News Continuous Bureau | Mumbai
International Film Festival of India:
- 13 વર્લ્ડ પ્રીમિયર સહિત આંતરરાષ્ટ્રીય વિભાગમાં 198 ફિલ્મો બતાવવામાં આવશે.
- ‘કૅચિંગ ડસ્ટ’ શરૂઆતની ફિલ્મ હશે; ‘અબાઉટ ડ્રાય ગ્રાસિસ’ મિડ-ફેસ્ટ ફિલ્મ હશે અને ‘ધ ફેધરવેટ’ ક્લોઝિંગ ફિલ્મ હશે
- આ વર્ષે વિવિધ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાંથી 19 એવોર્ડ વિજેતા ફિલ્મો IFFI કેલિડોસ્કોપમાં સામેલ કરવામાં આવી છે.
- ઉત્પાદન, વિતરણ અથવા વેચાણ માટે ફિલ્મ બજારની 17મી આવૃત્તિમાં આ વર્ષે 300 આંતરરાષ્ટ્રીય ફિલ્મ પ્રોજેક્ટ ક્યુરેટ અને પ્રદર્શિત કરવામાં આવ્યા
- જાણીતા ફિલ્મ નિર્માતાઓ, સિનેમેટોગ્રાફરો અને અભિનેતાઓ સાથે 20 થી વધુ ‘માસ્ટરક્લાસ’ અને ‘ઇન કન્વર્સેશન’ સત્રો યોજાશે
કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે ( Anurag Thakur ) આજે જાહેરાત કરી હતી કે, 54મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 20 થી 28 નવેમ્બર, 2023 સુધી ગોવામાં ( Goa ) યોજાશે. આ પ્રસંગે બોલતા શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે, દુનિયામાં પાંચમું સૌથી મોટું બજાર ગણાતા ભારતનો મીડિયા અને મનોરંજન ઉદ્યોગ એક જબરદસ્ત તાકાત છે. તેમણે ઉમેર્યું હતું કે, દર વર્ષે આ બજારમાં સતત વૃદ્ધિ થઈ રહી છે, જેમાં છેલ્લાં ત્રણ વર્ષમાં સરેરાશ વાર્ષિક 20 ટકાના દરે વધારો થયો છે. ભારતમાં બનેલી ફિલ્મો ( movies ) દેશના દરેક ખૂણામાં પહોંચે છે અને અત્યારે દુનિયાનાં અંતરિયાળ વિસ્તારો સુધી પણ પહોંચી ગઈ છે.
મંત્રીએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે સત્યજિત રે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ સિનેમાની દુનિયાના ચમકતા સિતારા શ્રી માઇકલ ડગ્લાસને એનાયત થશે, જેઓ સિનેમાની દુનિયામાં તેમના અમૂલ્ય પ્રદાન માટે પ્રસિદ્ધ છે.
શ્રી ઠાકુરે જાણકારી આપી હતી કે, ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મો મહોત્સવ (આઇએફએફઆઈ) ( IFFI ) ના આંતરરાષ્ટ્રીય વિભાગને પ્રાપ્ત થતી ફિલ્મોની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે અને આ બાબત ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મો મહોત્સવ (આઇએફએફઆઈ) માટે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઉદ્યોગનું આકર્ષણ પ્રદર્શિત કરે છે.
નવેસરથી પ્રસ્તુત થયેલા ઓટીટી એવોર્ડ્ઝ વિશે બોલતા તેમણે જણાવ્યું હતું કે, કોવિડ19 મહામારી શરૂ થયા પછી અત્યાર સુધી ભારતમાં ઓટીટી મંચ પર મનોરંજનના ઉપભોગમાં ઝડપથી વધારો થયો છે અને ભારતમાં નિર્માણ થતી ઓરિજિનલ સામગ્રીને હજારો લોકો માણે છે. આ ક્ષેત્રની ગતિશીલ પૃષ્ઠભૂમિની જરૂરિયાતોને પૂરી કરવા મંત્રાલયે ઓટીટી મંચો પર ઉત્કૃષ્ટ સામગ્રીના રચનાકારોને બિરદાવવા આ પુરસ્કાર આપવાનો નિર્ણય કર્યો છે. આ ક્ષેત્ર દર વર્ષે 28 ટકા વૃદ્ધિ કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, 15 ઓટીટી મંચો પરથી 10 ભાષાઓમાં કુલ 32 એન્ટ્રીઓ મળી છે અને વિજેતાને રૂ. 10 લાખની ઇનામી રકમ એનાયત થશે.
શ્રી અનુરાગ ઠાકુરે દેશમાં ઝડપથી વધતી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પર વાત કરી હતી અને સરકાર આ પ્રકારની કંપનીઓને પ્રોત્સાહન આપવા ટેકારૂપ વ્યવસ્થાની રચના પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે એ વિશે જાણકારી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ફિલ્મ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા અને દેશના અંતરિયાળ વિસ્તારમાંથી પ્રતિભાઓને ઓળખવા માટે અમે ક્રિએટિવ માઇન્ડ્સ ઓફ ટૂમોરો એટલે કે ભવિષ્યના રચનાત્મક મનો નામની એક પહેલ શરૂ કરી હતી. મંત્રીએ જાણકારી આપી હતી કે, ચાલુ વર્ષ માટે આ વિભાગમાં 600થી વધારે એન્ટ્રીઓ મળી છે. ચાલુ વર્ષે વિભાગના 75 વિજેતાઓને પગલે 3 વર્ષમાં આ પ્રકારનાં વિજેતાઓની કુલ સંખ્યા 225 થશે.
