The Family Man 4| તમારી રાહનો આવ્યો અંત! ‘ધ ફેમિલી મેન 4’ કન્ફર્મ, મનોજ બાજપેયીનું આ નિવેદન ચાહકોમાં જગાવશે રોમાંચ

The Family Man 4| મનોજ બાજપેયીએ આપ્યા સંકેત, ત્રીજી સીઝનના તમામ અધૂરા સવાલોના જવાબ મળશે; શો 'ફિનાલે' સીઝન હોવાની શક્યતા.

by Zalak Parikh
The Family Man 4| તમારી રાહનો આવ્યો અંત! ‘ધ ફેમિલી મેન 4’ કન્ફર્મ, મનોજ બાજપેયીનું આ નિવેદન ચાહકોમાં જગાવશે રોમાંચ

 

News Continuous Bureau | Mumbai

The Family Man 4| OTT ની દુનિયાની સૌથી ચર્ચિત અને લોકપ્રિય સ્પાય થ્રિલર વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન’ ના ચાહકો માટે ખુશીના સમાચાર છે. અભિનેતા મનોજ બાજપેયીએ પોતે સોશિયલ મીડિયા પર ચોથી સીઝન માટે સંમતિ આપી દીધી છે. શ્રીકાંત તિવારી તરીકે મનોજ બાજપેયી ફરી એકવાર દેશની સુરક્ષા અને વ્યક્તિગત જીવનની મુશ્કેલીઓ વચ્ચે સંઘર્ષ કરતા જોવા મળશે.

સવાલોના જવાબ અને નવી ‘માર-કાટ’

મનોજ બાજપેયીએ સોશિયલ મીડિયા પર ચાહકો સાથેની વાતચીત દરમિયાન સ્પષ્ટ કર્યું છે કે, ‘ધ ફેમિલી મેન 4’ માં ત્રીજી સીઝનના તમામ વણઉકેલ્યા સવાલોના જવાબ આપવામાં આવશે. તેમણે પોતાના અંદાજમાં કહ્યું, “હવે બધું જ ચોથી સીઝનમાં મળશે! માર-કાટ, ખલ્લાસ!!” આ જાહેરાત સાથે જ ચાહકોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે. હાલ આ પ્રોજેક્ટ આયોજનના તબક્કે છે અને તેની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે.

શું આ સીરીઝની છેલ્લી સીઝન હશે?

મનોજ બાજપેયીના તાજેતરના નિવેદનો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ પરથી એવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે કે ‘ધ ફેમિલી મેન 4’ આ આઈકોનિક સિરીઝની ‘ફિનાલે’ સીઝન હોઈ શકે છે. જોકે, હજુ સુધી મેકર્સ દ્વારા કોઈ સત્તાવાર રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી, પરંતુ રિપોર્ટ્સ મુજબ આ પ્રોજેક્ટ તૈયાર થવામાં એકથી બે વર્ષનો સમય લાગી શકે છે.

ગત સીઝનનો રોમાંચક અંત

ત્રીજી સીઝન (જે નવેમ્બર 2025 માં રિલીઝ થઈ હતી) ના અંતે વાર્તા ખૂબ જ રોમાંચક વળાંક પર આવીને અટકી હતી. મ્યાનમાર સરહદ પર તણાવ, ચીનનું કાવતરું અને ‘રુકમા’ (જયદીપ અહલાવત) નામના ડ્રગ તસ્કરની ભાગદોડ વચ્ચે શ્રીકાંત તિવારી ગંભીર રીતે ઘાયલ થયા હતા. શ્રીકાંત જીવિત બચશે કે કેમ અને રુકમા ક્યાં ગયો, તેવા અનેક રહસ્યો ચોથી સીઝનમાં ઉકેલાશે. રાજ અને ડીકેની આ જોડી ફરી એકવાર દર્શકોને ચોંકાવવા માટે તૈયાર છે.

👉 આ સમાચાર વાચો:
Dhurandhar 2| ઈતિહાસ રચાશે! ‘ધુરંધર 2’ હવે ‘બાહુબલી 2’ ના રેકોર્ડથી માત્ર એક ડગલું દૂર, જાણો કેટલું નજીક પહોંચ્યું બોક્સ ઓફિસનું આ તોફાન

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More