Tejasswi Prakash Karan Kundrra Wedding| તેજસ્વીકરણના સિક્રેટ મેરેજ? અભિષેક કુમારે મીડિયા સામે કર્યો મોટો ખુલાસો

Tejasswi Prakash Karan Kundrra Wedding| ‘ભાઈ, આ લોકોએ કોર્ટ મેરેજ કરી લીધા છે’; અલી ગોનીના વ્લોગમાં અભિષેક કુમારના નિવેદને સોશિયલ મીડિયા પર મચાવી સનસનાટી.

by Zalak Parikh
Tejasswi Prakash Karan Kundrra Wedding| તેજસ્વીકરણના સિક્રેટ મેરેજ? અભિષેક કુમારે મીડિયા સામે કર્યો મોટો ખુલાસો

 

News Continuous Bureau | Mumbai

Tejasswi Prakash Karan Kundrra Wedding| ટીવીના સૌથી લોકપ્રિય કપલ્સમાંના એક તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા ફરી એકવાર પોતાના લગ્નની અફવાઓને કારણે ચર્ચામાં આવ્યા છે. ‘લાફ્ટર શેફ્સ ૩’માં સાથે જોવા મળી રહેલા આ કપલ વિશે ‘બિગ બોસ ૧૭’ ફેમ અભિષેક કુમારે મોટો દાવો કર્યો છે. અભિષેકના મતે, કરણ અને તેજસ્વીએ દુનિયાથી છુપાઈને કોર્ટ મેરેજ કરી લીધા છે. આ નિવેદન સામે આવતા જ ફેન્સમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.

અભિષેક કુમારના નિવેદનથી અફવાઓને વેગ મળ્યો

તાજેતરમાં એક્ટર અલી ગોનીના એક વ્લોગમાં અભિષેક કુમારે તેજસ્વી અને કરણ વિશે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, “ભાઈ, આ લોકોએ કોર્ટ મેરેજ કરી લીધા છે.” અભિષેકનું આ નિવેદન વાયુવેગે વાયરલ થઈ રહ્યું છે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે તેમના લગ્નની ચર્ચા થઈ હોય, પરંતુ કોઈ નજીકના મિત્ર દ્વારા આવો દાવો કરવામાં આવતા વાત ગંભીર બની છે. અત્યાર સુધી તેજસ્વી કે કરણ તરફથી આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

‘લાફ્ટર શેફ્સ ૩’ માં થશે લગ્નની રસ્મો

રસપ્રદ વાત એ છે કે, ‘લાફ્ટર શેફ્સ ૩’ના આગામી એપિસોડમાં કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશના લગ્નની રસ્મો નિભાવવામાં આવશે. શોનો એક પ્રોમો પણ વાયરલ થયો છે જેમાં કૃષ્ણા અભિષેક મજાક કરતા કહે છે કે આ બંનેએ લગ્નનો કોન્ટ્રાક્ટ બીજા કોઈ ચેનલ સાથે સાઈન કર્યો છે, એટલે આપણે અહીં જ કંઈક વિધિ પતાવી દઈએ. આ મજાક વચ્ચે જ અસલી લગ્નની અફવાઓએ જોર પકડ્યું છે.

અગાઉ પણ થઈ ચૂકી છે આવી ચર્ચા

કરણ કુન્દ્રાએ અગાઉ લગ્નની અફવાઓને ફગાવી દેતા કહ્યું હતું કે આવી વાતો મહિનાઓથી વાયરલ થઈ રહી છે અને તેમાં કોઈ તથ્ય નથી. કરણ અને તેજસ્વી ‘બિગ બોસ ૧૫’ થી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને ફેન્સ તેમના અસલી લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન એકતા કપૂરની સીરિયલ ‘નાગિન ૭’ માં પણ તેજસ્વીની વાપસીના સમાચાર છે, જેણે તેના પ્રોફેશનલ ફ્રન્ટને પણ લાઈમલાઈટમાં રાખ્યું છે.

👉 આ સમાચાર વાચો:
Musical Trivia। ૫૩ વર્ષ પછી પણ ગુંજે છે લતાકિશોરના સુર, પંજાબીમાં પણ આ ગીતની થઈ નકલ; આજના રીમિક્સ સોન્ગ્સ પણ જેની સામે છે ફેલ!

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More