Site icon

Teri Baaton Mein Aisa Uljha Jiya 2: શાહિદ કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા ૨’ ના સિક્વલ અંગે મોટી જાહેરાત.

Teri Baaton Mein Aisa Uljha Jiya 2: મેડૉક ફિલ્મ્સ દ્વારા સાયન્સ ફિક્શન ડ્રામાના સીક્વલ પર કામ શરૂ; ૨૦૨૭ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં શૂટિંગ શરૂ થવાની શક્યતા

Teri Baaton Mein Aisa Uljha Jiya 2: Shahid Kapoor and Kriti Sanon to Reunite, Janhvi Kapoor Joins the Cast

Teri Baaton Mein Aisa Uljha Jiya 2: Shahid Kapoor and Kriti Sanon to Reunite, Janhvi Kapoor Joins the Cast

News Continuous Bureau | Mumbai

Teri Baaton Mein Aisa Uljha Jiya 2: બોલિવૂડની લોકપ્રિય રોબોટિક રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ના ચાહકો માટે ખુશીના સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મના સીક્વલ પર કામ શરૂ થઈ ગયું છે. મેડૉક ફિલ્મ્સ દ્વારા આ પ્રોજેક્ટની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે, જેમાં શાહિદ કપૂર અને કૃતિ સેનન ફરી એકવાર પોતાની જૂની ભૂમિકામાં જોવા મળશે. આ વખતે ફિલ્મમાં જ્હાનવી કપૂર એક સરપ્રાઈઝ એલિમેન્ટ અને મહત્વપૂર્ણ પાત્ર તરીકે જોડાશે તેવી ચર્ચા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Akshay Kumar Mahakal Temple Visit: જમાઈ અક્ષયની સફળતા માટે સાસુની પ્રાર્થના! ડિમ્પલ કાપડિયા સાથે મહાકાલના દરબારમાં પહોંચ્યા ‘ખિલાડી’, ભસ્મ આરતીમાં થયા સામેલ.

ઓગસ્ટ સુધીમાં સ્ક્રિપ્ટ તૈયાર થવાની અને ૨૦૨૭માં શૂટિંગની યોજના

મીડિયા રિપોર્ટ મુજબ, ફિલ્મની વાર્તા ત્યાંથી જ શરૂ થશે જ્યાં પ્રથમ ભાગ પૂરો થયો હતો. હાલમાં લેખન કાર્ય ચાલી રહ્યું છે અને ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં સ્ક્રિપ્ટ તૈયાર થઈ જવાની ધારણા છે. નિર્માતાઓ ૨૦૨૭ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનું આયોજન કરી રહ્યા છે. આ સમાચારને સમર્થન આપતા કૃતિ સેનન પણ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સીક્વલની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે અને તેઓ બંને ફરી સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.


સીક્વલમાં સૌથી મોટો ફેરફાર કાસ્ટિંગમાં જોવા મળી રહ્યો છે. અહેવાલો મુજબ, જ્હાનવી કપૂર આ ફિલ્મમાં એક ખાસ ભૂમિકા ભજવશે જે વાર્તામાં નવો વળાંક લાવશે. જ્હાનવીની એન્ટ્રીથી ફિલ્મમાં ગ્લેમર અને ડ્રામા બંને વધવાની શક્યતા છે. પ્રથમ ભાગમાં આર્યન (શાહિદ કપૂર) અને હ્યુમનૉઇડ રોબોટ સિફ્રા (કૃતિ સેનન) વચ્ચેની અનોખી પ્રેમકથાને પ્રેક્ષકોએ ખૂબ પસંદ કરી હતી, ત્યારે બીજા ભાગમાં જ્હાનવીનું પાત્ર શું અસર કરશે તે જોવું રસપ્રદ રહેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kishore Kumar-Madhubala Relation: મધુબાલા વિશે કિશોર કુમારે કહી હતી આ મોટી વાત, જાણો બોલિવૂડની બ્યુટી ક્વીનના છેલ્લા દિવસોનું સત્ય.
Happy Birthday Joshi: હેપ્પી બર્થડે જોશી! AI પાવર સાથે અજય દેવગણને ખાસ ગિફ્ટ, લેન્સ વોલ્ટ સ્ટુડિયોની અદભૂત શોર્ટ ફિલ્મ વાયરલ
Aakhri Sawaal’ Teaser Out: ઇતિહાસના પાનાઓમાંથી બહાર આવશે સત્ય! સંજય દત્તની ‘આખરી સવાલ’નું દમદાર ટીઝર રિલીઝ, ફેન્સ થયા રોમાંચિત
TV TRP Week 12: ટીઆરપી લિસ્ટમાં ‘ભૂકંપ’: વર્ષોથી નંબર ૧ રહેલી ‘અનુપમા’ની બાદશાહત ખતમ, જાણો કયા શોએ છીનવી લીધો તાજ!
Exit mobile version