Site icon

Aditya Dhar Success Story: દગાથી ડર્યા વગર ફરી ઉભા થયા આદિત્ય ધર! ‘ધુરંધર 2’ ના અસલી ધુરંધરની સફર; જ્યારે પોતાની જ સ્ક્રિપ્ટ પર બીજાએ જમાવ્યો હક

Aditya Dhar Success Story: બાળપણમાં ડિસ્લેક્સિયા સામે લડત અને મુંબઈમાં ૨૦ વર્ષનો વનવાસ; આદિત્ય ધરની સ્ક્રિપ્ટ ચોરીને બીજાએ બનાવી ૧૦૦ કરોડની ફિલ્મો, જાણો કેવી રીતે બદલાઈ કિસ્મત

The 20-Year Struggle of Aditya Dhar; How the 'Dhurandhar 2' Maker Overcame Script Theft and Failures

The 20-Year Struggle of Aditya Dhar; How the 'Dhurandhar 2' Maker Overcame Script Theft and Failures

News Continuous Bureau | Mumbai

Aditya Dhar Success Story: ‘ધુરંધર 2’ ની સફળતા બાદ આજે આદિત્ય ધરની ક્રિએટિવિટી અને ડિટેલિંગના ચારેકોર વખાણ થઈ રહ્યા છે. પરંતુ આ મુકામ સુધી પહોંચવા માટે આદિત્યએ ૨૦ વર્ષ સુધી ઇન્ડસ્ટ્રીમાં લોહી-પાણી એક કર્યા છે. એક સમય એવો હતો જ્યારે તેમની સ્ક્રિપ્ટ ચોરી કરીને અન્ય લોકોએ બ્લોકબસ્ટર ફિલ્મો બનાવી લીધી હતી અને આદિત્ય ખાલી હાથે રહી ગયા હતા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : The Terror Report: શું ‘ધ ટેરર રિપોર્ટ’ ખોલશે POK ના કાળા રહસ્યો? એકતા કપૂરે કરી મોટી જાહેરાત; સોશિયલ મીડિયા પર અત્યારથી જ શરૂ થઈ ચર્ચા

ભણવામાં નબળા અને ડિસ્લેક્સિયાનો શિકાર 

આદિત્ય ધર બાળપણમાં ભણવામાં ખૂબ નબળા હતા કારણ કે તેમને ડિસ્લેક્સિયા (Dyslexia) નામની બીમારી હતી. તેમને બે-ત્રણ પાના વાંચવામાં આખો દિવસ લાગી જતો હતો. જોકે, તેમની માતા મ્યુઝિશિયન હોવાથી ઘરમાં કલાત્મક વાતાવરણ હતું, જેના કારણે તેમનો ઝુકાવ ડ્રામા અને મ્યુઝિક તરફ વધ્યો. ૫ સપ્ટેમ્બર ૨૦૦૬ના રોજ તેઓ સપનાની નગરી મુંબઈ આવ્યા હતા.આદિત્યએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે ઇન્ડસ્ટ્રીમાં તેમને ડગલે ને પગલે દગો મળ્યો છે. આદિત્યએ લખેલી અનેક સ્ક્રિપ્ટ લોકોએ ચોરી લીધી અને તેમાંથી ૧૦૦-૧૦૦ કરોડની ફિલ્મો બનાવી લીધી.અનેકવાર એવું બન્યું કે શૂટિંગના ૧૫ દિવસ પહેલા જ ફિલ્મ કેન્સલ થઈ જતી.આ કપરા સમયમાં નિર્દેશક પ્રિયદર્શન, વિશાલ ભારદ્વાજ અને રોબિન ભટ્ટે તેમને હિંમત આપી અને કામ ચાલુ રાખવા પ્રોત્સાહિત કર્યા. આદિત્યએ શરૂઆતમાં ગીતો લખ્યા અને પ્રિયદર્શનની ફિલ્મ ‘આક્રોશ’ તથા ‘તેઝ’ ના ડાયલોગ્સ પણ લખ્યા હતા.


વર્ષ ૨૦૧૯માં આવેલી ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ આદિત્યના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. આ ફિલ્મે ૩૫૮ કરોડની કમાણી કરી અને આદિત્યને રાતોરાત સ્ટાર બનાવી દીધા. આ ફિલ્મના સેટ પર જ તેમને પત્ની યામી ગૌતમ તરીકે પોતાનો પ્રેમ મળ્યો. આજે આદિત્ય અને યામીની કુલ નેટવર્થ ૧૦૦ કરોડથી વધુ છે. તેમની કંપની ‘B62 સ્ટુડિયોઝ’ હેઠળ અત્યારે અનેક મોટા પ્રોજેક્ટ્સ તૈયાર થઈ રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Box Office: કમાણી ભારતની અને હક પાકિસ્તાનનો? ‘ધુરંધર 2’ ના ૯૦૦ કરોડના કલેક્શન પર લ્યારીના લોકોનો અનોખો દાવો; સોશિયલ મીડિયા પર મચી ધમાલ
Vadh 2 OTT Release: સંજય મિશ્રા અને નીના ગુપ્તાનો ફરી જોવા મળશે દમદાર અંદાજ: ‘વધ 2’ હવે OTT પર ધમાકો કરવા તૈયાર; નોંધી લો આ તારીખ
Avatar 3 OTT Release: થઈ જાઓ તૈયાર! ૧૩,૦૭૦ કરોડની ‘અવતાર 3’ હવે તમારા ટીવી પર; જાણો કયા OTT પ્લેટફોર્મ પર અને કઈ તારીખે થશે રિલીઝ
Manav Gohil Dhurandhar 2 Role: મસૂરીમાં રજાઓ અને બેંગકોકની ટિકિટ! માનવ ગોહિલને ‘ધુરંધર 2’ માં કેવી રીતે મળી એન્ટ્રી? જાણો વગર ઓડિશને સિલેક્શનનું અસલી રહસ્ય
Exit mobile version