Thalapathy Vijay :વધુ એક સાઉથ સુપરસ્ટારની રાજકારણમાં એન્ટ્રી, લોકસભા ચૂંટણી પહેલાં જ કર્યું પોતાની પાર્ટીનું એલાન..

Thalapathy Vijay :તમિલ સુપરસ્ટાર દલપતિ વિજયે અભિનય ક્ષેત્રે પદાર્પણ કર્યા બાદ હવે રાજકારણની દુનિયામાં પ્રવેશ કર્યો છે. આજે તેમણે પોતાની પાર્ટીના નામની જાહેરાત કરી છે. અભિનેતાએ પોતાની પાર્ટીનું નામ તમિલગા વેત્રી કાઝમ રાખ્યું છે.

by kalpana Verat
Thalapathy Vijay Tamil actor Vijay takes political plunge, floats Tamizhaga Vetri Kazhagam party

News Continuous Bureau | Mumbai 

Thalapathy Vijay : દેશના રાજકારણમાં વધુ એક અભિનેતાનો પ્રવેશ થયો છે. લોકસભા ચૂંટણી 2024 પહેલા દક્ષિણ ફિલ્મના સુપરસ્ટાર અભિનેતા વિજયે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. થલાપતિ વિજયે આજે રાજકીય પક્ષના નામની જાહેરાત કરી છે. તેમની પાર્ટીનું નામ તમિલગા વેત્રી કાઝમ છે.

2024ની લોકસભા ચૂંટણીમાં કોઈ પણ પક્ષને નહીં આપે ટેકો

દરમિયાન એક સત્તાવાર નિવેદનમાં, અભિનેતા વિજયે કહ્યું, ‘પાર્ટી ECI સાથે નોંધાયેલ છે. હું નમ્રતાપૂર્વક કહેવા માંગુ છું કે પાર્ટીની જનરલ કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કમિટીએ 2024ની લોકસભા ચૂંટણીમાં કોઈ પણ પક્ષને ન તો લડવાનો કે ન તો ટેકો આપવાનો નિર્ણય લીધો છે.

અભિનેતા વિજયે એક નિવેદનમાં કહ્યું હતું કે રાજનીતિ કોઈ વ્યવસાય નથી પરંતુ ‘પવિત્ર જનસેવા’ છે. ‘અભિનેતાએ પોતાની પાર્ટીનું નામ તમિલગા વેત્રી કાઝમ રાખ્યું છે. જેનો શાબ્દિક અર્થ ‘તમિલનાડુ વિજય પક્ષ’ છે. તેની જાહેરાત બાદ તેના ચાહકોએ જશ્ન મનાવવાનું શરૂ કરી દીધું છે. મહત્વનું છે કે કેટલાક સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે અભિનેતા રાજકારણમાં પ્રવેશ કરી શકે છે. 

વિજય કોણ છે?

વિજયનું પૂરું નામ જોસેફ વિજય ચંદ્રશેખર છે. તેમનો જન્મ 22 જૂન 1974ના રોજ થયો હતો. તેઓ વિજયના નામથી ઓળખાય છે. વિજય એક પ્રોફેશનલ એક્ટર અને પ્લેબેક સિંગર છે. વિજય તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. તેમણે તમિલ ઉપરાંત અન્ય ઘણી ભારતીય ભાષાઓની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. વિજયને તેના ચાહકો અને મીડિયામાં “થલાપતિ” (કમાન્ડર) તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની ગણતરી તમિલ સિનેમામાં સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાં થાય છે. વિશ્વભરમાં તેના ચાહકો છે.

 આ એવોર્ડ જીત્યા છે

અભિનેતા વિજય અત્યાર સુધી ઘણા એવોર્ડ જીત્યા છે. તેણે સ્ટાર ઇન્ડિયા તરફથી આઠ પુરસ્કારો, તમિલનાડુ સરકાર તરફથી ત્રણ તમિલનાડુ રાજ્ય ફિલ્મ પુરસ્કારો અને એક સિમા પુરસ્કાર જીત્યા છે. ભારતીય સેલિબ્રિટીઓની કમાણીના આધારે તેમને ફોર્બ્સ ઈન્ડિયા સેલિબ્રિટી 100 ની યાદીમાં ઘણી વખત સામેલ કરવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Gyanvapi Case: જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષને લાગ્યો ઝટકો, અલ્હાબાદ હાઈકોર્ટે પૂજા પર ન લગાવી રોક, હવે આ તારીખે થશે સુનાવણી..

સાઉથના આ સ્ટાર્સે પોલિટિકલ પાર્ટી બનાવી

આંધ્ર પ્રદેશમાં, એનટી રામારાવ, જેઓ અન્ના અને એનટીઆર તરીકે જાણીતા છે, તેમણે તેલુગુ દેશમ પાર્ટીની સ્થાપના કરી હતી. તેઓ સાત વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા. આ સિવાય અન્નાદુરાઈએ અભિનય કર્યા બાદ એક રાજકીય પક્ષ પણ બનાવ્યો હતો. તેઓ તમિલનાડુના પ્રથમ મુખ્યમંત્રી બન્યા. અભિનેત્રી જાનકી રામચંદ્રન, જે તમિલ ફિલ્મ ઉદ્યોગમાં વીએન જાનકી તરીકે પ્રખ્યાત છે, તેણે પણ રાજકારણમાં પ્રવેશ કર્યો અને તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા. તેઓ તેમના પતિ અને મુખ્યમંત્રી એમજી રામચંદ્રનના મૃત્યુ બાદ સીએમ બન્યા હતા. એમજીઆર તરીકે જાણીતા રામચંદ્રન 1977 થી 1987 વચ્ચે સતત દસ વર્ષ સુધી તમિલનાડુના મુખ્યમંત્રી રહ્યા. અમ્મા તરીકે પ્રખ્યાત જયલલિતાએ રાજકારણમાં પ્રવેશતા પહેલા તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. એક સમયે તમિલ ફિલ્મોમાં સ્ક્રિપ્ટ રાઈટર તરીકે કામ કરનાર એમ કરુણાનિધિ 5 વખત તમિલનાડુના મુખ્યમંત્રી રહ્યા હતા.

કમલ હાસને ફેબ્રુઆરી 2018માં રાજકીય પક્ષ મક્કલ નીધી મય્યમ પાર્ટીની રચના કરી હતી. તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવીએ 2008માં પ્રજા રાજ્યમ પાર્ટી નામની પોતાની પાર્ટી બનાવી. 2009ની વિધાનસભા ચૂંટણીમાં આ પાર્ટીએ 18 બેઠકો જીતી હતી. રજનીકાંતે ડિસેમ્બર 2017માં પોતાની પાર્ટી રજની મંદરામની જાહેરાત કરી હતી.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More