News Continuous Bureau | Mumbai
કાશ્મીરી પંડિતોના હિજરત પર આધારિત 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને ગોવામાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. ગોવાના કાર્યવાહક મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે આ ફિલ્મ જોઈ અને તેમણે રાજ્યમાં 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને ટેક્સ ફ્રી કરી દીધી.દરમિયાન ગોવામાં કેટલાક હિંદુ જૂથોએ આરોપ લગાવ્યો હતો કે મલ્ટીપ્લેક્સમાં સીટો ખાલી હોવા છતાં શોને હાઉસફુલ જાહેર કરવામાં આવે છે. ગોવા પહેલા આ ફિલ્મ ગુજરાત, હરિયાણા, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં પણ ટેક્સ ફ્રી કરવા માં આવી છે.
મધ્યપ્રદેશની ભાજપ સરકારે જાહેરાત કરી હતી કે તમામ પોલીસકર્મીઓને ફિલ્મ જોવા માટે રજા આપવામાં આવશે. રાજ્યના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ પત્રકારોને જણાવ્યું હતું કે પોલીસકર્મીઓ 'ધ કાશ્મીર ફાઇલ્સ' જોવા જવા માટે રજા લઈ શકે છે. આ માટે ડીજીપીને સૂચના આપવામાં આવી છે.મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કરીને ફિલ્મની પ્રશંસા કરી છે. તેણે લખ્યું, 'ફિલ્મમાં 90ના દાયકામાં કાશ્મીરી પંડિતોનું દર્દ બતાવવામાં આવ્યું છે. વધુને વધુ લોકો ફિલ્મ જુએ તે જરૂરી છે તેથી રાજ્ય સરકારે ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય લીધો છે.
આ સમાચાર પણ વાંચો : વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' કર્ણાટક સહિત આ રાજ્યોમાં થઈ ટેક્સ ફ્રી; જાણો વિગત
'ધ કાશ્મીર ફાઇલ્સ'નું નિર્દેશન વિવેક અગ્નિહોત્રીએ કર્યું છે. તેણે તેની વાર્તા પણ લખી છે. આ ફિલ્મ ઝી સ્ટુડિયો, તેજ નારાયણ અગ્રવાલ, અભિષેક અગ્રવાલ, પલ્લવી જોશી અને વિવેક અગ્નિહોત્રી દ્વારા સંયુક્ત રીતે પ્રોડ્યુસ કરવામાં આવી છે. તે 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.