News Continuous Bureau | Mumbai
તેજસ્વી પ્રકાશ (Tejaswi prakash)હાલમાં ટીવીની સૌથી લોકપ્રિય અને સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. બિગ બોસ 15નું ટાઈટલ (Big boss 15)જીત્યા બાદથી તેજસ્વીનું નસીબ જોર માં છે. બિગ બોસ પછી તેને તરત જ નાગિન 6 ની (Nagin 6)ઓફર મળી. દર્શકોએ તેને શોમાં પસંદ કરી. દરમિયાન, હવે એવા અહેવાલો છે કે તેજસ્વી મોટા પડદા પર ડેબ્યૂ(bollywood debut) કરવાની તૈયારી કરી રહી છે. એટલું જ નહીં, તે આયુષ્માન ખુરાના(Ayushmann Khurrana) સાથે તેની પ્રથમ ફિલ્મ કરી શકે છે. તેને અગાઉ પણ ફિલ્મની ઓફર મળી હતી પરંતુ તેનો વિષય તેજસ્વીને અનુકૂળ ન હતો. તાજેતરમાં, અભિનેત્રીએ આયુષ્માન સાથે ફિલ્મ માટે ઓડિશન (Audition)આપ્યું છે.
તેજસ્વીને મોટો પ્રોજેક્ટ મળવાની શક્યતા છે. 'ડ્રીમ ગર્લ'ની સિક્વલ (dream girl sequal)માટે તેના નામની ચર્ચા થઈ રહી છે. એક સૂત્રએ મીડિયાને જણાવ્યું કે તેજસ્વીએ 'ડ્રીમ ગર્લ 2' માટે ઓડિશન આપ્યું છે. આયુષ્માન ફિલ્મના પહેલા ભાગમાં પણ હતો અને આમાં પણ તે લીડ રોલમાં હશે.સૂત્રએ ખુલાસો કર્યો કે, 'તેજસ્વીને એકતા કપૂરની રાગિણી એમએમએસની સિક્વલની (Ragini MMS sequal)પણ ઑફર કરવામાં આવી હતી, પરંતુ તે આ શૈલીની કોઈ ફિલ્મ કરવા માંગતી નથી. હાલમાં તે ડ્રીમ ગર્લ 2 માટે ચર્ચામાં છે. તેના માટે તેણે ઓડિશન આપ્યું છે. નિર્માતાઓએ હજુ તેનો સંપર્ક કર્યો નથી. જો કે, તેની પાસે આ પ્રોજેક્ટ મેળવવાની ઘણી તકો છે.
આ સમાચાર પણ વાંચો : કોન્સર્ટ દરમિયાન ક્યારેકે પરસેવો લૂછતો તો ક્યારેક પાણી પીતો જોવા મળ્યો હતો કેકે-આવી હતી ગાયકની છેલ્લી ક્ષણો
જો તેજસ્વીની પસંદગી થશે તો તે આયુષ્માનની સામે હશે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું શૂટિંગ 2 ઓગસ્ટથી શરૂ થવાનું છે. અગાઉ શૂટિંગ જૂનમાં શરૂ થવાનું હતું પરંતુ વરસાદની મોસમને કારણે શેડ્યૂલ આગળ ધપાવવામાં આવ્યું હતું.જોકે, ફિલ્મના મેકર્સ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ડ્રીમ ગર્લ (Dream girl)વર્ષ 2019ની સુપરહિટ ફિલ્મોમાંથી એક છે. લોકોને આ ફિલ્મ ખૂબ પસંદ આવી હતી. ડ્રીમ ગર્લનું નિર્દેશન રાજ શાંડિલ્ય એ કર્યું હતું.