મંત્રીએ વિશેષ ઉલ્લેખ કર્યો હતો કે, ચાલુ વર્ષના આઇએફએફઆઈ માટે આ તમામ સ્થળો તમામ સુવિધાઓ સાથે અને દિવ્યાંગજનો માટે સુલભતા સાથે સર્વસમાવેશક હશે. દ્રષ્ટિની નબળાઈ ધરાવતા લોકો માટે સાંભળી શકાય એવું ઓડિબલ વર્ણન, સાંભળવાની સમસ્યા ધરાવતા લોકો માટે સાંકેતિક ભાષા, વિવિધ ભાષાઓમાં સામગ્રીનું ડબિંગ – આ તમામ સબ કા સાથ સબ કા વિકાસના મંત્રનું પ્રતીક બની રહેશે.
રાજ્ય કક્ષાના મંત્રી ડો. એલ મુરુગને તેમના ટૂંકા નિવેદનમાં જણાવ્યું હતું કે, આઇએફએફઆઈ દુનિયાના સૌથી મોટા ફિલ્મ અને સાંસ્કૃતિક મહોત્સવ પૈકીનો એક છે. તેમણે દર્શકોને જાણકારી આપી હતી કે, આંતરરાષ્ટ્રીય જ્યુરી કે નિર્ણાયકમંડળની અધ્યક્ષતા પ્રસિદ્ધ ફિલ્મનિર્માતા શ્રી શેખર કપૂર કરશે.
અહીં 54મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવની ઝાંખી રજૂ કરી છેઃ
- આઇએફએફઆઈની એક મુખ્ય બાબત સત્યજિત રે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ (એસઆરએલટીએ) છે, જે વૈશ્વિક સિનેમામાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ એનાયત થશે. હોલીવૂડના પ્રસિદ્ધ અભિનેતા અને નિર્માતા માઇકલ ડગ્લાસ આઇએફએફઆઈમાં આ પ્રતિષ્ઠિત પુરસ્કાર લેવા માટે ઉપસ્થિત રહેશે. તેઓ વિશ્વ સિનેમામાં સૌથી મહાન આંતરરાષ્ટ્રીય હસ્તીઓમાં સામેલ છે. તેઓ તેમની પત્ની અને પ્રસિદ્ધ અભનેત્રી કેથેરિન ઝેટા-જાન્સ સાથે ઉપસ્થિત રહેશે.
આ સમાચાર પણ વાંચો : Central Government: કેન્દ્ર સરકારે ₹27.50/kgની એમઆરપી પર ‘ભારત’ આટાનું વેચાણ શરૂ કર્યું.
ફિલ્મ અને ટેલીવિઝન ઉદ્યોગમાં 50 વર્ષથી વધારે સમયથી પ્રદાન કરતાં “માઇકલ ડગ્લાસ”ને 2 ઓસ્કાર, 5 ગોલ્ડન ગ્લોબ પુરસ્કારો, એક પ્રાઇમટાઇમ એમ્મી પુરસ્કાર અને અન્ય અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે. વર્ષ 2023માં તેમને 76મા ફેસ્ટિવલ દા કાન્સમાં પામ ડી’ ફોર લાઇફટાઇમ એચિવમેન્ટ પુરસ્કાર એનાયત થયો હતો. તેઓ ‘વોલ સ્ટ્રીટ’માં ગોર્ડન ગીક્કો તરીકે તેમના એકેડેમી એવોર્ડવિજેતા અભિનયથી લઈને ફેટલ એટ્રેક્શન, ધ અમેરિકન પ્રેસિડન્ટ, બેસિક ઇન્સ્ટિકન્ટ, ટ્રાફિક અને રોમાન્સિંગ ધ સ્ટોન જેવી વિવેચકોમાં પ્રશંસાને પાત્ર બનેલી ફિલ્મોમાં યાદગાર અભિયાન માટે પ્રસિદ્ધ છે. માઇકલ અભિનેતા હોવાની સાથે સફળ નિર્માતા પણ છે. તેમના કાર્યમાં વન ફ્લૂ ઓવર ધ કુકૂસ નેસ્ટ અને ધ ચાઇના સિન્ડ્રોમ જેવી અસરકારક ફિલ્મો સામેલ છે. શ્રી ડગ્લાસ તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ પ્રસિદ્ધ છે. તેઓ ન્યૂક્લીઅર થ્રેટ ઇનિશિયેટિવ સંસ્થાના બોર્ડમાં સામેલ છે. આ બોર્ડ કે મંડળ પરમાણુ અને જૈવિક જોખમો ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે માનવજાત પર તોળાઈ રહ્યાં છે. વર્ષ 1998માં શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્રના દૂત તરીકે પણ નિમણૂક થઈ હતી.
- 270થી વધારે ફિલ્મો 4 સ્થળો – આઇનોક્સ પંજિમ (4), મેક્વિનેઝ પેલેસ (1), આઇનોક્સ પોર્વોરિમ (4), ઝેડ સ્ક્વેયર સમ્રાટ અશોક (2) પર મહોત્સવ દરમિયાન દર્શાવવામાં આવશે.
- 54મા આઇએફએફઆઈના ‘આંતરરાષ્ટ્રીય વિભાગ’માં 198 ફિલ્મો સામેલ હશે, જે 53મા આઇએફએફઆઈથી 18 વધારે પણ છે. તેમાં 13 ફિલ્મોનું વર્લ્ડ પ્રીમિયર, 18 ફિલ્મોનું આંતરરાષ્ટ્રીય પ્રીમિયર, 62 એશિયન ફિલ્મોનું પ્રીમિયર અને 89 ભારતીય ફિલ્મોનું પ્રીમિયર યોજાશે. ચાલુ વર્ષે આઇએફએફઆઈને દુનિયાના 105 દેશોમાંથી સૌથી વધુ 2926 એન્ટ્રીઓ મળી હતી, જે ગયા વર્ષે પ્રાપ્ત થયેલી આંતરરાષ્ટ્રીય ફિલ્મોની સંખ્યામાં ત્રણ ગણી વધારે છે.
