News Continuous Bureau | Mumbai
The archies shahrukh khan: ગઈકાલે મુંબઈ માં ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ નું પ્રીમિયર યોજવામાં આવ્યું હતું. જેમાં બચ્ચન પરિવાર સહીત ઘણી સેલેબ્રિટીએ હાજરી આપી હતી આ દરમિયાન દીકરી સુહાના ને ચીયર કરવા પૂરો ખાન પરિવાર આવ્યો હતો. આ દરમિયાન શાહરુખ ખાને પહેરેલી ટી શર્ટ એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું.તેમજ પૂરો ખાન પરિવાર એક ફ્રેમ માં જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે, શાહરુખ ખાન ની દીકરી સુહાના ખાન ફિલ્મ ધ આર્ચીઝ થી ડેબ્યુ કરી રહી છે.
શાહરુખ ખાન અને તેના પરિવારે આપ્યો પોઝ
શાહરૂખ ખાને તાજેતરમાં મુંબઈમાં તેની દીકરી સુહાના ખાનની ડેબ્યૂ ફિલ્મ ‘ધ આર્ચીઝ’ની સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી.જેના ઘણા ફોટા અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે. વાયરલ થયેલા એક વિડીયો માં જોવા મળી રઝયુ છે કે, શાહરૂખ ફિલ્મ સ્ક્રીનિંગ ઈવેન્ટમાં ગ્રાન્ડ એન્ટ્રી કરી રહ્યો છે. તેની પુત્રી અને ફિલ્મના બાકીના કલાકારોને ચીયર કરવા શાહરૂખે બ્લેક ટી-શર્ટ પહેર્યું હતું, જેના પર ‘ધ આર્ચીઝ’ લખેલું હતું. જેને લોકો નું ધ્યાન ખેંચ્યું હતું.
View this post on Instagram
આ દરમિયાન પૂરો ખાન પરિવાર એકસાથે જોવા મળ્યો હતો. શાહરુખ ખાન ના નાના દીકરા અબરામ ખાને પિતા સાથે ટ્વીનીંગ કર્યું હતું અબરામ ખાન બ્લેક બ્લેઝરમાં ખૂબ જ ક્યૂટ લાગીરહ્યો હતો. આ સાથે ગૌરી ખાન પણ બ્લેક ડ્રેસમાં એકદમ ગ્લેમરસ દેખાતી હતી અને આર્યન ખાન હંમેશની જેમ કૂલ જોવા મળ્યો હતો. આ સાથે ગૌરી ખાન ની માતા પર હાજર રહી હતી.આ દરમિયાન સુહાના ખાન સૌથી અલગ લાલ શિમરી ડ્રેસમાં જોવા મળી હતી.
આ સમાચાર પણ વાંચોઃ Karik aryan bhool bhulaiya 3: ફરી રૂહ બાબા બની ને હસાવવા આવી રહ્યો છે કાર્તિક આર્યન, અભિનેતા ની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 ની રીલીઝ ડેટ થઇ જાહેર