News Continuous Bureau | Mumbai
આખરે એ દિવસ આવી ગયો જેની સૌ રાહ જોઈ રહ્યા હતા. 95માં એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કાર 2023 એ ભવ્ય ઓપનિંગ બાદ ટીવી અને સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જમાવ્યું છે. લોસ એન્જલસમાં આયોજિત આ એવોર્ડ શોમાં હોલીવુડથી લઈને બોલિવૂડ સુધીના ઘણા સ્ટાર્સ પહોંચ્યા છે. રેડ કાર્પેટ પર સ્ટાર્સ તેમના બેસ્ટ અને ફેશનેબલ લુકમાં જોવા મળ્યા હતા. દીપિકા પાદુકોણ પણ ઓસ્કાર 2023માં હોલીવુડના જાણીતા સ્ટાર્સ વચ્ચે ધૂમ મચાવી રહી છે. દીપિકા આ વર્ષે પ્રસ્તુતકર્તા તરીકે સમારોહનો ભાગ બની છે.
‘The Elephant Whisperers’ wins the Oscar for Best Documentary Short Film. Congratulations! #Oscars #Oscars95 pic.twitter.com/WeiVWd3yM6
— The Academy (@TheAcademy) March 13, 2023
શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ માટે મળ્યો એવોર્ડ
95મા ઓસ્કાર એવોર્ડની ધમાકેદાર શરૂઆત થઈ છે. આ ઈવેન્ટમાં ભારતની શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સે’ એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે.નિર્માતા ગુનીત મોંગાની શોર્ટ ફિલ્મ ધ એલિફન્ટ વ્હીસ્પર્સને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.