- ‘ઇન્ડિયન પેનોરમા’ વિભાગમાં ભારતમાંથી 25 ફીચર ફિલ્મો અને 20 નોન-ફીચર ફિલ્મો પ્રદર્શિત થશે. ફીચર વિભાગમાં પ્રારંભિક ફિલ્મ મલયાલમ ભાષાની ફિલ્મ અટ્ટમ છે અને નોન-ફીચર ફિલ્મ વિભાગમાં મણિપુરમાંથી એન્ડ્રો ડ્રીમ્સ નામની ફિલ્મ છે.
- બેસ્ટ વેબ સીરિઝ (ઓટીટી) પુરસ્કાર: બેસ્ટ વેબ સીરિઝ (ઓટીટી) પુરસ્કાર ચાલુ વર્ષે પહેલી વાર પ્રસ્તુત કરવામાં આવશે. એનો ઉદ્દેશ ઓટીટી મંચો પર સામગ્રી અને એના રચનાકારોને સન્માનિત કરવાનો, પ્રોત્સાહન આપવાનો અને બિરદાવવાનો છે. 15 ઓટોટી મંચો પરથી 10 ભાષાઓમાં 32 એન્ટ્રીઓ મળી છે. વિજેતા સીરિઝ કે શ્રેણીઓને ઇનામી રકમ તરીકે પ્રમાણપત્રો અને 10 લાખ રૂપિયાનું રોકડ ઇનામ મળશે, જેની જાહેરાત સમાપન સમારંભમાં થશે.
- ચાલુ વર્ષના આઇએફએફઆઈનો આંતરરાષ્ટ્રીય ફિલ્મ વિભાગ 8 કાળજીપૂર્વક બનાવેલા વિભાગો ધરાવશે. મહત્વપૂર્ણ ફિલ્મોની મુખ્ય બાબતો નીચે મુજબ છે –
- પ્રારંભિક ફિલ્મ: કેચિંગ ડસ્ટ | નિર્દેશક: સ્ટુઅર્ટ ગટ્ટ | બ્રિટન | (આંતરરાષ્ટ્રીય પ્રીમિયર) – આ એક ડ્રામા/થ્રિલર ફિલ્મ છે, જેના કલાકારોમાં પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય કલાકારો સામેલ છે, જેમાં એરિન મોરિએર્ટી, જેઈ કર્ટની, દિના શિહાબી, રયાન કોર, જોઝ અલ્ટિટ, ગેરી ફેનિન અને ઓલ્વેન ફોરેર સામેલ છે. સ્ટુઅર્ટ ગટ્ટ એક પુરસ્કાર વિજેતા બ્રિટિશ ફિલ્મનિર્માતા છે, જે એશિયનનો મિશ્ર વારસો ધરાવે છે. તેમની વાર્તાઓ આ પ્રદેશના દેશોનાં સામાજિક વિષયોથી પ્રભાવિત હોય છે.
- મિડ-ફેસ્ટ ફિલ્મ: એબાઉટ ડ્રાય ગ્રાસીસ | નિર્દેશક: નુરી બિલ્જે સીલન | ફ્રાંસ | (ભારત પ્રીમિયર) – આ પ્રસિદ્ધ નિર્દેશક દ્વારા નિર્મિત એક તુર્કીશ ડ્રામા છે, જેણે કેટલાંક પ્રતિષ્ઠિત પુરસ્કારો મેળવ્યાં છે. તેમની ફિલ્મ વિન્ટર સ્લીપ (2014)એ કાન્સ ફિલ્મ મહોત્સવમાં પામ ડી’ઓર પુરસ્કાર જીત્યો હતો, તો તેમની છ ફિલ્મોની પસંદગી તુર્કી તરફથી શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ માટે એકેડેમી પુરસ્કાર માટે થઈ હતી, જેમાં ‘અબાઉટ ડ્રાય ગ્રાસીસ’ પણ સામેલ છે. આ ફિલ્મે ચાલુ વર્ષે કાન્સ ફિલ્મ મહોત્સવના સ્પર્ધા વિભાગમાં પણ સામેલ હતી. એની પ્રસિદ્ધ અભિનેત્રી મર્વે દિઝદારને આ ફિલ્મમાં તેમના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર પણ એનાયત થયો હતો.
- સમાપન ફિલ્મ: ધ ફીચરવેઇટ | નિર્દેશક: રોબર્ટ કોલોડની | અમેરિકા | (એશિયા પ્રીમિયર) – આ વર્ષ 2023માં પ્રસ્તુત થયેલી અમેરિકન બાયોગ્રાફિકલ સ્પોર્ટ્સ ડ્રામા એટલે કે એક રમતવીરની જીવનગાથા પર આધારિત ફિલ્મ છે, જેમાં એક પ્રસિદ્ધ રમતવીરના જીવન સ્વરૂપે આધુનિક પ્રસિદ્ધિના ભ્રમ અને કલ્પનાને “ક્લાસિક સિનેમા વેરિટ” (વાસ્તવિક સિનેમા)માં ઉત્કૃષ્ટ રીતે રજૂ કરવામાં આવી છે. રોબર્ટ કોલોડની અમેરિકાના બહુપ્રતિભાશાળી નિર્દેશક, લેખક અને સિનેમેટોગ્રાફર છે. ફિલ્મનું પ્રીમિયર સપ્ટેમ્બર, 2023માં 80મા વેનિસ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં થયું હતું. રોબર્ટે ઘણી ફિલ્મો માટે ફોટોગ્રાફી નિર્દેશક તરીકે કામ કર્યું છે તથા વિવિધ પુરસ્કારવિજેતા ફિલ્મો અને દસ્તાવેજી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે.
