The great indian kapil sharma show: કપિલ શર્મા એ બધા ની સામે તેની પત્ની ની પ્રેગ્નન્સી વિશે કરી એવી વાત કે ચોંકી ગઈ ગિન્ની, ત્યારબાદ કોમેડિયન ની પત્ની એ આપ્યો તેનો જડબાતોડ જવાબ

The great indian kapil sharma show: કપિલ શર્મા નો શો ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો નેટફ્લિક્સ પર શરૂ થઇ ગયો છે જેમાં કપિલ ની પત્ની ગિન્ની પણ આવી હતી. આ દરમિયાન કપિલ એ તેની પત્ની ની બીજી પ્રેગ્નેન્સી ની મજાક ઉડાવી હતી ત્યારબાદ ગિન્ની એ પણ કપિલ ને જડબાતોડ જવાબ આપીને તેની બોલતી બંધ કરી હતી.

by Zalak Parikh
the great indian kapil sharma show comedian trolls his wife ginni for her second pregnancy

News Continuous Bureau | Mumbai 

The great indian kapil sharma show: કપિલ શર્મા નો શો ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો નેટફ્લિક્સ પર શરૂ થઇ ગયો છે. આ શો માં પહેલા ગેસ્ટ તરીકે રણબીર કપૂર, નીતુ કપૂર અને રીધ્ધીમા કપૂર એ હાજરી આપી હતી. આ દરમિયાન કપિલે તેના મહેમાનો સાથે મજાક કરી હતી. પરંતુ કપિલે તેની પત્ની ગિન્ની ની બીજી પ્રેગ્નેન્સી ની મજાક પણ ઉડાવી હતી. ગિન્ની એ પણ કપિલ ને જવાબ આપી ને તેની બોલતી બંધ કરી હતી. 

આ સમાચાર પણ વાંચો : Ananya panday and Aditya roy kapur: શું અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર સગાઇ કરીને પોતાના સંબંધને વધારશે આગળ? જાણો મીડિયા રિપોર્ટ માં શું દાવો કરવામાં આવી રહ્યો છે.

કપિલ શર્મા એ ઉડાવી ગિન્ની ની મજાક 

કપિલ શર્મા ની પત્ની ગિન્ની આ શો માં આવી હતી. જ્યાં અર્ચના પૂરણસિંહ એ ગિન્ની ને પૂછ્યું ‘બધાને કહો કે કપિલ કેવો પિતા છે?’ જેના જવાબ માં ગિન્નીએ કહ્યું કે, ‘કપિલ શ્રેષ્ઠ પિતા છે. તે વિશ્વ નો શ્રેષ્ઠ પિતા છે. તેઓ જાણે છે કે તેમના બાળકોની સંભાળ કેવી રીતે રાખવી.’ આ દરમિયાન કપિલ કહે છે કે હું જે કરતો હતો તે અન્ય વસ્તુઓ તેણે કહી નથી. બાળકની બધી સંભાળ હું એકલો જ લેતો. તે બીજા બાળકને જન્મ આપવામાં વ્યસ્ત હતી. કપિલના આ શબ્દો સાંભળીને પહેલા તો ગિન્ની ચોંકી જાય છે.પરંતુ ત્યારબાદ ગિન્ની તેના જવાબ આપતા કે છે કોની કૃપા હતી? ગિન્નીની વાત સાંભળીને કપિલ ચૂપ થઈ જાય છે અને પછી પત્નીના હાથમાંથી માઈક લેવાનું કહે છે.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma)


તમને જણાવી દઈએ કે, કપૂર પરિવારે કપિલના શોનું પોતાના હાથે ઉદ્ઘાટન કર્યું હતું. શોના પહેલા એપિસોડમાં સેલિબ્રિટી મહેમાનો અને દર્શકોની સાથે કપિલ શર્માની માતા, તેની ભાભી સીમા અને તેની પત્ની ગિન્ની પણ હાજર હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More