News Continuous Bureau | Mumbai
બોલિવૂડ નો દિગ્ગ્જ અભિનેતા શક્તિ કપૂર(Shakti kapoor) આજકાલ સમાચાર માં છે, કારણ આ વખતે પ્રોફેશનલ નહીં પણ પર્સનલ છે. વાસ્તવમાં, તેમના પુત્ર સિદ્ધાંત કપૂરની ડ્રગ્સનું સેવન કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી,(Siddhant kapoor drug case) હાલમાં તેને જામીન મળી ગયા છે, પરંતુ જ્યારથી સમાચાર આવ્યા છે કે સિદ્ધાંત કપૂર પોલીસની પકડમાં છે, ત્યારથી લોકો શક્તિ કપૂરને ટ્રોલ(trolled Shakti kapoor) કરી રહ્યા છે. . તમને જણાવી દઈએ કે સિદ્ધાંત કપૂર ભલે હીરો તરીકે સફળ ન થયો હોય, પરંતુ તેના પિતા શક્તિ કપૂરની ગણતરી હિન્દી સિનેમાના (hindi cinema)ટોચના કલાકારોમાં થાય છે.શક્તિ કપૂરે વિલન અને કોમેડિયન બનીને પડદા પર જબરદસ્ત નામ કમાવ્યું છે, પરંતુ શું તમે જાણો છો કે સિલ્વર સ્ક્રીનના આ પ્રખ્યાત કલાકારનું સાચું નામ શું છે? તો ચાલો તમને શક્તિ કપૂરના જીવનનો આ રસપ્રદ કિસ્સો જણાવીએ.
વાસ્તવમાં શક્તિ કપૂરનું સાચું નામ સુનીલ સિકંદર કપૂર (Sunil sikandarlal Kapoor)છે, જેના પિતા સિકંદર લાલ કપૂર દિલ્હીમાં(Delhi) દરજીનું (tailor)કામ કરતા હતા.તેમના પિતા ઇચ્છતા હતા કે તેમનો પુત્ર પણ દરજી બને, પરંતુ સુનીલ સિકંદરે માયાનગરીના(Mumbai) સિલ્વર સ્ક્રીનનું (silverscrren)સપનું જોયું હતું અને તેથી તમામ વિરોધ છતાં તેઓ અભિનયના અભ્યાસક્રમમાં જોડાયા અને તેમની જીદ તેમને ફિલ્મોમાં લાવી.અહીં તેમનું કોઈ ગોડફાધર(god father) ન હોવાને કારણે તેમને ઘણા સંઘર્ષ માંથી પસાર થવું પડ્યું હતું, પરંતુ શક્તિ કપૂરે તેમની જીદ ન છોડી અને એક દિવસ દિગ્ગ્જ અભિનેતા સુનિલ દત્ત(sunil Dutt) ની નજર શક્તિ કપૂર પર પડી જે તે સમયે તેમના દીકરા સંજય દત્ત ને લોન્ચ કરવા ફિલ્મ ‘રોકી’ (Rocky)બનવી રહ્યા હતા. તે ફિલ્મના વિલન માટે નવા ખલનાયકની શોધમાં હતા, જેનો અંત શક્તિ કપૂર પર આવ્યો. સુનીલ દત્તને તેમનું કામ ગમ્યું પણ નામ નહીં કારણ કે એક ખલનાયક વ્યક્તિ પર સુનિલ સિકંદર કપૂર નામ બંધ નહોતું બેસ્ટ અને એટલે જ તેમણે સુનીલ સિકંદર કપૂરનું નામ શક્તિ કપૂર રાખ્યું, જેણે ફિલ્મમાં એવો જલવો બતાવ્યો કે લોકોને ખાતરી થઈ ગઈ. તે પછી શક્તિ કપૂરે પાછું વળીને જોયું નથી અને કુરબાની, હીરો અને હિમ્મતવાલા સહિત અનેક હિટ ફિલ્મોમાં વિલનની (villain role)ભૂમિકા ભજવી હતી.
આ સમાચાર પણ વાંચો : રણબીર કપૂરે જાહેર કર્યું તેનું પરિણીત જીવનનું રહસ્ય- આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા પછી કેવી રીતે બદલાઈ ગઈ અભિનેતા ની લાઈફ
પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે તેને લાગ્યું કે વિલનની ભૂમિકા માં હવે કંઈ નવું નથી, તેથી તે કોમેડી (comedy)તરફ વળ્યો અને એવો ચમત્કાર કર્યો કે તે બધાનો પ્રિય નંદુ (ફિલ્મ 'રાજાબાબુ'માં શક્તિ કપૂરનું નામ) બની ગયો. તેણે 'અંદાઝ અપના અપના' અને 'રાજાબાબુ'માં એવા કોમિક રોલ કર્યા, જેને લોકો આજ સુધી ભૂલી શક્યા નથી. તેમના દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાઓ આજે પણ લોકોને હસાવે છે. તેણે ફિલ્મ અભિનેતા ગોવિંદા (Govinda)સાથે લગભગ એક ડઝન ફિલ્મોમાં કોમેડી કરી છે જે હજુ પણ અદ્ભુત છે.