- આંતરરાષ્ટ્રીય સ્પર્ધા વિભાગ –15 ફીચર ફિલ્મો (12 આંતરરાષ્ટ્રીય + 3 ભારતીય)ની પસંદગી પ્રતિષ્ઠિત શ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર, ગોલ્ડન પીકોક અને રૂ. 40 લાખ મેળવવા સ્પર્ધા કરવા થઈ છે. શ્રેષ્ઠ ફિલ્મ ઉપરાંત જ્યુરી શ્રેષ્ઠ નિર્દેશક, શ્રેષ્ઠ અભિનેતા (પુરુષ), શ્રેષ્ઠ અભિનેત્રી (મહિલા), વિશેષ જ્યુરી પ્રાઇસ કેટેગરીમાં વિજેતાઓને નિર્ણય પણ કરશે. ફિલ્મોની યાદી પરિશિષ્ટમાં આપી છે અને તેમની વિગતો આઇએફએફઆઈની અધિકૃત વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે.
- બેસ્ટ ફીચર ફિલ્મ ડેબ્યુ ડિરેક્ટર – 5 આંતરરાષ્ટ્રીય + 2 ભારતીય ફિલ્મો પ્રતિષ્ઠિત સિલ્વર પીકોક, રોકડ ઇનામ તરીકે 10 લાખ રૂપિયા અને એક પ્રમાણપત્ર મેળવવા માટે આ વિભાગમાં સ્પર્ધા કરશે. ફિલ્મોની યાદી પરિશિષ્ટમાં આપી છે અને તેમની વિગતો આઇએફએફઆઈની અધિકૃત વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે.
- આંતરરાષ્ટ્રીય જ્યુરી – શ્રી શેખર કપૂર (અધ્યક્ષ), પ્રસિદ્ધ ભારતીય ફિલ્મનિર્માતા અને અભિનેતા, જોઝ લ્યુઇસ આલ્કેઇન, પુરસ્કારવિજેતા સ્પેનિશ સિનેમાફોટોગ્રાફર, જેરોમ પિલાર્ડ, માર્શે દુ કાન્સના પ્રસિદ્ધ પૂર્વન અધ્યક્ષ, કેથેરિન ડુસાર્ટ, ફ્રાંસના પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા; હેલેન લીકે, ઓસ્ટ્રેલિયાના પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા.
- ફેસ્ટિવલ કેલિડોસ્કોપ – ચાલુ વર્ષના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવોની પુરસ્કાર વિજેતા ફિલ્મોની શ્રેષ્ઠ ફિલ્મોને આઇએફએફઆઈ કેલિડોસ્કોપમાં વર્ગીકૃત કરવામાં આવી છે. કાન્સ, વેનિસ, સાઓ પાઉલો, રોટરડામ, સાન્તા બાર્બરા, સ્ટોકહોમ વગેરે જેવા મહોત્સવોમાંથી 19 ફિલ્મો પ્રસ્તુત થશે.
- સિનેમા ઓફ ધ વર્લ્ડ વિભાગ એન્ટ્રીઓમાંથી 130 ફિલ્મો ધરાવશે, જે અગાઉના વર્ષથી (77)થી મોટી હરણફાળ છે, જેમાં દુનિયાભરના ફિલ્મ ઉદ્યોગમાંથી સુંદરતા અને વાર્તાઓની વિવિધતા પ્રસ્તુત થશે.
- પ્રસ્તુત થયેલો ડોક્યુ-મોન્ટેજ વિભાગ દુનિયાભરની રસપ્રદ ડોક્યુમેન્ટરી કે દસ્તાવેજી ફિલ્મો ધરાવશે.
- મહોત્સવના એનિમેશન વિભાગને કાળજીપૂર્વક તૈયાર કરેલા આંતરરાષ્ટ્રીય અને ભારતીય એનિમેશન ફિલ્મોમાં વધારવામાં આવ્યો છે, જેમાં સુંદર સ્વદેશી અને સુરુચિપૂર્ણ રીતે વર્ણન કરેલી રસપ્રદ એનિમેટેડ ફિલ્મો સામેલ છે, જેમાં પોલેન્ડની અધિકૃત ઓસ્કાર એન્ટ્રી – ધ પીઝન્ટ્સ (નિર્દેશકઃ ડી કે વેલ્શમેન, હ્યુ વેલ્શમેન) પણ ભારતીય એનિમેશન ફિલ્મોમાં સામેલ છે.
- પ્રસ્તુત થયેલા પુનઃસ્થાપિત ક્લાસિક વિભાગમાં ભારતીય ક્લાસિક્સની નુકસાનગ્રસ્ત થયેલી સેલ્યુલોઇડ રીલ્સમાંથી રાષ્ટ્રીય ફિલ્મ વારસા અભિયાન (એનએફએચએમ) અંતર્ગત એનએફડીસી-એનએફએઆઈ દ્વારા હાથ ધરાયેલી આંતરરાષ્ટ્રીય સ્તરની પુનઃસ્થાપિત થયેલી 7 ફિલ્મોનું વર્લ્ડ પ્રીમિયર યોજાશે –
- વિદ્યાપતિ (1937) બંગાળી, નિર્દેશક: દેવકી બોઝ
- શ્યામચી આઈ (1953), મરાઠી, નિર્દેશક: પી કે આત્રે
- પટાલા ભૈરવી (1951), તેલુગુ, નિર્દેશક: કે વી રેડ્ડી
- ગાઇડ (1965), હિંદી, નિર્દેશક: વિજય આનંદ
- હકીકત (1964), હિંદી, નિર્દેશક: ચેતન આનંદ
- કોરસ (1974) બંગાળી, નિર્દેશક: મૃણાલ સેન
- બીસ સાલ બાદ (1962), હિંદી, નિર્દેશક: બિરેન નાગ
- ઉપરાંત 3 આંતરરાષ્ટ્રીય પુનઃસ્થાપિત ફિલ્મો પણ આ વિભાગમાં પ્રદર્શિત કરવામાં આવશે, જેમાં ધ એક્સોર્સિસ્ટ એક્ષ્ટેન્ડેડ ડિરેક્ટર્સની કટ ફ્રોમ વેનિસ અને સર્ગેઈ પરજેનોવની શેડોઝ ઓફ ફરગોટન એન્સેસ્ટર્સ સામેલ છે.
