News Continuous Bureau | Mumbai
કોમેડી કિંગ કપિલ શર્મા(Kapil Sharma) ફરી એકવાર તેના સ્ટાર કોમેડી શોની નવી સીઝન સાથે કમબેક કરી રહ્યો છે. ટૂંક સમયમાં જ તેનો 'ધ કપિલ શર્મા શો'(The Kapil sharma show) શરૂ થવા જઈ રહ્યો છે. હાલમાં જ સોની એન્ટરટેઈનમેન્ટે (Sony entertainment)આ શોનો નવો પ્રોમો રિલીઝ કર્યો છે, જે એકદમ ફની છે. શોની આખી કાસ્ટ પ્રોમોમાં જોવા મળી રહી છે. પ્રોમોમાં કપિલ શર્મા ઉપરાંત સુમોના ચક્રવર્તી, કૂકી શારદા, ચંદન પ્રભાકર, અર્ચના પુરણ સિંહ અને ઈશ્તિયાક ખાન જોવા મળી રહ્યા છે.
Lekar laughter ke naye reasons, @Kapilsharma laa raha hai comedy ka naya season! Dekhiye #TheKapilSharmaShow 10th September se Sat-Sun raat 9:30 baje, sirf Sony par. pic.twitter.com/I13mgBCWf4
— sonytv (@SonyTV) August 25, 2022
પ્રોમોમાં કપિલ શર્મા હોસ્પિટલના બેડ(Hospital bed) પર બેભાન અવસ્થામાં જોવા મળે છે. તેના માથા પર પાટો બાંધવામાં આવ્યો છે. તેને હોશ આવતા જ પરિવારના તમામ સભ્યો કપિલ શર્માની આસપાસ જોવા મળે છે. કપિલ શર્માને એક પછી એક બધા ઓળખે છે. સૌથી પહેલા તે પોતાના સસરા (Ishtiyak Khan))ને જોઈને 'સસરા' કહે છે? પછી ગુડિયા (Kiku Sharda)) ને બોલાવે છે, ચંદુ (Chandan prabhakar)) ને જુએ છે અને તેનું નામ લે છે. જોકે, તે તેની પત્ની (Sumona chakraborty))ને ઓળખતો નથી. સુમોનાને જોઈને કપિલ પૂછતો જોવા મળે છે, 'આ બહેન કોણ છે?'જેમ કપિલ સુમોનાને ઓળખવાની ના પાડે છે તેમ અચાનક ગઝલ (Shrusty Rode)) પ્રવેશે છે. તે હાથમાં ગુલદસ્તો લઈને ઉભી જોવા મળે છે. કપિલ શર્મા તેને જોઈને બૂમો પાડે છે અને એકદમ ઠીક થઈ જાય છે. તે ગઝલ તરફ દોડતો જોવા મળે છે અને તેની સ્કૂટીની નંબર પ્લેટ (number plate)કહેવા લાગે છે. આ પછી અર્ચના પુરણ સિંહ કપિલ શર્માનો કોલર પકડીને તેને ખેંચતી જોવા મળે છે અને કહે છે, 'તમારી પત્નીને ભૂલી ગયા છો અને તેના સ્કૂટરનો નંબર પણ યાદ છે?' જોકે, કપિલ શર્મા અર્ચના પુરણ સિંહની વાતને અવગણતો જોવા મળે છે.
આ સમાચાર પણ વાંચો : રિલીઝ પહેલા જ આ OTT પ્લેટફોર્મે હૃતિક-સૈફની ફિલ્મ વિક્રમ વેધા રાઇટ્સ ખરીદ્યા-બની ડિજિટલ પ્લેટફોર્મ ની સૌથી મોંઘી ફિલ્મ
તમને જણાવી દઈએ કે પાછલી સિઝનમાં મંજૂ એટલે કે સુમોના ચક્રવર્તીએ શોમાં કપ્પુ શર્મા (Kapil Sharma)ની પડોશી બની હતી. જોકે, લેટેસ્ટ સિઝનમાં તે પત્ની બની છે. પ્રોમોમાં ચંદુ ચા વાળો એટલે કે ચંદન પ્રભાકર સાઉથ ઇન્ડિયનના(south Indian) અવતારમાં જોવા મળ્યો છે. કિકુ શારદા, ગૌરવ દુબે, ઈશ્તિયાક ખાન, શ્રીકાંત મસ્કી, સિદ્ધાર્થ સાગર પણ જોવા મળ્યા હતા. આ શો 10 સપ્ટેમ્બરથી ટીવી પર ટેલિકાસ્ટ થશે.પ્રોમો(promo) પર ચાહકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કોમેન્ટ્સ પરથી ખબર પડે છે કે તેઓ તેમના ફેવરિટ શોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.