Site icon

વિદેશમાં ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ની સ્ક્રીન વધી, આ શહેરોમાં પહેલીવાર કોઈ ભારતીય ફિલ્મ રિલીઝ થઈ.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મે માત્ર આઠ દિવસમાં ૧૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે અને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. કાશ્મીરી પંડિતોના નરસંહાર પર આધારિત આ ફિલ્મ માત્ર સ્થાનિક બજારમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ પોતાની ચમક ફેલાવી રહી છે. 

Join Our WhatsApp Community

સિંગાપોર અને ન્યુઝીલેન્ડ જેવા મુખ્ય પ્રદેશોને છોડીને ફિલ્મે પ્રથમ સપ્તાહમાં પસંદગીના દેશોમાં રૂ. ૧૧.૪ કરોડનું કલેક્શન કર્યું છે. શરૂઆતમાં આ ફિલ્મ ૯ દેશોમાં માત્ર ૧૦૦ સ્ક્રીનમાં રિલીઝ થઈ હતી. જાે કે વધતી માંગને જાેતા, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ૨૫ દેશોમાં ૩૫૦ સ્ક્રીન્સમાં રિલીઝ કરવામાં આવી. 

‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ઉત્તર અમેરિકામાં ૭.૫૯ કરોડ, યુકેમાં રૂ. ૧.૨૧ કરોડ અને ઓસ્ટ્રેલિયામાં રૂ. ૧.૯૮ કરોડ. આ ફિલ્મે તેના પ્રથમ સપ્તાહમાં ઉત્તર અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની બોક્સ ઓફિસની ટોપ ૧૦ ફિલ્મોની યાદીમાં પણ પ્રવેશ કર્યો છે. એટલું જ નહીં, ઓસ્ટ્રેલિયાના ગેરાલ્ડટન, બનબરી, પોર્ટ હેડલેન્ડ જેવા નાના શહેરોમાંથી પણ આ ફિલ્મની માંગ વધી રહી છે, જ્યાં આ પહેલા કોઈ ભારતીય ફિલ્મ રિલીઝ થઈ નથી. 

 આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના આ જિલ્લામાં મહિલાઓ માટે ખાસ સુવિધા, સ્માર્ટ કાર્ડ દ્વારા વિનામુલ્યે કરી શક્શે બસ મુસાફરી; જાણો વિગતે 

બીજા શુક્રવારે ફિલ્મે પહેલા દિવસ કરતાં ૫૦૦ ટકાથી વધુ કમાણી કરી છે. તમને જણાવી દઈએ કે, ભારતીય સિનેમામાં આવું પહેલા ક્યારેય બન્યું નથી. વિવેક રંજન અગ્નિહોત્રી દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મે અત્યાર સુધીમાં ૧૧૬.૪૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એ ૮મા દિવસે ૧૯.૧૫ કરોડ રૂપિયાની કમાણી કરીને રેકોર્ડ બનાવ્યો છે.

ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીને સરકારે ઝેડ શ્રેણીની સુરક્ષા પૂરી પાડી છે. વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત મોટો બિઝનેસ કરી રહી છે. વિવેક અગ્નિહોત્રીએ પોતાની ફિલ્મમાં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારની કહાની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સમા બતાવી છે. આ ફિલ્મ રજૂ થયા બાદ ફરી એકવાર સમગ્ર દુનિયાની સામે કાશ્મીરી પંડિતો પરના અત્યાચારનુ સત્ય સામે આવ્યું છે, કે કેવી રીતે આતંકવાદીઓએ ત્યાં પેઢીઓથી સ્થાયી થયેલા કાશ્મીરી પંડિતોને બંદૂકની અણી પર રાતોરાત નિરાશ્રિત બનાવી દીધા હતા.

 આ સમાચાર પણ વાંચો : 'ધ કાશ્મીર ફાઈલ્સ'થી રાજકારણ ગરમાયુ. ફિલ્મ જોઈને પરત ફરી રહેલા પશ્ચિમ બંગાળના આ BJP સાંસદ પર હુમલો, કાર પર બોમ્બ ફેંકાયો; જાણો વિગતે

O’Romeo Legal Trouble: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ ફસાઈ કાયદાકીય ગૂંચમાં! હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફટકારી નોટિસ, જાણો સમગ્ર મામલો
K3G Trivia: ‘બોલે ચૂડિયા’ ગીત માટે કરન જોહરે કેમ બજેટની મર્યાદાઓ તોડી નાખી? જાણો આ આઇકોનિક ગીત પાછળ થયેલા કરોડોના ખર્ચની કહાની
Samantha Ruth Prabhu on Haq: યામી ગૌતમની ફિલ્મ ‘હક’ જોઈને સામંથા રુથ પ્રભુ થઈ આફરીન: સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કર્યા મન ભરીને વખાણ
Toxic Scene Controversy: ‘ટોક્સિક’ વિવાદમાં ફસાયા રોકી ભાઈ: યશનો જૂનો વીડિયો વાયરલ થતા લોકોએ કહ્યું- “પૈસા માટે બદલાઈ ગયા”, જાણો શું છે સમગ્ર મામલો.
Exit mobile version