ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૪ એપ્રિલ 2021
બુધવાર
જાણીતી ટીવી સીરિયલ “મન કી આવાજ પ્રતિજ્ઞા”માં સંસ્કારી વહુની ભૂમિકા ભજવી ચૂકેલી અભિનેત્રી પૂજા ગૌર વાસ્તવિક જીવનમાં ખુબ જ બોલ્ડ છે. સોશિયલ મીડિયા પર તે પોતાની તસવીરો શેર કરતી રહી છે.
પૂજાએ હોલિડે ઈન્જોય કરતા પોતાના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેમાં તેનો બોલ્ડ અંદાજ નજર આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે પૂજાએ વર્ષ 2009માં સીરિયલ કિતની મહોબ્બત હૈથી ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તેને ઓળખાણ મળી ‘મન કી આવાઝ પ્રતિજ્ઞા’ થી. આ બાદ પૂજાએ સપના બાબૂલ કા…બિદાઈ, એક નઈ ઉમ્મીદ-રોશની જેવી સીરિયલમાં કામ કરી ચૂકી છે.

આ સિવાય તેણે 2014માં રિયાલિટી શો ખતરો કે ખિલાડીમાં પણ ભાગ લીધો હતો.

અનેક શૉમાં કામ કરી ચૂકેલી પૂજા હાલ ટીવી પર વધારે જોવા નથી મળી રહી. TV ઉપરાંત પૂજા 2018માં રિલીઝ થયેલી કેદારનાથ મૂવીમાં પણ જોવા મળી હતી.

