Site icon

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ના આ અભિનેતા એ સંભળાવી પોતાના સંઘર્ષની કહાની, બિસ્કિટ ખાઈને પસાર કરતા હતા આખો દિવસ; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

'ધ કાશ્મીર ફાઇલ્સ'માં મહત્વની ભૂમિકા ભજવનાર એક્ટર દર્શન કુમારની ઘણી પ્રશંસા થઈ રહી છે. અગાઉ દર્શન કુમારે ટીવી શોથી લઈને વેબ સિરીઝ અને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ તેને તે ઓળખ મળી ન હતી જેના માટે તે સતત મહેનત કરી રહ્યો હતો.વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ દર્શન કુમારને તે ઓળખ આપી છે. હવે આ સફળતા બાદ દર્શન કુમારે પોતાના સંઘર્ષ વિશે જણાવ્યું છે, જેના પછી તેઓ આજે આ સ્થાને પહોંચ્યા છે.

Join Our WhatsApp Community

એક સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર સાથેની વાતચીતમાં દર્શન કુમારે કહ્યું, 'મારા માટે તે રોલર કોસ્ટર રાઈડ જેવી રહી છે. હું હંમેશા આ વિશે વિચારીને ભાવુક થઈ જાઉં છું, શરૂઆતથી લઈને અત્યાર સુધી મારા માટે આ ઘણો મુશ્કેલ સમય રહ્યો છે.અમારે ઓડિશન માટે મુંબઈ બહાર જવું પડતું અને લાંબુ અંતર કાપવું પડતું. આ માટે પણ અમારે ઔપચારિક (ફોર્મલ) કપડાં પહેરીને પહોંચવાનું હતું, અને હું સારા શૂઝ ખરીદી શકતો ન હતો, તેથી મેં અંધેરીથી 200-300 રૂપિયામાં શૂઝ ખરીદ્યા હતા.દર્શન કુમારે જણાવ્યું કે તેઓ ઓડિશન આપવા માટે પગપાળા જતા હતા કારણ કે તેમની પાસે બસનું ભાડું ન હતું. હું બસ ભાડાના પૈસા બચાવીને પારલેજી બિસ્કિટ ખરીદતો હતો.જો મને એક કપ ચા મળે તો ઠીક નહીં તો હું તે બિસ્કીટ પાણી સાથે ખાઈ લેતો હતો, કારણ કે મારે આખો દિવસ પસાર કરવાનો હતો. એકવાર હું રાત્રે 9-10 વાગ્યે ઘરે જઈ રહ્યો હતો ત્યારે મારા જૂતાનો સોલ નીકળી ગયો હતો.

આ સમાચાર પણ વાંચો : અભિષેક બચ્ચન આગ્રા ના આ લોકો માટે કરશે પોતાની ફિલ્મ 'દસવી' નું સ્પેશિયલ સ્ક્રીનિંગ; જાણો વિગત

દર્શન કુમારે વધુ માં જણાવ્યું કે તે તેને પહેરીને ચાલી શકતો ન હતો અને કોઈ રીતે લંગડાતો ચાલી રહ્યો હતો. મને ક્યાંય મોચી ન મળ્યો, તેથી મેં મારા ચંપલ ઉપાડ્યા અને લગભગ 5-7 કિલોમીટર સુધી ખુલ્લા પગે ચાલ્યા. દર્શને કહ્યું કે ઘણી રાતો એવી હતી જ્યારે તેને ભૂખ્યા સૂવું પડ્યું કારણ કે તેની પાસે બહાર ખાવા માટે પૈસા નહોતા.દર્શને કહ્યું કે ‘મેરી કોમ’ માં કામ કર્યા બાદ તેને ઘણો પ્રેમ મળ્યો પરંતુ તેમ છતાં તેની પાસે પૈસા નહોતા. તમને જણાવી દઈએ કે, દર્શન કુમારે ‘NH10’, ‘આશ્રમ’, ‘ધ ફેમિલી મેન’ અને ‘સરબજીત’ જેવા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે.

Arijit singh: મુંબઈના બંગલા નહીં, પણ અરિજીત સિંહનું આ રેસ્ટોરન્ટ છે ચર્ચામાં; માત્ર ૪૦ રૂપિયામાં મળે છે ઘર જેવું સ્વાદિષ્ટ ભોજન!
Arijit Singh: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી લીધી નિવૃત્તિ, ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી ચાહકો સ્તબ્ધ; જાણો શું છે કારણ
KRK Sent to Jail: ઓશિવારા ફાયરિંગ કેસમાં કેઆરકેની મુશ્કેલી વધી, મુંબઈ કોર્ટે જામીન નકારતા ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
Adrija Roy Engagement: તમિલ રીતિ-રિવાજ મુજબ અદ્રિજા રોયની રિંગ સેરેમની; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ સગાઈની સુંદર તસવીરો
Exit mobile version