- યુનેસ્કો ફિલ્મો – યુનેસ્કોના આદર્શોને પ્રતિબિંબિત કરતી ફિલ્મોઃ 7 આંતરરાષ્ટ્રીય + 3 ભારતીય ફિલ્મો. ફિલ્મોની યાદી પરિશિષ્ટમાં આપેલી છે અને તેમની વિગતો આઇએફએફઆઈની અધિકૃત વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે.
- સુલભ ફિલ્મો – 54મા આઇએફએફઆઈમાં મહોત્સવમાં દિવ્યાંગ પ્રતિનિધિઓ તમામ ફિલ્મો અને અન્ય સ્થાનોની મજા માણી શકે એ સુનિશ્ચિત કરવા માટે સુવિધાઓ ઊભી કરવામાં આવશે. મહોત્સવને દરેક માટે સર્વસમાવેશક અને સર્વસુલભ બનાવવા માટેનું પગલું સર્વસમાવેશકતા તરફનું છે.
- દિવ્યાંગ પ્રતિનિધિઓ માટે
- દ્રષ્ટિની સમસ્યા ધરાવતા લોકો માટે: સંલગ્ન ઓડિયો વર્ણન સાથે ફિલ્મો – સિર્ફ એક બંદા કાફી હૈ અને શેરશાહ
- સાંભળવાની સમસ્યા ધરાવતા લોકો માટે: સંલગ્ન સાંકેતિક ભાષા સાથે ફિલ્મો – 83 અને ભાગ મિલ્ખા ભાગ
- એકથી વધારે ભાષાઓમાં ડબિંગ – ઘણી ભારતીય પેનોરમા ફિલ્મો પસંદગીની ભાષામાં ડબિંગ સાથે જોવા માટે ઉપલબ્ધ થશે, જેમાં તેમના સ્માર્ટફોન અને ઇયરફોનનો ઉપયોગ થશે. આઇએફએફઆઈએ આ માટે સિનેડબ્સ એપ સાથે જોડાણ કર્યું છે, જે નિઃશુલ્ક ધોરણે તેની સેવા ઉપલબ્ધ કરશે. કેટલાંક ડબિંગ્સ એપ દ્વારા ઉપલબ્ધ થશે, જે થિયેટરમાં રજૂ થયેલી ફિલ્મોની ભાષાથી અન્ય ભાષાઓમાં ફિલ્મ રજૂ કરશે.
- દિવ્યાંગ પ્રતિનિધિઓ માટે
- આઇએફએફઆઈના તમામ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં 40થી વધારે મહિલા ફિલ્મનિર્માત્રીઓની ફિચર ફિલ્મો.
- માસ્ટર ક્લાસીસ અને સંવાદ સત્રો – 20થી વધારે ‘માસ્ટરક્લાસીસ’ અને ‘સંવાદમાં’ સત્રો પ્રસિદ્ધ ફિલ્મનિર્માતાઓ, સિનેમેટોગ્રાફર્સ અને કલાકારો સાથે યોજાશે એટલે આ રોમાંચક સપ્તાહની ખાતરી આપે છે. ગોવાના પંજિમના ફેસ્ટિવલ માઇલ ખાતે સ્થિત કલા અકાદમીને આ માટે નવેસરથી સુશોભિત કરવામાં આવશે અને એનું નિર્માણ નવેસરથી કરવામાં આવશે. માઇકલ ડગ્લાસ, બ્રેન્ડન ગેલ્વિન, બ્રિલેન્ટ મેન્ડોઝા, સની દેઓલ, રાણી મુખર્જી, વિદ્યા બાલન, જોહન ગોલ્ડવોટર, વિજય સેતુપતિ, સારા અલી ખાન, પંકજ ત્રિપાઠી, નવાઝુદ્દીન સિદ્દિકી, કે કે મેનન, કરણ જોહર, મધુર ભંડારકર, મનોજ વાજપેયી, કાર્તિકી ગોન્સાલ્વીઝ, બોની કપૂર, આલુ અરવિંદ, થિયોડોર ગ્લક, ગુલશન ગ્રોવર વગેરે કેટલાંક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સિતારાઓ તેમાં સામેલ થશે.
- ગાલા પ્રીમિયર્સ – ગયા વર્ષે શરૂ થયેલા ગાલા પ્રીમિયર્સનું વિસ્તરણ થયું છે. આઇએફએફઆઈમાં આ ફિલ્મ પ્રીમિયર્સ તેમના કલાકારો ધરાવશે અને આઇએફએફઆઈની લાલ જાજમ (રેડ કાર્પેટ) પર પ્રતિભાઓ તેમની ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે ચાલશે.
- વર્ચ્યુઅલ આઇએફએફઆઈ – માસ્ટરક્લાસીસ, સંવાદ સત્રોમાં, પેનલ ચર્ચાઓ અને 54મા આઇએફએફઆઈના ઉદ્ઘાટન/સમાપન સમારંભ બુક માય શૉ એપ મારફતે ઓનલાઇન જોવા મળશે. નોંધણી સાધારણ જાળવવામાં આવશે.
