News Continuous Bureau | Mumbai
જાણીતી અભિનેત્રી તેજસ્વી પ્રકાશ(actress tejasswi prakash) ટીવી ઈન્ડસ્ટ્રીમાં(TV industry) નામ કમાયા બાદ હવે ફિલ્મોમાં પોતાનો જલવો પાથરવા જઇ રહી છે. તેજસ્વી જલદી જ મરાઠી ફિલ્મ(Marathi movie) મન કસ્તૂરીમાં લીડ રોલમાં જોવા મળશે. બિગ બોસ 15(Bigg Boss 15) જીત્યા બાદથી તેજસ્વીની કિસ્મતના તાળા ખુલી ગયા છે. પહેલાં તેમને એકતા કપૂરે નાગિન 6 માં લીડ રોલ આપ્યો હવે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં(film industry) પગ મુકવા જઇ રહી છે.


ટીવી સીરિયલમાં(TV serial) ભોળી ભાળી દેખાતી અભિનેત્રી તેજસ્વી રિયલ લાઇફમાં ખૂબ જ ગ્લેમરસ છે. તેની આંખોની મસ્તી અને કાતિલાના અંદાજથી તે ફેન્સને પોતાના દિવાના બનાવી લે છે.


આ સમાચાર પણ વાંચો : મલ્લિકા શેરાવતના બોલ્ડ ફોટોશૂટએ ઇન્ટરનેટ પર લગાવી આગ- બિકિનીમાં ફ્લોન્ટ કર્યું પરફેક્ટ ફિગર- તસવીરો જોઈ ચાહકો થયા દીવાના- જુઓ ફોટોગ્રાફ
દરમિયાન અભિનેત્રીએ વેસ્ટર્ન ઓઉટફિટમાં કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે સિલ્વર કલરના બેકલેસ ડ્રેસમાં કાતિલાના અંદાજમાં જોવા મળી રહી છે. તેજસ્વી પ્રકાશ ટીવી ઇંડસ્ટ્રીમાં ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે. તે 'સ્વરાગિની', 'પહરેદાર પિયા કી', 'રિશ્તા હમ લિખેંગે નયા', અને 'નાગિન 6' જેવી સિરિયલ્સમાં કામ કરી ચૂકી છે.


આ ઉપરાંત 'ખતરો કે ખેલાડી' અને 'બિગ બોસ' જેવા રિયાલિટી શોમાં પણ તેણે ભાગ લીધો હતો. બિગ બોસ સીઝન 15 ની તો તે વિજેતા પણ બની. 'બિગ બોસ' માં જ તેને રોહિત શેટ્ટીએ ફિલ્મ 'મન કસ્તૂરી રે' ઓફર કરી હતી.