News Continuous Bureau | Mumbai
Tejas OTT release: આ વર્ષે ઓક્ટોબર મહિનામાં રિલીઝ થયેલી કંગના રાનૌટ ની ફિલ્મ તેજસ ને દર્શકો તરફ થી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. હવે ફિલ્મ તેની ઓટીટી રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મ તેજસ માં કંગના એ ભારતીય વાયુસેનાના પાયલટની ભૂમિકા ભજવી હતી. આ એક એક્શનથી ભરપૂર થ્રિલર ફિલ્મ છે. હવે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને એક નવું અપડેટ આવ્યું છે.
તેજસ ની ઓટિટિ રિલીઝ
કંગના ની ફિલ્મ તેજસ ZEE5 પર 5 જાન્યુઆરીથી સ્ટ્રીમ થશે.ZEE5 એ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેજસ ની રિલીઝ ડેટ જાહેર કરી છે. ફિલ્મ તેજસ માં કંગના રનૌત સાથે અંશુલ ચૌહાણે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ બતાવી શકી નથી.
View this post on Instagram
ફિલ્મ તેજસ લેખક અને દિગ્દર્શક સર્વેશ મેવારાએ કહ્યું, “’તેજસ’ બનાવવી એ પ્રેમનું કામ છે, અને મને મારા દિગ્દર્શક તરીકેની શરૂઆત પર ગર્વ છે. ઊંડાણપૂર્વકના સંશોધનથી માંડીને સર્જનાત્મકતા સુધીના દરેક પાસાને ઉત્કટતાથી ભેળવી દેવામાં આવી છે. કંગનાનું પ્રદર્શન અદ્ભુત છે; તેણી પાત્રને જીવંત બનાવે છે. વધુમાં, સ્વપ્નદ્રષ્ટા રોની સ્ક્રુવાલા સાથે ટીમ બનાવવી એ સન્માનની વાત છે અને અમે ZEE5 ના વૈશ્વિક પ્લેટફોર્મ પર ‘તેજસ’ રજૂ કરવા માટે ઉત્સાહિત છીએ.”
આ સમાચાર પણ વાંચો : Ronit roy: 58 વર્ષ ની ઉંમરે ફરી વાર લગ્ન ના બંધાયો કસૌટી જિંદગી નો મિસ્ટર બજાજ, બાળકો એ પણ માણ્યા માતા પિતા ના લગ્ન