- ફિલ્મ બાઝાર: આઇએફએફઆઈનું હાર્દ છે – “આંતરરાષ્ટ્રીય સિનેમાની ઉજવણી.” એની સાથે સાથે એક ફિલ્મ બાઝારનું આયોજન પણ એનએફડીસીએ કર્યું છે, જેનો ઉદ્દેશ “સિનેમાના વ્યવસાય”ને એક પાસાં તરીકે રજૂ કરવાનો છે. આઇએફએફઆઈનું ફિલ્મ બાઝાર દક્ષિણ એશિયામાં સૌથી મોટા આંતરરાષ્ટ્રીય ફિલ્મ બજાર પૈકીના એકમાં પરિવર્તિત થયું છે. આ આંતરરાષ્ટ્રીય ફિલ્મ નિર્માતાઓ, નિર્દેશકો, વેચાણ એજન્ટો અને મહોત્સવના આયોજકો માટે એક આદર્શ વ્યવસ્થા તરીકે પણ કામ કરશે, જેઓ સંભવિત રચનાત્મક અને નાણાકીય જોડાણ માટે એકબીજાને મળશે. આ “એનએફડીસી ફિલ્મ બાઝારની 17મા એડિશન” એના વિવિધ વર્ટિકલમાં સંવર્ધિત તકો ધરાવશે –
- ફિલ્મ્સ બાઝારમાં પેવેલિયન્સ અને સ્ટોલ્સ –
- વીએફએક્સ અને ટેક પેવેલિયન – એક નવેસરથી તૈયાર કરાયેલું “વીએફએક્સ અને ટેક પેવેલિયન” ફિલ્મ બાઝારમાં સંકલિત કરવામાં આવ્યું છે, જે દરિયાકિનારા તરફની સહેલ કરાવશે. આ ફિલ્મ નિર્માતાઓને આધુનિક નવીનતાઓથી વાકેફ કરશે, જેથી તેઓ “શોટ લેવાની” પરંપરાગત રીતની સાથે વાર્તા રજૂ કરવાની સંભવિતતાઓ ચકાસવાની સાથે “શોટ બનાવવાની” અમર્યાદિત સંભવિતતાઓ પણ રજૂ કરશે.
- આંતરરાષ્ટ્રીય ફિલ્મ પંચો અને ભારતીય રાજ્યોના કેટલાંક સ્ટોલ તેમના સ્થાનો અને પ્રોત્સાહન યોજનાઓને પ્રસ્તુત કરશે.
- ફિલ્મના કેટલાંક સ્ટોલ, જે નિર્માણગૃહો, સંસ્થાઓ, સંગઠનો વગેરે સાથે સંબંધિત છે
- દસ્તાવેજી અને નોન-ફીચર પ્રોજેક્ટ્સ/ફિલ્મોની પ્રસ્તુતિ
- “નોલેજ સીરિઝ” પસંદ થયેલા ફિલ્મ નિર્માતાઓ, દેશો અને રાજ્યોમાંથી સત્રોને સામેલ કરવા કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવી છે, જેની સાથે ફિલ્મ નિર્માણ અને વિતરણના મહત્વપૂર્ણ પાસાં પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
- ગયા વર્ષથી શરૂ થયેલો ‘બુક ટૂ બોક્ષ ઓફિસ’ વિભાગે રચનાત્મક લેખકોને તેમનું કાર્ય રજૂ કરવા એક મંચ પ્રદાન કરવાનો મુખ્ય આશય વધારવા તથા નિર્માતાઓ અને મંચના વડાઓને તેમની વાર્તાઓ પ્રસ્તુત કરવા ‘ધ સ્ટોરી ઇન્ક’ સાથે જોડાણ કર્યું છે.
- સંપૂર્ણપણે જોઈએ તો નિર્માણ, વિતરણ કે વેચાણ માટે ફિલ્મ બાઝારની 17મી આવૃત્તિમાં ચાલુ વર્ષે 300થી વધારે આંતરરાષ્ટ્રીય ફિલ્મ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે અને રજૂ થશે.
- ફિલ્મ્સ બાઝારમાં પેવેલિયન્સ અને સ્ટોલ્સ –
- 75 ક્રિએટિવ માઇન્ડ્સ ઓફ ટૂમોરો (સીએમઓટી – આવતીકાલના 75 રચનાત્મક મનો): માહિતી અને પ્રસારણ મંત્રાલયના માનનીય મંત્રી શ્રી અનુરાગ સિંહના વિચાર સ્વરૂપે આકાર લઈ રહેલી આ પહેલનો આશય ફિલ્મ નિર્માણના વિવિધ પ્રવાહોમાંથી યુવાન રચનાત્મક પ્રતિભાઓને ઓળખવાનો, તેમને પ્રોત્સાહન આપવાનો અને સંવર્ધિત કરવાનો છે. શોર્ટ્સ ટીવી વિભાવના પ્રોગ્રામિંગ પાર્ટનર છે, જે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ટૂંકી ફિલ્મો અને ટીવી, મોબાઇલ, ઓનલાઇન અને થિયેટર્સમાં ઉપલબ્ધ શ્રેણીઓનો દુનિયાનો સૌથી મોટો કેટાલોગ છે. આ પસંદ થયેલા ‘રચનાત્મક મનો’ ‘ફિલ્મ ચેલેન્જ’ માટે 5 ટીમમાં વિભાજીત છે. તેઓ 48 કલાકમાં એક-એક ટૂંકી ફિલ્મ બનાવશે. ચાલુ વર્ષે ઉમેદવારોને વ્યવસાયિક વર્ગો પણ મળશે, જે ખાસ કરીને સિનેમાના ઉત્કૃષ્ટ લોકોએ તૈયાર કરેલા છે અને ભરતી માટે એક “ટેલેન્ટ કેમ્પ”નું આયોજન 20થી વધારે અગ્રણી કંપનીઓ સાથે થશે.
- આઇએફએફઆઈ સિને-મેલા: આઇએફએફઆઈ સિનેમાની દુનિયામાં ઉત્કૃષ્ટતા પ્રદર્શિત કરવાની સાથે સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણી પણ છે. ચાલુ વર્ષે આઇએફએફઆઈ સિને-મેલા સિનેમેટિક મહોત્સવમાં ઉત્કૃષ્ટ સંવર્ધન કરશે, જેમાં આઇએફએફઆઈના મહેમાનો તથા આઇએફએફઆઈ માટે નોંધણી ન કરાવનાર સ્થાનિકો અને પ્રવાસીઓ જેવા અન્ય લોકો પણ રોમાંચક પ્રવૃત્તિઓ માણી શકશે, તો સિનેમા, કળા, સંસ્કૃતિ, હસ્તકળાઓ, સ્વાદિષ્ટ વાનગીઓ વગેરેની ઉજવણીમાં સામેલ થઈ શકશે.
