્ષથી તારક મહેતાના પરિવારનો હિસ્સો છે. તેણે 15 ડિસેમ્બરે શોમાં છેલ્લી વખત શૂટ કર્યું હતું.
પ્રોડક્શન હાઉસ સાથે કોઈ મતભેદ નથી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રોડક્શન સાથે જોડાયેલા એક સૂત્રનું કહેવું છે કે માલવ અને પ્રોડક્શન હાઉસ વચ્ચે કેટલાક મતભેદ હતા, જો કે જ્યારે માલવને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે મતભેદોના દાવાને ફગાવી દીધા. તેણે કહ્યું, ‘જો તમે સારું કામ કરવા માટે તૈયાર છો, તો ટીમમાં સર્જનાત્મક મતભેદો હશે પરંતુ તે હંમેશા શોના સારા માટે હોય છે. પ્રોડક્શન હાઉસ સાથે મારે કોઈ લેવાદેવા નહોતી. હું ફક્ત શો અને અસિત ભાઈ (શો નિર્માતા) માટે આભાર માનું છું.
આ સમાચાર પણ વાંચો : પશ્મિના રોશન બાદ આ મિસ્ટ્રી ગર્લ સાથે જોડાઈ રહ્યું છે કાર્તિક આર્યનનું નામ, સાથે મનાવી રહ્યા છે વેકેશન
અભિનેત્રી પ્રિયા આહુજા પણ છોડશે શો!
માલવ ને જ્યારે બહાર નીકળવાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેમને કહ્યું, ’14 વર્ષ સુધી શો કર્યા પછી મને લાગ્યું કે હું કમ્ફર્ટ ઝોનમાં ગયો છું. મેં સર્જનાત્મક રીતે વિકાસ કરવાનું વિચાર્યું અને ત્યાંથી બહાર નીકળવું, મારી જાતને પડકાર આપવાનું શ્રેષ્ઠ માન્યું.” 14 વર્ષની તેની સફર વિશે વાત કરતા તેણે કહ્યું, “આ 14 વર્ષ મારા જીવનના સૌથી સુંદર વર્ષો રહ્યા છે. મેં આ શોથી માત્ર પ્રસિદ્ધિ અને પૈસા જ નહીં કમાયા પરંતુ મારી લાઈફ પાર્ટનર પ્રિયા આહુજા રાજદા પણ મળી. જણાવી દઈએ કે માલવ પહેલા અભિનેત્રી નેહા મહેતા, રાજ અનડકટ અને શૈલેષ લોઢા પણ શો છોડી ચુક્યા છે. રસપ્રદ વાત એ છે કે, શોનો ભાગ બનેલી માલવની પત્ની પણ શો છોડવાનું વિચારી રહી છે. હાલમાં તે મેકર્સ સાથે વાતચીત કરી રહી છે.