ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 જાન્યુઆરી 2022
સોમવાર
121 દિવસ સુધી 'બિગ બોસ 15'ના ઘરમાં રહ્યા બાદ, તેજસ્વી પ્રકાશે આખરે 'બિગ બોસ સીઝન 15'ની ટ્રોફી જીતી લીધી છે. તેજસ્વી પ્રકાશને 'બિગ બોસ 15'ની ચમકતી ટ્રોફીની સાથે રોકડ પણ મળી. અભિનેત્રીને 40 લાખ રૂપિયાની રકમ આપવામાં આવી હતી.તેજસ્વીની જીતની સાથે જ તેના ચાહકો આનંદથી ઉછળી પડ્યા હતા. સોશિયલ મીડિયા પર અભિનેત્રીની જીતની જાહેરાતની સાથે જ ચાહકો તેને સતત અભિનંદન આપી રહ્યા છે.પ્રતીક સહજપાલ બીજા નંબરે અને કરણ કુન્દ્રા ત્રીજા નંબરે આવ્યા છે.આ સાથે જ બિગ બોસ 15ની આ સિઝનનો અંત આવી ગયો છે.આ દરમિયાન બિગ બોસ 15ની ફિનાલેને રસપ્રદ બનાવવા માટે ઘણા કલાકારોએ ભાગ લીધો હતો.જેમાં શહનાઝ ગિલ, ફિલ્મ 'ગહરાઇયાં'ની કાસ્ટ અને બિગ બોસના ભૂતપૂર્વ વિજેતાનો સમાવેશ થાય છે.
સલમાન ખાને શહેનાઝ ગિલ સાથે તેના તાજેતરમાં રિલીઝ થયેલા ગીત પર ડાન્સ પણ કર્યો હતો.આ પ્રસંગે શહેનાઝ ગિલ પણ સ્વર્ગસ્થ બોયફ્રેન્ડ સિદ્ધાર્થ શુક્લાને યાદ કરીને ભાવુક થઈ ગઈ હતી.જ્યારે બિગ બોસના અન્ય વિજેતાઓએ પણ જોરદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. બિગ બોસ 15માં ઘણા કલાકારોએ ભાગ લીધો હતો. આ શો ઘણા અઠવાડિયાથી ચાલી રહ્યો હતો. હવે તે એક નિષ્કર્ષ પર આવ્યો છે.તેજસ્વી પ્રકાશ ખૂબ જ લોકપ્રિય કલાકાર તરીકે ઉભરી આવી હતી.તેની શમિતા શેટ્ટી સાથે અવારનવાર દલીલો થતી હતી.દરમિયાન શમિતા શેટ્ટી શોમાં ચોથા નંબરે હતી અને તેને બહાર કરી દેવામાં આવી હતી.શમિતા શેટ્ટી બિગ બોસ ઓટીટી શોમાં હતી.બિગ બોસ ઓટીટી દિવ્યા અગ્રવાલએ જીતી હતી.
'બિગ બોસ 15'ની સફર પૂરી થવાના આરે, સલમાન ખાને જાહેર કરી ગ્રાન્ડ ફિનાલેની તારીખ; જાણો વિગત
બિગ બોસ 15 પછી હવે 16મી સિઝનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.જ્યારે સલમાન ખાનને દીપિકા પાદુકોણ એ આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે જો તે તેના પૈસા વધારશે તો તે આ શો કરવાનું ચાલુ રાખશે.આના પર દીપિકા પાદુકોણે તેની મજાક ઉડાવી હતી અને તેણે કહ્યું કે જો તે આ શો કરવા માંગતો નથી તો તેણે સિદ્ધાંત ચતુર્વેદીને કિસ કરવી પડશે.આના પર સલમાન ખાને મજાકમાં કહ્યું કે તે બિગ બોસ 16 કરવાનું સ્વીકારે છે પરંતુ તે સિદ્ધાંત ચતુર્વેદીને કિસ નહીં કરે. સલમાન ખાનની સ્ટાઈલ જોઈને લાગે છે કે તે બિગ બોસ 16 પણ હોસ્ટ કરશે..