- અન્ય આકર્ષણો: ઓપન એર સ્ક્રીનિંગ્સ, કેરવાન્સ, શિગ્મોત્સવ, ગોવા કાર્નિવલ, સેલ્ફી પોઇન્ટ્સ, આઇએફએફઆઈ મર્ચન્ડાઇઝ વગેરે, જે દુનિયા માટે ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક મહોત્સવ પૈકીના એક તરીકે આઇએફએફઆઈની સાખ વધારશે.
- મહોત્સવના સ્થાનોનું બ્રાન્ડિંગ અને સુશોભન – એનએફડીસી અને ઇએસજીએ મહોત્સવના સ્થાનોનું બ્રાન્ડિંગ અને સંપૂર્ણ સુશોભન કરવા અમદાવાદની પ્રસિદ્ધ સંસ્થા એનઆઇડી (રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા) સાથે જોડાણ કર્યું છે.
- ભારતની સંસ્કૃતિઓની ઉજવણી (5 દિવસ) –
આ સમાચાર પણ વાંચો : Delhi Air pollution : પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારનો લીધો ઉધડો, ઓડ-ઇવન ફોર્મ્યુલાને અવૈજ્ઞાનિક ગણાવી અને આપ્યો આ આદેશ..
ફિલ્મ સ્ક્રીનિંગની સાથે ગાલા પ્રીમિયર્સ અને ફિલ્મ પ્રતિભાઓની મુલાકાતો તેમના પ્રદેશોને પ્રસ્તુત કરશે.
- 22મી: પૂર્વ : બંગાળી, ઉડિયા, અસમી, મણિપુરી અને ઉત્તર પૂર્વની બોલીઓ
- 23મી: દક્ષિણ 1:તમિળ અને મલયાલમ
- 24મી: ઉત્તર : પંજાબી, ડોગરી, ભોજપુરી, રાજસ્થાની, ઉર્દૂ, છત્તિસગઢી
- 25મી: પશ્ચિમ : કોંકણી, મરાઠી, ગુજરાતી
- 26મી: દક્ષિણ 2: કન્નડ અને તેલુગુ
- અધિકૃત વેબસાઇટ https://iffigoa.org/ પર દરરોજ જાહેરાતો અને નવી જાણકારીઓ જોઈ શકાશે.
- ભારત સરકારનું માહિતી અને પ્રસારણ મંત્રાલય રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ (એનએફડીસી) દ્વારા ગોવાની રાજ્ય સરકાર સાથે ગોવાના મનોરંજન મંડળ (ઇએસજી) સાથે સંયુક્તપણે ગોવામાં 20થી 28 નવેમ્બર સુધી 54મા આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવ (આઇએફએફઆઈ)નું આયોજન થયું છે.
- આઇએફએફઆઈ વિશ્વનો 14મો સૌથી મોટો અને સૌથી પ્રતિષ્ઠિત ‘ઇન્ટરેશનલ કોમ્પિટિશન ફીચર ફિલ્મ ફેસ્ટિવલ્સ’ પૈકીનો એક છે, જેને ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફિલ્મ પ્રોડ્યુસર્સ એસોસિએશન (એફઆઇએપીએફ) દ્વારા માન્યતા મળી છે, જે દુનિયાભરમાં ફિલ્મ મહોત્સવોનું સંચાલન કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. કાન્સ, બર્લિન અને વેનિસ જેવા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવો આ પ્રકારનાં પ્રતિષ્ઠિત મહોત્સવો છે, જેને આ કેટેગરી અંતર્ગત એફઆઇએપીએફ દ્વારા માન્યતા મળી છે.
- વાર્ષિક ફિલ્મ મહોત્સવ વર્ષોથી દુનિયા અને ભારતનાં શ્રેષ્ઠ સિનેમાનું ઘર ગણાય છે, જેમાં ભારત અને સમગ્ર વિશ્વના ફિલ્મ ઉદ્યોગમાંથી દિગ્ગજો એના પ્રતિનિધિઓ, મહેમાનો અને વક્તાઓ તરીકે ઉપસ્થિત રહે છે.
