ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 જુલાઈ, 2021
શુક્રવાર
'ધ ફૅમિલી મૅન'માં સૂચિનો રોલ કરતી સાઉથ ઇન્ડિયન ફિલ્મોની ઍક્ટ્રેસ પ્રિયમણિનાં લગ્ન સામે વિવાદ ઊભો થયો છે. પ્રિયમણિએ ઑગસ્ટ 2017માં મુસ્તફા રાજ સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નને મુસ્તફાની પહેલી પત્ની આયશાએ કોર્ટમાં પડકાર્યાં છે. આયશાનો દાવો છે કે મુસ્તફા અને પ્રિયમણિનાં લગ્ન ગેરકાયદે છે. આયશાના કહેવા પ્રમાણે મુસ્તફા અને તેના ડિવૉર્સ કાયદાની માન્યતા સાથે થયા નથી અને એ પહેલાં જ તેણે પ્રિયમણિ સાથે લગ્ન કરી લીધાં.
મુસ્તફા અને આયશાનાં બે સંતાનો છે. આયશાએ મુસ્તફા પર ઘરેલુ હિંસાના આરોપો પણ લગાવ્યા છે. બંને કેસ મૅજિસ્ટ્રેટ કોર્ટમાં છે. જણાવી દઈએ કે પ્રિયમણિ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સ્ટાર છે અને તેણે મનોજ બાજપેયીના લીડ રોલવાળી હિન્દી વેબ સિરીઝ 'ધ ફૅમિલી મૅન'માં નોંધનીય કામ કર્યું છે.