ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ મે ૨૦૨૧
સોમવાર
સ્ટાર પ્લસના ધારાવાહિક શો ‘યે હૈ મોહબ્બતેં’ ફેમ દિવ્યાંકા ત્રિપાઠી ‘ખતરોં કે ખિલાડી સિઝન 11’ના શૂટિંગ માટે કૅપટાઉન પહોંચી છે. અભિનેત્રી કૅપટાઉનમાં હવામાનની મજા લઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે અત્યારે જે સ્ટાર્સ ત્યાં ગયા છે એ બધા જ કૅપટાઉનથી સુંદર તસવીરો શૅર કરી રહ્યા છે.
અભિનેત્રી સોશિયલ મીડિયા ઉપર પણ સક્રિય છે અને દિવ્યાંકા કૅપટાઉનથી ખૂબ જ સુંદર ફોટા શૅર કરી રહી છે, જે ખૂબ વાયરલ થઈ રહી છે. દિવ્યાંકાની આ તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

આ તસવીરોમાં દિવ્યાંકા બ્લુ શૉર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. સાથે અભિનેત્રીએ ડાર્ક ગ્રીન જૅકેટ પણ કૅરી કર્યું છે. આ તસવીરોમાં અભિનેત્રીએ કૅમેરા સામે અલગ અલગ અંદાજમાં પોઝ આપ્યા છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

આપને જણાવી દઈએ કે દિવ્યાંકા ઉપરાંત રાહુલ વૈદ્ય, નિક્કી તંબોલી, અભિનવ શુક્લા, શ્વેતા તિવારી, આસ્થા ગિલ અને અર્જુન બિજલાની પણ ‘ખતરોં કે ખિલાડી સિઝન 11’ માં જોવા મળશે.
