News Continuous Bureau | Mumbai
Teri baaton mein aisa uljha jiya: શાહિદ કપૂર અને કૃતિ સેનન ની ફિલ્મ તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા આજે રિલીઝ થઇ છે. ગઈકાલે આ ફિલ્મ નું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. આ સ્ક્રીનિંગ માં શાહિદ કપૂર ની પત્ની મીરા રાજપૂત પણ પહોંચી હતી. આ ફિલ્મ જોયા બાદ શાહિદ કપૂર ની પત્ની મીરા રાજપૂતે ફિલ્મ નો પ્રથમ રીવ્યુ આપ્યો છે. મીરા એ તેના સોશિયલ મીડિયા પર આ ફિલ્મ ની સમીક્ષા કરી છે.
આ સમાચાર પણ વાંચો : Teri baaton mein aisa uljha jiya: સેન્સર બોર્ડ ના નિશાના પર આવી શાહિદ કપૂર કૃતિ સેનન ની ફિલ્મ, ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ ના આટલા સીન પર ચાલી કાતર
મીરા રાજપૂતે આપ્યો ફિલ્મ નો રિવ્યૂ
ગઈકાલે શાહિદ કપૂર ની ફિલ્મ તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા નું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું જેમાં મીરા રાજપૂત પણ પહોંચી હતી. ફિલ્મ જોયા બાદ મીરા રાજપૂતે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફિલ્મ નો રિવ્યુ આપ્યો હતો જેમાં તેને લખ્યું હતું કે, ‘ફિલ્મ હાસ્યથી ભરેલી છે. ઘણા સમય પછી આટલું મનોરંજન જોયું. પ્રેમ, હાસ્ય, આનંદ, નૃત્ય અને અંતમાં હૃદય સ્પર્શી સંદેશ.’ કૃતિ સેનન ના વખાણ કરતા મીરા એ લખ્યું, ‘તમે એકદમ પરફેક્ટ હતા’ પતિ શાહિદ માટે લખ્યું, ‘ઓજી લવર બોય, તારા જેવું કોઈ નથી. તમે મારા હૃદયને પીગળી દીધું છે.’

ફિલ્મની સમીક્ષા કરતા, તેણે સારાંશમાં લખ્યું કે ‘દિલ થી હસાવ્યા પેટ દુખવા લાગ્યું’.