ન્યુઝ કન્ટિન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧ જુન ૨૦૨૧
મંગળવાર
ટીવી એક્ટ્રેસ ડોનાલ બિષ્ટ બોલ્ડ ફોટોઝને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવારનવાર તે તેના ફોટોસ અને વિડિયોઝ શેર કરતી રહે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ મેગેઝીન માટે ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે જેની કેટલીક તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે.
આ તસવીરોમાં ડોનાલ બિષ્ટ સ્કાય બ્લુ કલરના ડિઝાઈનર ડ્રેસમાં નજર આવી રહી છે. આ સાથે તેણે લોન્ગ ઈયરિંગ્સ અને ખુલ્લા વાળ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. આ તસ્વીરોમાં અભિનેત્રી કેમેરા સામે અલગ અલગ અંદાજમાં પોઝ આપી રહી છે. જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે.
આપને જણાવી દઇએ કે અભિનયમાં જોડાતા પહેલા ડોનાલે કોલેજના દિવસો દરમિયાન મોડેલિંગ શરૂ કરી હતી અને જર્નાલિઝમની ડિગ્રી લીધા પછી તેણે એક ન્યૂઝ ચેનલમાં કામ કરવાનું શરૂ કર્યું. તે ડીડી નેશનલના ચિત્રહારની એન્કર પણ રહી ચૂકી છે.
અભિનેત્રીના અભિનય કારકિર્દીની શરૂઆત 2005માં સિરિયલ એરલાઇન્સથી થઈ હતી. આ પછી તે ટ્વિસ્ટેડ લવ શો, કલશ-એક વિશ્વાસમાં જોવા મળી હતી.
જોકે તેને ખરી ઓળખ તો ટીવી શો ‘એક દિવાના થા’માં શર્નાયાનું પાત્ર ભજવીને અને’ રૂપ-મર્દ કા નય સ્વરૂપ ‘માં ઈશિકા પટેલનું પાત્ર ભજવીને મળી હતી.