પરિશિષ્ટ
54મો આઇએફએફઆઈ 2023
ફિલ્મની યાદી – સ્પર્ધાઓ
આંતરરાષ્ટ્રીય સ્પર્ધા (આઇસી) – 15 ફિલ્મો
| એન્ડ્રેગોજી | નિર્દેશક: રેગાસ ભાનુતેજા | ઇન્ડોનેશિયા | 2023 | ઇન્ડોનેશિયન | 110′ | આઇસી |
| બ્લાગાસ લેશન્સ | નિર્દેશક: સ્ટીફન કોમાનડરેવ | બલ્ગેરિયા, જર્મની | 2023 | બલ્ગેરિયન | 114′ | આઇસી |
| બોસ્નિયન પોટ | નિર્દેશક: પેવો મેરિનકોવિક | ક્રોએશિયા | 2023 | ક્રોએશિયન, જર્મન | 103′ | આઇસી |
| એન્ડલેસ બોર્ડર્સ | નિર્દેશક: અબ્બાસ અમિની | ઇરાન, ઇસ્લામિક પ્રજાસત્તાક | 2023 | પર્શિયન | 111′ | આઇસી |
| હોફમેન્સ ફેરી ટેલ્સ | નિર્દેશક: ટિના બર્કાલયા | રશિયન સંઘ | 2023 | રશિયન | 88′ | આઇસી |
| લ્યુબો | નિર્દેશક: જિયોર્જિયો ડિરિટ્ટી | ઇટાલી, સ્વિત્ઝર્લેન્ડ | 2023 | ઇટાલિયન, સ્વિસ જર્મન, જેનિસ્ક | 181′ | આઇસી |
| મેઝર્સ ઓફ મેન | નિર્દેશક: લાર્સ ક્રુમે | જર્મની | 2023 | જર્મન | 116′ | આઇસી |
| પાર્ટી ઓફ ફૂલ્સ | નિર્દેશક: આર્નોડ ડેસ પેલેરીઝ | ફ્રાંસ | 2023 | ફ્રેન્ચ | 122′ | આઇસી |
| ધ અધર વિડો | નિર્દેશક: મ’અયાન રાઇપ | ઇઝરાયેલ | 2022 | હિબ્રૂ | 83′ | આઇસી |
| વૂમન ઓફ | નિર્દેશક: માલ્ગોર્ઝાતા ત્જુમોવ્સ્કા, માઇકલ ઇંગ્લર્ટ | પોલેન્ડ | 2023 | પોલિશ | 132′ | આઇસી |
| અસોગ | નિર્દેશક: સીયાન ડેવ્લિન | કેનેડા | 2023 | અધર, તગલોગ | 99′ | આઇસી |
| ડાઇ બિફોર ડેથ | નિર્દેશક: અહમદ ઇમામોવિક | બોસ્નિયા અને હર્ઝગોવિના | 2023 | બોસ્નિયન | 94′ | આઇસી |
| કંતારા | નિર્દેશક: રિષભ શેટ્ટી | ભારત | 2022 | કન્નડ | 150‘ | આઇસી |
| સના | નિર્દેશક: સુધાંશુ સરિયા | ભારત | 2023 | હિંદી | 119’ | આઇસી |
| મિર્બીન | નિર્દેશક: મૃદુલ ગુપ્તા | ભારત | 2022 | કર્બી | 89’ | આઇસી |
બેસ્ટ ડેબ્યૂ ફીચર ફિલ્મ ઓફ એ ડિરેક્ટર એવોર્ડ (બીડી) – 7 ફિલ્મો
| ઓલમોસ્ટ એન્ટાયર્લી એ સ્લાઇટ ડિઝાસ્ટર | નિર્દેશક: ઉમુટ સુબાસી | તુર્કી | 2023 | અંગ્રેજી, તુર્કીશ | 88′ | બીડી |
| લેટ મી ગો | નિર્દેશક: મેક્સિમ રેપ્પાઝ | સ્વિત્ઝર્લેન્ડ | 2023 | ફ્રેન્ચ | 92′ | બીડી |
| ઓકેરિના | નિર્દેશક: અલ્બાન ઝોગ્જાની | અલ્બાનિયા | 2023 | અલ્બાનિયન, અંગ્રેજી | 92′ | બીડી |
| સ્લીપ | નિર્દેશક: જેસન યુ | દક્ષિણ કોરિયા | 2023 | કોરિયન | 95′ | બીડી |
| વ્હેન ધ સીડિંગ્સ ગ્રો | નિર્દેશક: રેજર આઝાદ કાયા | સીરિયન આરબ પ્રજાસત્તાક | 2022 | અરબી, કુર્દીશ | 83′ | બીડી |
| ઢાઈ આખર | નિર્દેશક: પરવીન અરોરા | ભારત | 2023 | હિંદી | 98 ‘ | બીડી |
| ઇરાટ્ટા | નિર્દેશક: રોહિત એમ જી ક્રિષ્નન | ભારત | 2023 | મલયાલમ | 112 ‘ | બીડી |
આઇસીએફટી યુનેસ્કો ગાંધી ચંદ્રક પુરસ્કાર – 10 ફિલ્મો
| એ હાઉસ ઓફ યેરુશલમ | નિર્દેશક: મુઆયદ અલાયન | પેલેસ્ટાઇન, યુકે, જર્મની, નેધરલેન્ડ્સ, કતાર | 2022 | અંગ્રેજી, અરબી, હિબ્રૂ | 103′ | આઇસીએફટી યુનેસ્કો |
| સિટિઝન સેઇન્ટ નિર્દેશક: ટિનાટિન કજરિશ્વિલી | જ્યોર્જિયા | 2023 | જ્યોર્જિયન | 100′ | આઇસીએફટી યુનેસ્કો |
| ડ્રિફ્ટ | નિર્દેશક: એન્થોની ચેન | બ્રિટન, ફ્રાંસ, ગ્રીસ | 2023 | અંગ્રેજી, ગ્રીક | 93′ | આઇસીએફટી યુનેસ્કો |
| ઇટ્સ સિરા | નિર્દેશક: એપોલિન ટ્રેઓર | બુર્કિના ફાસો, જર્મની, સેનેગલ | 2023 | ફ્રેન્ચ, ફુલા | 122′ | આઇસીએફટી યુનેસ્કો |
| કાલેવ | નિર્દેશક: ઓવે મસ્ટિંગ | એસ્ટોનિયા | 2022 | એસ્ટોનિયન, રશિયન | 94′ | આઇસીએફટી યુનેસ્કો |
| ધ પ્રાઇસ! | નિર્દેશક: પૉલ ફૉઝાન અગુસ્ટા | ઇન્ડોનેશિયા | 2022 | ઇન્ડોનેશિયન | 96′ | આઇસીએફટી યુનેસ્કો |
| ધ સુગર એક્સપેરિમેન્ટ | નિર્દેશક: જોહન ટોર્નબ્લેડ | સ્વીડન | 2022 | સ્વીડિશ | 91′ | આઇસીએફટી યુનેસ્કો |
| મંડાલી | નિર્દેશક: રાકેશ ચતુર્વેદી ઓમ | ભારત | 2023 | હિંદી | 118′ | આઇસીએફટી યુનેસ્કો |
| મલિકપુરમ | નિર્દેશક: વિષ્ણુ સાસી શંકર | ભારત | 2022 | મલાયલમ | 121′ | આઇસીએફટી યુનેસ્કો |
| રબિન્દ્રા કાવ્ય રહસ્ય | નિર્દેશક: સયાંતન ઘોસન | ભારત | 2023 | બંગાળી | 115′ | આઇસીએફટી યુનેસ્કો |
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
